SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ છસો બત્રીસ યોજનથી કંઈક વધુ બતાવવામાં આવી છે. અહીં પણ દ = V૧૦ = ૩.૧૬૨૨૭ લેવાથી ૮૪૦૦૦ X ૩,૧૬૨૨૭ = ૨૫૬૩૦.૬૮ (આવે છે). અહીં એ જ્ઞાત નથી કે - ઉપર્યક્ત માન કેવી રીતે પ્રાપ્ત કરવામાં આવ્યું છે. ત્યાં બત્રીશની જગ્યાએ ત્રીસ (નો અંક) હોવો જોઈએ. સૂત્ર ૨૦૬, પૃ. ૧૧૩ અહીં ગણિતેય શબ્દ સાગરોપમ (શબ્દ) ધ્યાન આપવા યોગ્ય છે. ઉપમા પ્રમાણની એ કાળ–સમયોની રાશિ છે. જે અહીં (ની) સ્થિતિ નિર્દેશિત કરી રહી છે. જુઓ વિ.પ્ર.પ્ર.૨૫૨ શ્વેતાંબર પરંપરા તથા દિગંબર પરંપરામાં એનું માન (પ્રમાણ) આપવામાં આવ્યું છે. એનો સંબંધ પલ્યોપમકાળ રાશિ સાથે છે. સૂત્ર ૨૩૯, પૃ. ૧૨૮-૧૨૯ એમાં પણ લોકના અસંખ્યાતમા ભાગનું કથન છે. સૂત્ર ૨૪૨, પૃ. ૧૩૦ ઉપરોક્ત સત્રની જેમ અહીં પણ લોકના અસંખ્યાતમા ભાગનું કથન છે. એ પ્રમાણે સૂત્ર ૨૪૨, ૨૪૮, ૨૫૧, ૨૫૨, ૨૫૪, ૨૫૮માં એ પ્રકારનું કથન છે. : તિર્યલોક (મધ્યલોક) સંબંધી ગણિતય વિવરણ : સૂત્ર ૨૦, પૃ. ૧૩૮ - તિર્યફ લોકનું ક્ષેત્રલોક અસંખ્યય પ્રકારનું કહેવામાં આવ્યું છે. એ અભિપ્રાય સંબૂઢીપથી આરંભી સ્વયંભૂરમણ સમુદ્ર પર્યંતના ક્ષેત્રલોકના ઉદાહરણ (તરીકે) આપવામાં આવ્યો છે. સૂત્ર ૨૬૧, પૃ. ૧૩૮ અહીં ભૂમિતેય રૂપથી તિર્યલોક-ક્ષેત્રલોકના આકાર ઝાલર (જેવો) કહેવામાં આવ્યો છે. સૂત્ર ૨૬૨, પૃ.૧૩૮-૧૩૯ તિર્યકુલોકનો મધ્યભાગ આઠ પ્રદેશોનો રૂચક પ્રદેશ કહેવામાં આવ્યો છે. ભૂમિતેય રૂપથી દશ દિશાઓ એમાંથી નીકળે છે. સૂત્ર ૨૬૪, પૃ. ૧૪૦-૧૪૧ તિર્યલોકમાં અસંખ્ય દ્વીપ સમુદ્ર, વૃત્ત (ગોળ) સંસ્થાનવાળા જંબૂદ્વીપથી આરંભી સ્વયંભૂરમણ સમુદ્ર સુધી બતાવવામાં આવ્યા છે. આગળ આગળના વૃત્ત સંસ્થાન (આકાર) પાછળ પાછળ વૃત્ત સંસ્થાનોથી બેગણા વિસ્તારવાળા છે. અહીં ગુણશ્રેણી બને છે. જયાં ગુણકાર ૨ થાય છે. જંબુદ્વીપનો વિસ્તાર એનો મુખ્ય કે પ્રથમ પદ આદિ બને છે. આ ગુણશ્રેણી અસંખ્ય પદવાળી કે ગચ્છવાળી હોય છે. જંબૂદ્વીપનો આયામ-વિઝંભ એક લાખ યોજન લઈને એની પરિધિ ત્રણ લાખ સોળ હજાર બસો સત્તાવીશ યોજન, ત્રણ કોસ, અઠ્ઠાવીસ ધનુષ, તેર આંગળ અને અડધો આંગળથી કંઈક અધિક બતાવવામાં આવી છે. અહીં પણ નું માન V૧૦ અથવા અનુમાન રૂપે ૩.૧૬૨૨૭નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રકારની ગણના ૧૦OOOO X ૩.૧૬૨૨૭ને લઈને વિભિન્ન અંતર એકાઈઓને અહીં પ્રાપ્ત કરવામાં આવી છે. પૂર્વોલ્લિખિત ડૉ. આર.સી. ગુપ્તાનો લેખ જુઓ. અહીં ભૂમિતેય રૂપથી જંબુદ્વીપની સ્થિતિ દ્વીપ-સમુદ્રોની અંદર બધાથી ક્ષુદ્ર (નાના) રૂપમાં વિભિન્ન પ્રકારની ઉપમા દ્વારા વૃત્ત સંસ્થાન રૂપમાં છે. સૂત્ર ૨૬૯, પૃ. ૧૪૩ જંબૂદ્વીપની સ્થિતિ દીપ- સમુદ્રોની સર્વાત્યંતર બતાવવામાં આવી છે. વળી એને બધાથી નાનો તથા પૂર્વોક્ત આયામ-વિખંભ તેમજ પરિધિવાળો બતાવવામાં આવ્યો છે. સૂત્ર ૨૭૦, પૃ. ૧૪૩-૧૪૪ બુદ્વીપની ઊંડાઈ એક હજાર યોજન તથા ઊંચાઈ નવાણું હજાર યોજનથી કંઈક અધિક છે. આ પ્રકારે કુલ પરિમાણ એક લાખ યોજનથી કંઈક અધિક બતાવવામાં આવ્યું છે. એવું પ્રતીત થાય છે કે જાણે કે ઊંડાઈનો સંબંધ ભૂગોળ સાથે હોય અને ઊંચાઈનો સંબંધ જ્યોતિષ કે ખગોલ સાથે સ્થાપિત કરવામાં આવ્યો હોય જો ભૂગોલ સંબંધી નાપ માટે ૧ યોજન (બરાબર) ૪ કોશ ગણવામાં આવે અને ૧ કોશ ને બે માઈલ ગણવામાં આવે તો ઊંડાઈ ૮૦૦૦ માઈલ પ્રાપ્ત થાય છે જે આજના પૃથ્વીના આનુમાનિક રૂપનો વ્યાસ (હોવાનું) પ્રતીત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy