SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનના પરવર્તી મંડળને ગ્રહણ કરીને એના ૧૨૪ ભાગ કરે છે, એમાં ૬૪ ભાગ નીકળી જવાથી ૩૨ અને આગળ ના ભાગ ૧૨૪માંથી લે છે. અહીં પ્રશ્ન થાય (છે) કે આ પાંચ સંવત્સરવાળા યુગમાં પ્રથમ વર્ષના અંતની બારમી અષાઢી પૂર્ણિમા ને ચંદ્ર ક્યા પ્રદેશમાં રહીને સમાપ્ત કરે છે. અહીં (એ) જ્ઞાત છે કે – બારમી પૂર્ણિમા ત્રીજી પૂર્ણિમાંથી નવમી હોય છે. અહીં ધ્રુવાંક ૩૨ હોય છે. અને ૯મી પૂર્ણિમાને માટે ત્રીજી પમિાંવાળા મંડળના સ્થાનથી ૩૨૪૯=૨૮૮ ભાગ આગળ જઈને થાય છે. ચોવીસમી પૂર્ણિમા ગ્રહણ કરવા માટે બારમી પૂર્ણિમા જ્યાં થાય છે. એનાથી ૧૨ વધુ પૂર્ણિમા થાય છે બારમી પૂર્ણિમાનો ધ્રુવાંક ૨૮૮ થાય છે, એટલે ૨૪મી પૂર્ણિમાએ ૨૮૮ X ૧૨ = ૩૪૫૬ ભાગ આગળ જતા પ્રાપ્ત કરે છે. આ પ્રકારે ૨૩મી પૂર્ણિમાની સમાપ્તિ સ્થાનથી પર મંડળને ૧૨૪માં વિભક્ત કરીને એને ૩૪૫૬ ભાગ ગ્રહણ કરીને ૨૪મી પૂર્ણિમાએ ચંદ્ર સમાપ્ત કરે છે. આ પ્રકારે ૬૨મી પૂર્ણિમાના મંડળ પ્રદેશ જ્ઞાત કરવા માટે ૬૨ ને ૩૨ વડે ગણવાથી ૧૯૮૪ પ્રાપ્ત થાય છે. એને ૧૨૪ દ્વારા વિભક્ત કરવાથી ૧૬ (ની સંખ્યા) પ્રાપ્ત થાય છે. આ મંડળ પૂર્ણાક છે, જેમાં યુગની અંતિમ પૂર્ણિમા સમાપ્ત થાય છે. જેબૂદ્વીપમાં જીવા રૂપરેખાથી પૂર્ણિમા પરિણમનરૂ૫ મંડળને ૧૨૪ વડે વિભક્ત કરે છે. ચાર દિશાઓમાં ૩૧-૩૧ ભાગ હોય છે. એમાં ૨૭ ભાગોને લઈને અલગ રાખી દે છે. પછીથી ૨૮માં ભાગનાં ૨૦ ભાગ કરીને એમાંથી ૧૮ ભાગોને પૃથક કરે છે. જેનાથી અહીં ૨ ભાગ બાકી રહે છે. ૩૧માંથી ર૭ ભાગ નીકળી જવા પર ૪ ભાગ રહે છે. જેનાં ૩ ભાગ ૩૧-૨૮ = ૩ શેષ રહે છે. અને અહીં ૨૦-૧૮ = ૨ ભાગ શેષ રહે છે. અતઃ ૩ શેષ ભાગોમાંથી ચતુર્થ ભાગ ૨ કલા પશ્ચાત સ્થિત અર્થાતુ ૨૯મા ચતુર્ભાગ મંડળને પ્રાપ્ત કર્યા વગર ૨૯મા મંડળના ચતુર્થ ભાગ મંડળમાં ભાગ ૨ કલાથી અધિક પ્રદેશમાં ચંદ્ર ગમન નથી કરતાં એટલે ફરમી પૂર્ણિમા સમાપ્ત થાય છે. આ શોધનો વિષય છે. એને ચિત્ર દ્વારા તથા સૂર્ય ચંદ્રની મંડળ ગતિ દ્વારા પણ સ્પષ્ટ કરવાં જોઈએ. અહીં ૩રને ધ્રુવાંક માનવામાં આવ્યો છે એને Pole-Number કહેવો જોઈએ જો Modulus ના રૂપમાં સ્થિતિની વ્યવસ્થા કરે છે. બાકીની પૂર્ણિમાઓ ૩૨ ગુણનખંડ રૂપ મંડળમાં પ્રગટ થાય છે. ૧૨૪ ભાગ કેમ લેવામાં આવ્યા, કેમકે - ૬૨ + ૬૦ = ૧૨૪ કુલ એ ઘટનાસ્થલ છે. જો મંડળમાં જ પ્રગટ થાય છે. સૂત્ર ૧૦૫૫, પૃ. ૭૦ - ૭૧ આ પ્રકારે ચંદ્રનો અમાવસ્યાઓમાં યોગની ગણના માટે ધુવાંક પુનઃ ૩૨ છે. અને (૫૨) મંડળના ૧૨૪ વિભાગ કરીને એમાંથી ૩૨-૩૨ ભાગો પર ૬૨મી અમાસ સમાપ્તિ મંડળની આગળના પ્રદેશ પ્રાપ્ત કરવા ૬૨મી અમાસનું મંડળ પ્રદેશ કરવા માટે દરમી પૂર્ણિમા સમાપ્તિ મંડળના પર મંડળના ૧૬ ભાગો લઈને ૧૨૪ વિભક્ત મંડળથી અલગ રહે છે. અર્ધ-અર્ધભાગોમાં પૂર્ણિમા અમાસ થવાનું એનું કારણ છે - ન્યૂન મંડળ પ્રદેશમાં રમી અમાવાસ્યા સમાપ્ત થાય છે. આ પણ શોધનો વિષય છે. સૂત્ર ૧૦૬૭, પૃ. ૮૦. દિનમાનની વ્યવસ્થા આ સૂત્રમાં ૧૮ મુહૂર્તથી આરંભી ૧૨ મુહૂર્ત સુધી કરવામાં આવી છે આ કોઈ વિવક્ષિત સ્થાનની ઉત્તરી અક્ષાંશવાળા પ્રદેશમાં જે અફગાનિસ્તાનના ચિત્રાવલના સમીપવર્તી હોય ત્યાં થતી રહે છે. જ્યાંથી આ અવલોકન કરવામાં આવ્યું હશે. પ્રશ્ન એ છે કે – શું ચિત્રા પૃથ્વીનું જે વર્ણન કરવામાં આવ્યું છે, તે ઉક્ત અવલોકનકર્તાનું સ્થળ એ જ હતું ? શું બેવિલન નિવાસીથી ઓછા અક્ષાંસો (ના પ્રદેશ) માં રહેનાર ભારતીયોએ ઉત્તર અને દક્ષિણ ગોલાધ્ધમાં પોતાના એવા જ અવલોકન કેન્દ્ર બનાવ્યા હતા. આ અંગે શર્મા તેમજ લિશ્કનો નીચે દર્શાવેલ શોધલેખ દવ્ય છે : લેન્થ ઑફ ડે ઈન જૈન એસ્ટ્રોનોમી, સેંટારસ ૧૯૭૮; ભાગ ૨૨, ક્ર.૩, ૫. ૧૬૫-૧૭૬ એની અનુસાર ઉક્ત સ્થળ ગાંધાર હોઈ શકે. ભૂમધ્યરેખાવર્તી સ્થળો પર ૧૫-૧૫ મુહૂર્તનો દિવસ હોય છે, કુલ ૧૮૩ મંડળોમાં પ્રતિ દિવસ ચાલતા એવા , મુહૂર્ત અથવા દ મુહૂર્તની વૃદ્ધિ થાય છે. આ પ્રમાણે દિન હાનિનું પ્રકરણ છે. આ માધ્યરૂપ છે. જુઓ તિ.૫. ભાગ ૨, ગાથા ૨૭૯, ૨૮૦. ${} } } } } } } $ 28 } } } $$$ $ 6} $$ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy