________________
૩૪૮ લોક પ્રજ્ઞપ્તિ
કાળ લોક : ભરત ક્ષેત્રમાં અવસર્પિણી કાળના છ આરાઓનું સ્વરૂપ
સૂત્ર ૧૩૨૧
कारंडव-चक्कवायग-कलहंस-हंस-सारसअणेगसउणगण मिहुणविअरिआओसघुणइयमहुरसरणाइआओ, संपिंडिअ-दरिय-भमरमहुयरि-पहकर परिलिंत-मत्त-छप्पयकुसुमासवलोलमहुर-गुमगुमंत-गुंजंतदेसभागाओ, अभितरपुप्फ फलाओ बाहिरपत्तोच्छण्णओ, पत्तेहि य पुप्फेहि य ओच्छन्न वलिच्छत्ताओ, साउफलाओ, निरोययाओ, अकंटयाओ, णाणाविह-गुच्छगुम्ममंडवग-सोहियाओ, विचित्तसुहकेउभूयाओ, वावी-पुक्खरिणीदीहियासु-निवेसियरम्मजाल-हरयाओपिडिम-णीहारिम-सुगंधिसुह-सुरभि-मणहरंचमहयागंधद्धाणिंमुयंताओ, सव्वोउयपुप्फफलसमिद्धाओ सुरम्माओ पासाईयाओ दरिसणिज्जाओ अभिरूवाओ पडिरूवाओ । तीसे णं समाए भरहे वासे तत्थ-तत्थ तहिं तहिं मत्तगा णामं दुमगणा
કરંડક, ચક્રવાક, બતક, હંસ, સારસ વગેરે અનેક પક્ષીઓના જોડલા એમાં વિચરણ (ફરતા) હતા. તે વનરાજીઓ પક્ષીઓના મધુરસ્વરથી સદા પ્રતિધ્વનિત (અવાજવાળી) રહેલી હતી. એવનરાજીઓના પ્રદેશો કુસુમોનો આસવ (સત્વ) ને પીવાને ઉત્સુક (એવા) મધુર ગુંજન કરતી એવી ભમરીઓના સમૂહથી પરિવૃત(ઘેરાયેલા)મત્તભમરોના મધુર ધ્વનિથી મુખરિત હતા. તે વનરાજીઓ અંદરપુષ્પો અને ફલોથી તથા બહાર પાંદડા વડે આચ્છન્ન (ઢંકાયેલી હતી. પત્ર અને પુષ્પો રૂપી છત્રોથી તે આચ્છાદિત હતી. ત્યાંના ફળ સ્વાદિષ્ટ હતા. ત્યાંનું વાતાવરણ નિરોગી (નિર્દોષ) હતું, કાંટા વગરની હતી. તે જુદા-જુદા ફૂલોના ગુચ્છો, લતાઓના ઝંડો તથા મંડપોથી. શોભિત હતી. તે અનેક પ્રકારની સુંદર ધ્વજાઓ વડે સુશોભિત લાગતી હતી. જ્યાં સુઘડતાથી નિર્મિત જાળી ઝરોખાથી યુક્ત વાપિકાઓ, પુષ્કરીણીઓ અને દીર્ઘકાઓ હતી. વનરાજીઓ એવી તૃપ્તિપ્રદ સુગંધછોડતી હતી કેબહાર નીકળીને પૂજીભૂત(એકઠી)થઈને ઘણે દૂર સુધી ફેલાયજતી હતી અને ખૂબ મનોહર હતી. તે વનરાજીઓ બધી સ્તુઓમાં પુષ્પો અને ફળોથી સમૃદ્ધ (રહેતી) હતી. તે સુરમ્ય, પ્રાસાદિક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતી. તે સમયે ભરતક્ષેત્રમાં જ્યાં-ત્યાં મત્તાંગ નામના કલ્પવૃક્ષના સમૂહ (આવેલા) હતા. આ પ્રકારે અનગ્ન પર્યત દસ પ્રકારના
કલ્પવૃક્ષનાં સમૂહ કહેવામાં આવ્યા છે. પ્ર. ભગવન્! તે સમયે ભારત વર્ષના મનુષ્યોના
આકારભાવ સ્વરૂપ કેવા કહેવામાં આવે છે ? ઉ. ગૌતમ ! એ મનુષ્યોના ચરણ (પગ) સુંદર
આકૃતિવાળા કાચબાની પીઢની જેમ ઉપસેલા એવા મનોજ્ઞ -યાવત- પ્રાસાદિક દર્શનીય અભિરૂપ પ્રતિરૂપ હોય છે. ભગવાન ! એ મનુષ્યોને કેટલા સમય પછી
આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે? ઉ. હે આયુષ્યમનું! શ્રમણ ગૌતમ! એમને ત્રણ
દિવસ પછી આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. તે મનુષ્ય પૃથ્વી (આહાર વિશેષ) પુષ્પ અને ફળનો આહાર કરનારા કહેવામાં આવ્યા છે.
एवं जाव अणिगणा णामं दुमगणा पण्णत्ता।
प. तीसे णं भंते ! समाए भरहे वासे मणुआणं
केरिसए आयारभाव पडोयारे पण्णत्ते ? उ. गोयमा ! ते णं मणुआ सुपइट्ठियकुम्म चारू
चलणा -जाव- पासाईया दरिसणिज्जा अभिरूवा पडिरूवा।
प. तेसिणं भंते! मणुआणं केवइकालस्स आहारट्टे
समुप्पज्जइ? उ. गोयमा ! अट्ठमभत्तस्स आहारट्टे समुप्पज्जइ
पुढवीपुष्फफलाहारा णं ते मणुआ पण्णत्ता, समणाउसो!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org