SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૯૩, પૃ. ૪૫ અબાધા અન્તર શબ્દ ગણિતીય છે. સૂત્ર ૧૧૪, પૃ. ૫૪. અહીં કોસ શબ્દનો ઉપયોગ થયો છે જે ગણિતીય છે. સૂત્ર ૧૧૬, પૃ. ૫૫ - વલય, વલયાકાર, સંપરિધિ ગણિતીય શબ્દ છે. સૂત્ર ૧૨૩, પૃ. ૫૭ અહીં એસ્સીઉત્તરશતસહસ્ત્ર તથા અસંખ્ય યોજન શતસહસ્ત્રનો ઉપયોગ દાલમિક સંકેતનામાં થયો છે. આ પ્રમાણે બત્રીસઉત્તરયોજન શતસહસ્ત્ર તથા બાવન ઉત્તર યોજન શતસહસ્ત્ર દામિક સંકેતનામાં છે. ઈત્યાદિ સૂત્ર ૧૨૪, પૃ. ૬૦. બહુમધ્ય દેશભાગ ભૂમિતેય શબ્દ છે. સૂત્ર ૧૨૭, પૃ. ૬૧ અહીં આગમિક વિશેષ અર્થ સૂચક શબ્દ ચરમ, અચરમ અનન્ત પ્રદેશ છે. સૂત્ર ૧૨૮, પૃ. ૬૨ અહીં અલ્પબહત્વ ગણિતનો ઉપયોગ છે, જે અચરમાદિ પદો સાથે સંબંધિત છે. સૂત્ર ૧૩૦, પૃ. ૬૩ અહીં દ્રવ્ય અને કાળની અપેક્ષાએ નિરૂપણ છે તથા અહીં નવો શબ્દ પર્યવ છે. અનન્તાત્મક ગણિતીય પ્રતિબોધથી અને વિભિન્ન ગુણ વિષયની પર્યાયો સાથે સંબંધિત કર્યો છે. ગુરુ લઘુ તથા અગુરુલઘુ પર્યાયોનું અનન્તત્વ બતાવવામાં આવ્યું છે. સૂત્ર ૧૩૨, પૃ. ૬૫ અહીં વૈજ્ઞાનિક શબ્દ ગુરૂલઘુ તેમજ અગુરુલઘુ છે. એનો ઉપયોગ અવકાશ અંતરમાં થયો છે જે મહત્વપૂર્ણ છે. સૂત્ર ૧૩૩-૧૪૨, પૃ. ૬૫-૭૨ અહીં સમુદ્દઘાત શબ્દ કર્મવિજ્ઞાનરૂપ છે. અહીં દાલમિક સંકેતનાનો પ્રયોગ કરીને સંખ્યાઓને નિર્દેશિત કરે છે. સૂત્ર ૧૫૪, પૃ. ૭૪ એમાં પણ દારામિક સંકેતનાનો પ્રયોગ છે જ, તે સાથે જ ટિપ્પણમાં આવલિકા શબ્દનો ઉપયોગ થયો છે આવલિકા પ્રવિષ્ટ અને આવલિકાબાહ્ય શબ્દ વિચારણીય છે. સૂત્ર ૧૫૬, પૃ. ૭૮ અહીં સંખ્યય, અસંખ્યય, વિસ્તાર, આયામ, વિખંભ તથા દાલમિક સંકેતનાનો ઉપયોગ છે. નવીન શબ્દ ધનુષ, અંગુલ છે. એવો જ ઉપયોગ (પ્રયોગ) સૂત્ર ૧૫૮, પૃ. ૭૯ પર થયેલો છે. સૂત્ર ૧૫૧, પૃ. ૭૧ એનું ટિપ્પણ ૧ અને ૨ દૃષ્ટવ્ય છે. જેમાં દેવગતિ પ્રમાણ (તરીકે) લઈને આયામ-વિખંભનું તુલનાત્મક વિવેચન છે. જુઓ જી.આર, જૈન કાસ્નાલાજી, ઓલ્ડ એન્ડ નિઉ, ઈન્દૌર પૃ. ૧૧૭, ૧૯૪૨ કોલબુક તેમજ મુનિ મહેન્દ્રકુમાર દ્વિતીયની વ્યાખ્યા માટે જુઓ વિ.પ્ર.પૃ. ૧૧૩ વગેરે. આ સૂત્રમાં વૃત્તનો આયામ-વિખંભ, જંબૂદ્વીપના સંબંધે એક લાખ યોજન આપવામાં આવ્યો છે. એની પરિધિ ત્રણ લાખ સોળ હજાર બસો સત્તાવીશ યોજન, ત્રણ કોશ, એક સો અઠ્ઠાવીસ ધનુષ, તેર આંગળ અને અડધો આગળ થી કંઈક વધુ બતાવવામાં આવી છે. પરંતુ તિલોયપષ્ણત્તિ ભાગ ૧, મહાધિકાર ૪, ગાથા પ૦-પપમાં જંબૂદ્વીપની પરિધિ ત્રણ લાખ સોળ હજાર બસો સત્તાવીસ યોજન, ત્રણ કોસ, એકસો અઠ્ઠાવીસ ધનુષ, કિકૂ અને હાથના સ્થાનમાં શૂન્ય, એક વિતસ્તિ, પાદના સ્થાનમાં શૂન્ય, એક આંગળ પાંચ જ, એક યૂક, એક લીખ, કર્મભૂમિના છ વાળ, જઘન્ય (ન્યૂનતમ) ભોગભૂમિના વાળોના સ્થાનમાં શૂન્ય, મધ્યમ ભોગભૂમિના સાત બાલાઝ, ઉત્તમ ભોગભૂમિના પાંચ બાલાઝ, એક રથરેણુ, ત્રણ ત્રસરેણુ, ગુટરેણુના સ્થાને શૂન્ય, બે સન્નાસન, ત્રણ અવસન્નાસન અને તેવીસ હજાર બસો તેર અંશ તથા એક લાખ પાંચ હજાર ચારસો નવ ભાગહારવાળા પ્રમાણ અનન્તાનન્ત પરમાણું નિર્દેશિત કરે છે. આ ગણત્રીને 1 નું નામ V૧૦ લઈને ડૉ. આર.સી. ગુપ્તા એ IJHSમાં (પ્રકાશિત થયેલ) શોધલેખ "Gupta R.C., Circumference of the Jambudvipa in Jaina Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy