SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૧૦૬૮, પૃ. ૮૮ - ૯૪ અહીં સૂર્યનું ગમન સર્વાભ્યન્તર મંડળથી સર્વ બાહ્યાન્તર મંડળ સુધી તથા એના વિલોમરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. એ સ્પષ્ટ છે કે - છ માસ સુધી સૂર્ય ૧૮૩ મંડળોમાં કોઈ એક દિશામાં ચાલતો અવલોકિત થાય છે અને તે પછી નિશ્ચિત(પણે) એનાથી વિલોમ દિશામાં ગમન કરતો દષ્ટિગત થાય છે. એનાથી એ સ્પષ્ટ થાય છે કે – ઉત્તરી ધ્રુવમાં ૬ મહિના દિવસ અને છ મહિનાની રાત્રિ હોવાનું કહેવામાં આવ્યું છે. અહીં એના બીજા રૂપમાં પ્રકાશને ધ્યાનમાં લઈને કથન કરવામાં આવ્યું છે કે આ પ્રમાણે ૬ માસ સુધી પ્રકાશ સૂર્યના દક્ષિણાયનથી આરંભી ઉત્તરાયણ સુધી આગળ વધતો રહે છે. એ ઉત્તરાર્ધમાં મળે છે. એ પ્રમાણે વિલોમરૂપેણ પ્રક્રિયા જોવામાં આવે છે. આ પ્રમાણે ગણિત દ્વારા જૈન સિધ્ધાંતના મર્મને આધુનિક અન્ય ઘટનાઓને સમજવામાં પ્રયુક્ત કરવું જરૂરી છે. જે પ્રતિરૂપ જૈન સિધ્ધાંતમાં નિર્મિત કરવામાં આવ્યું છે એનો આશય વિષય ને સમજાવાનો હતો અને એના દ્વારા હજાર દોઢ હજાર વર્ષો સુધી સમસ્ત જ્યોતિષની ઘટનાઓ સ્પષ્ટ કરવામાં આવતી રહી છે. અહીં બતાવવામાં આવ્યું છે કે - કયા પ્રકારે ઉક્ત અવલોકન કેન્દ્ર પર પ્રતિદિન સૂર્યના ઉલ્લેખિત ગમનને કારણે વર્ષના કયા ભાગમાં કેટલા દિવસ ઘટતો વધતો હતો. અહીં ઉત્કૃષ્ટ તેમજ નિકૃષ્ટ દિનમાન મુહૂર્ત ૧૮ અને ૧૨ ઉક્ત અવલોકન કેન્દ્રને માટે કરવામાં આવ્યું હતું. સૂત્ર ૧૦૭૫-૭૬ પૃ. ૧૦૨ - ૧૦૫ સૂર્યના તાપક્ષેત્રની સંસ્થિતિ માટે વિભિન્ન પ્રકારની ભૂમિતેય આકારોનું વર્ણન છે. સૂત્ર ૧૦૭૭-૭૮, પૃ. ૧૦૫ - ૧૦૬ તાપક્ષેત્ર સંસ્થિતિની પરિધિ તેમજ તાપક્ષેત્ર અને અંધકાર ક્ષેત્રના આયામાદિનું પ્રરૂપણ આ ગાથાઓમાં કરવામાં આવ્યું છે. એના વિસ્તૃત વર્ણન માટે જુઓ તિ.૫. ભાગ ૨, અધિકાર ૭, ગાથા ૨૯૨-૪૨૦ જ્યાં તાપ તેમજ તમક્ષેત્રોનું વિશદ વર્ણન સુત્ર આપીને આપવામાં આવ્યું છે. આ ગહન શોધનો વિષય છે. ઉદાહરણાર્થ : ઈષ્ટ પરિધિ રાશિને ત્રણ ગણી કરીને દશ વડે ભાગાકાર કરવાથી જે ભાજ્ય આવે એટલો સૂર્યનું પ્રથમ પથમાં સ્થિત રહેવાથી એ આતપ ક્ષેત્રની પરિધિનું પ્રમાણ થાય છે. એને આ ગ્રંથમાં પરિધિવિશેષ કહેવામાં આવ્યું છે. આ શોધથી ભૂગોલ અંગેના અનેક રહસ્ય ઉકેલી શકાય છે. તદનુસાર એનો આશય સમજીને આધુનિક સન્દર્ભમાં નિર્વચન આપવું એ અત્યંત મહત્વપૂર્ણ સિધ્ધ થશે. સૂત્ર ૧૦૮૫, પૃ. ૧૧૬ આ પ્રકારે સર્વ બાહ્ય પથમાં સ્થિત સૂર્ય માટે તાપક્ષેત્ર નીકાળવા માટે પરિધિમાં બેનો ગુણાકાર કરીને ૧૦ ભાગ આપે છે. આ સૂત્રમાં પોરથી છાયાનું નિરૂપણ પ્રમાણ દ્વારા કરવામાં આવ્યું છે. સૂર્યને પ૯ પોરપી છાયાની નિષ્પત્તિ કરવાવાળા કહેવામાં આવ્યો છે. એમાં દર્શાવવામાં આવ્યું છે કે – દિવસનો કેટલો ભાગ વીત્યા પછી કેટલી પોરપી છાયા રહેશે ? અથવા દિવસનો કેટલો ભાગ બાકી રહેવા પર કેટલી પોરથી છાયા રહેશે ? આ પ્રકારે પ૯ પોરથી છાયાના પ્રકારોનો ગણિત દ્વારા દિનમાન નીકાળવામાં પ્રયુક્ત કરવામાં આવી શકે છે. આ સૂત્રમાં ૨૫ પ્રકારની છાયા કહેવામાં આવી છે તથા એમાંથી ગોળ છાયાના પણ આઠ પ્રકાર બતાવવામાં આવ્યા છે. એ પણ ગહન શોધનો વિષય છે એના પર શર્મા અને લિશ્ક સૂત્રની રચના કરી છે જે આ પ્રકારે છે. પોરપી ઈકાઈમાં તત્સંબંધી ક્રમિક સમયમાં છાયાની લંબાઈ વીતેલા દિવસનો ભાગ એનું પ્રતીક માની લો કે 1 છે. એનું પ્રતીક માની લો કે “” છે. Jain Education International For Private & Personal Use Only www.jamelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy