SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ΕΧΟΥΧΟΥΤΟΥΧΟΚΟΥΤΟΧΟΥΧΟΥΧΟΥΧΟΥΧΟΥ ΚΟΥΚΟΥΚΟΥΚΟΚΟΣ ΚΟΥΤΟΥΚΟΥΚΟΥΚΟΥΚΟΥΚΟΥΚΟΥ નીચે લખેલ સારરૂપ તથ્ય પ્રસ્તુત છે. જેના પર શોધ લેખ (લખાવવા) આવશ્યક છે - (૧) પ્રતિદિન સૂર્યના ભ્રમણ માર્ગ નિરૂપણ સંબંધી સિદ્ધાંત. એનું વિકસિત રૂપ દૈનિક અહોરાત્રવૃત્તની કલ્પના છે. (૨) દિનમાનના વિકાસની પ્રણાલી જે વેદાંગ જયોતિષમાં નથી મળતી. (૩) અયન-સંબંધી પ્રક્રિયાનો વિકાસ, જેનું વિકસિત સ્વરૂપ દેશાંતર, કાલાન્તર, ભૂજાન્તર, ચરોતર તેમજ ઉદયાન્તર સંબંધી સિદ્ધાંત છે. (૪) પર્વોમાં વિષુવાનયન જે પછીથી સંક્રાંતિ અને ક્રાન્તિમાં વિકસિત થયો. (૫) સંવત્સર અંગેની પ્રક્રિયા જેનો વિકાસ પછીથી સૌરમાસ, ચંદ્રમાસ, સાવનમાસ તેમજ નક્ષત્રમાસ રૂપોમાં થયો. (૬) ગણિત દ્વારા નક્ષત્ર લગ્ન આનયન પ્રક્રિયાના વિકસિત રૂપ ત્રિશાંશ, નવમાંસ, દ્વાદશાંશ તેમજ હોરાદિ છે. કાળગણના પ્રક્રિયાના વિકસિત રૂપ અંશ, કલા, વિકલા વગેરે ક્ષેત્રાંશ સંબંધી ગણના તેમજ ઘટીપલાદિ સંબંધી કાળ ગણના છે. (૮) ઋતુશેષ પ્રક્રિયા જેનું વિકસિત રૂપ ક્ષયશેષ, અધિમાસ, અધિશેષ આદિ છે. (૯) સૂર્ય, ચંદ્ર મંડળોના વ્યાસ, પરિધિ આદિનું વિકસિત ગણિત ગ્રહ ગણિત છે. (૧૦) છાયા દ્વારા સમય નિરૂપણનું વિકસિત રૂપ ઈષ્ટકાળ, ભાત, ભભોગ તેમજ સર્વભોગ આદિ છે. (૧૧) રાહુ અને કેતુની વ્યવસ્થાનું વિકસિત રૂપ સૂર્ય તેમજ ચંદ્ર ગ્રહણ અંગેનો સિદ્ધાંત. (૧૨) ચંદ્ર પ્રજ્ઞપ્તિમાં પ્રતિપાદિત છાયા પરથી ધ્રુજ્યા, કન્યાના રૂપનો સિદ્ધાંત જયોતિષમાં વિકસિત રૂપમાં આવેલા છે. ગ્રહ ગણિતના જે બીજ સૂત્રોનો ઉલ્લેખ આ ગ્રન્થમાં છે તે ગ્રીક જ્યોતિષથી પૂર્વનો છે. (૧૩) પ્રહ વીથિઓનું વિકસિત રૂપ પ્રચલિત ભચક્ર માની શકાય છે. (૧૪) પંચવર્ષાત્મક યુગમાં વ્યતિપાત ઓનયન પ્રક્રિયા જે જયોતિષકડક, પૃ. ૨૦૦-૨૦૫માં ઉપલબ્ધ છે. અહી પણ ધ્રુવ રાશિનો ઉપયોગ છે. (૧૫) પખંડાગમની ધવલા ટીકામાં ૧૫ મુહૂર્તોની નામાવલિ પૂર્વાચાર્યો દ્વારા કૃત છે. (૧૬) કુલપકુલનું વિભાજન પૂર્ણમાસીએ થનાર નક્ષત્રોના આધાર પર છે. આ સ્વતંત્ર વિષય છે. (૧૭) જૈનાચાર્યોએ ગણિત જયોતિષ સંબંધી વિષયનું પ્રતિપાદન કરવા માટે પાટીગણિત, બીજગણિત, રેખાગણિત ત્રિકોણમિતિ, ગોલીય રેખાગણિત, ચાપીય તેમજ વક્રીય ત્રિકોણમિતિ, પ્રતિભા ગણિત, ભૃગોન્નતિ ગણિત, પંચાંગ નિર્માણ ગણિત, જન્મ પત્ર નિર્માણ ગણિત, પ્રદ્યુતિ, ઉદયાસ્ત અંગેનું ગણિત તેમજ યંત્રાદિ સાધન સામગ્રી અંગેનું ગણિત પ્રતિપાદિત કર્યું છે. (૧૮) ચંદ્ર સ્પષ્ટીકરણ તેમજ મુખ્યતઃ વિશોત્તરીનું કથન. જૈન જયોતિષ સાહિત્યના આજ સુધી લગભગ પાંચસો ગ્રંથોનો પતો લાગ્યો છે. જેનું વિવરણ વર્મી અભિનંદન ગ્રંથમાં આપવામાં આવ્યું છે. (શોધલેખ એજ જુઓ) એમાં પ્રાયઃ પદ ગ્રંથ ગણિત જયોતિષ અંગેના છે. એને ઉપરાંત જૈનેતર ગ્રંથો પર પ્રાયઃ ૨૪ ટીકાઓ જૈનાચાર્યોએ કરી છે. લોકોત્તર ગણિત અંગેના અનેક શોધ લેખ પ્રકાશિત થયા છે. એમાં જૈનાચાર્યો દ્વારા વિકસિત વિભિન્ન પ્રકારના ગણિત સૂત્રો આદિનું વિશેષ વિવરણ છે. એ લેખ શોધ માટે દૃષ્ટવ્ય છે : કેટલાક મુખ્ય લેખ નીચે પ્રમાણે છે. (ક) લક્ષ્મીચંદ્ર જૈન, આગમોમાં ગણિતીય સામગ્રી તથા એનો મૂલ્યાંકન, તુલસી પ્રજ્ઞા ખંડ ૬, અંક ૯, ૧૯૮૦ પૃ. ૩પ-૬૯ (ખ) લક્ષ્મીચંદ્ર જૈન, તિલોયપતિ ગણિત, શોલાપુર, ૧૯૫૮, પૃ. ૧-૧૦૫ (ગ) લક્ષ્મીચંદ્ર જૈન, લોકોત્તર ગણિત વિજ્ઞાન કે શોધપથ, ભિક્ષુસ્મૃતિ ગ્રંથ, કલકત્તા, ૧૯૬૧, પૃ. ૨૨૨-૨૩૧ (ઘ) લક્ષ્મીચંદ્ર જૈન, આન દા જૈન સ્કૂલ ઓફ મેથેમેટિક્સ, છોટેલાલ સ્મૃતિગ્રંથ, કલકત્તા, ૧૯૬૭, પૃ. ૨૬૬-૨૯૨ (ચ) એલ.સી. જૈન, સેટ બોરી ઈન જૈન સ્કૂલ ઓફ મેથેમેટિક્સ, આઈ.જે.એચ. એસ. કલકત્તા, ભાગ-૮, ક્ર. ૧, ૧૯૭૩ (છ) એલ.સી. જૈન, કાઈનેમિટિક્સ ઓફ દી સન એન્ડ દી મુન ઈન તિલોય પણતિ, તુલસી પ્રજ્ઞા, લાડનું, ફ, ૧૯૭૫, પૃ. ૬૦-૭ (જ) એલ.સી. જૈન, દી કાઈનેમેટિક મોશન ઓફ એન્ટ્રલ રીયલ એન્ડ કાઉંટર વાડીજ ઈન ત્રિલોકસાર, આઈ. જે. એચ.એસ. કલકત્તા ભાગ-૧૧, ૪.૧, ૧૯૭૫, પૃ. ૫૮-૭૪ DORG/SEARS 1STRY'S 336 3373 3GM 53 RG33/26/1Gx8EX$$1$G 3GPRS 305) For Private & Personal Use Only Jain Education International www.allorary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy