________________
cosmography" lJHS vol. 10. No.1, 1975. PP 38=46" માં વિસ્તારપૂર્વક આ વાચના સિદ્ધ કરી છે.
આ પ્રકારે ગણિતાનુયોગમાં ઉક્ત સૂત્રમાં આંગળા સુધી સમાનતા દષ્ટિગત છે. એટલે સ્પષ્ટ છે કે અહીં બન્નેમાં 1 નું માન (પ્રમાણ) V૧૦ લઈને ઉક્ત ગણના કરવામાં આવી છે. સૂત્ર ૧૫૯, પૃ. ૮૦
નરકાવાસોનો આવલિકા પ્રવિણ સંસ્થાન ભૂમિતેય છે : વૃત્ત (ગોળ) ત્રિકોણ, ચતુષ્કોણ આવલિકાબાહ્ય આકાર પણ ભૂમિતેય છે તથા ૨૨ પ્રકારની આકૃતિઓ રૂપ છે- અયકોષ્ઠ, પિષ્ટપચનક, કંડૂ, લોહી, કટાહ, થાળી, પિહડક, કૃમિપટ, કિન્નપુટક, ઉડવ, મુરજ, મૃદંગ, નન્ડિઝંદગ, આલિંગક, સુઘોષા, દર્દક, પણવ, પટહ, ભેરી, ઝલ્લરી, કુતુબક, નાલિ. આ ભૂમિતેય આકૃતિઓ આગમજ્ઞોને જ્ઞાત હતી અને એનો ઉપયોગ પણ આ રૂપમાં થયો. એના અર્થ પાઈએ સદમહષ્ણવ' અથવા અન્ય કોશ ગ્રંથોમાંથી જોવા જોઈએ. સૂત્ર ૧૬૦, પૃ. ૮૧-૮૨
દુર્ગધની તીવ્રતા ઉપમા રૂપમાં આપવામાં આવી છે. આ પ્રકારે સ્પર્શની તીવ્રતા પણ ઉપમા રૂપમાં આપવામાં આવી છે. સૂત્ર ૧૬૪, પૃ. ૮૫-૮૭ - વૈજ્ઞાનિક શબ્દ - પર્યાપ્ત, અપર્યાપ્ત, યોજન, વૃત્ત, ચતુષ્કોણ, કમલકર્ણિકા, શતક્ની, મુશળ, મુસંઢી, લોકનો અસંખ્યાતમો ભાગ, સમુદ્યાત, વીણાતલ, તાલ, ત્રુટિત. સૂત્ર ૧૭૪, પૃ. ૯૩-૯૪
અહીં અસંખ્ય દ્વીપ સમદ્રનો ઉલ્લેખ છે. સૂત્ર ૧૭૮, પૃ. ૯૬
અહીં જંબુદ્વીપ, મેરૂપર્વતનો ઉલ્લેખ છે. એંસી ઉત્તર યોજન શતસહસ્ત્ર, યોજનસહસ્ત્ર, અટ્ટોત્તેર યોજન શતસહસ્ત્ર, ચુંમાલીસ ભવનાવાસ શતસહસ્ત્ર(એ) ગણિતેય શબ્દોનો ઉપયોગ છે. આ પ્રમાણે ૧૭૯, ૧૮૦, ૧૮૨, ૧૮૪ ઈત્યાદિ . સૂત્રોમાં ઉપયોગ થયો છે. લોકના અસંખ્યાતમાં ભાગ (શબ્દ) પણ વિચારણીય છે. સૂત્ર ૧૮૯-૧૯૨, પૃ. ૧૦૦-૧૦૧
આ સૂત્રોમાં દાલમિક સંકેતના વાળી સંખ્યાઓનું કથન છે. સૂત્ર ૨૦૧, પૃ. ૧૦૫
આ સૂત્રમાં દાલમિક સંકેતનાની સાથે ગુણનરૂપ રાશિઓ નિરૂપિત છે. જેમકે - ચોસઠ હજારના ચારગણા વગેરે. સૂત્ર ૨૦૪, પૃ. ૧૦૮-૧૦૯
અહીં સંખ્યાઓ દાલમિક સંકેતનામાં છે. જેમકે - છ સો પંચાવન કરોડ પાંત્રીસ શતસહસ્ત્ર.
અહીં ઉપકારિકાલયનનો આયામ-વિઝંભ સોળ હજાર યોજન છે તથા એની પરિધિ પચાસ હજાર પાંચસો સંતાણું યોજનમાં કંઈક ઓછી આપવામાં આવી છે. અહીં પણ અનુમાનતઃ માન (પ્રમાણ) આપવામાં આવ્યું છે. જે જ ને
અથવા V૧૦ લઈને કાઢવામાં આવ્યું છે. આ પ્રમાણે ૧OO૦ x ૩.૧૬૨૨૭ = ૫૦.૫૯૬૩૨ x ૧OOO અથવા ૫૦૫૯૬.૩૨ થાય છે. જે ૫૦૫૯૭થી કંઈક ન્યૂન (ઓછું) છે.
ભૂમિતેય આકૃતિઓમાં શ્રેષ્ઠવજ અને મહામુકુંદ સંસ્થાન છે. સૂત્ર ૨૦૫, પૃ. ૧૦૯-૧૧૩
- અહીં પણ અનેક સંખ્યાઓ દામિક સંકેતનામાં આપવામાં આવી છે. અહીં જે આકૃતિનો વિખંભ મૂળમાં એક હજાર બાવીસ યોજન આપવામાં આવ્યો છે. એની મૂળમાં પરિધિ ત્રણ હજાર બસો બત્રીસ યોજનથી કંઈક ઓછી દર્શાવવામાં આવી છે. આ અનુમાન છે. કારણ નું માન V૧૦ લેવાથી -
૧૦૨૨ ૪ ૩.૧૬૨૨૭ = ૩૨૩૧.૮૩૯૯૪ આવે છે. એટલે આ માન ૩૨૩૨ થી કંઈક ઓછું છે.
આ પ્રમાણે રાજધાની એક લાખ યોજન લાંબી પહોળી છે. એની પરિધિ પણ ત્રણ લાખ સોળ હજા૨ બસો સત્તાવીશ યોજન, ત્રણ કોશ, એકસો અઠ્ઠાવીસ ધનુષ્ય, તેર આંગળ તથા અડધો આગળથી કંઈક વધુ કહેવામાં આવી છે. જે સૂત્ર ૧૫૮ને અનુસાર જ છે. અહીં પણ 1 = V૧૦ અનુમાનત: ૩.૧૬૨૨૭ લેવાથી ઉક્ત માન સ્પષ્ટ થઈ જાય છે.
આ પ્રમાણે જે રાજધાનીનો આયામ વિષ્કભ ચોરાશી હજાર યોજનનો છે. એની પરિધિ બે લાખ પાંસઠ હજાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org