SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ધન ૨૭ ૪૫ રેખા આયાત ૧૫ સમાન્તર ફલક સૂત્ર ૫૪, પૃ. ૨૪ ખગોલ વિષયક સામગ્રીમાં રૂપી તેમજ અરૂપી અજીવ છે. એનાં દેશ તેમજ પ્રદેશ ઉલ્લેખિત છે. વિજ્ઞાન વિષયક શબ્દ સ્કંધ, સ્કંધદેશ, સ્કંધપ્રદેશ તેમજ પરમાણુ પુદ્ગલ છે. પ્રદેશ, દેશની પરિભાષાને માટે જુઓ જૈ. લ. પૃ. ૭૬૧ સૂત્ર ૫૮, પૃ. ૨૭ ત્રણ ભંગ સંચય ગણિતનું રૂપ છે. એ પ્રમાણે ભંગની સામગ્રી સૂત્ર ૫૭ સુધી ઉલ્લેખિત છે. એમાં સુત્ર પ૭માં મધ્યમ ભંગ, પ્રથમભંગ બાકીના ભંગ દષ્ટવ્ય છે. અધાસમય શબ્દ પણ વિચારણીય છે. જુઓ જૈ. લ. પૃ. ૩૪ સૂત્ર ૬૦, પૃ. ૨૯ અહીં અલ્પબકત્વ (comparability) ગણિતીય વિધિનું ઉદાહરણ છે. જે લોકના એક આકાશ પ્રદેશમાં જીવો. અને જીવ પ્રદેશોથી સંકળાયેલ છે. અહીં ગણિતીય શબ્દ જધન્યપદ, અલ્પ, અસંખ્યગુણ, ઉત્કૃષ્ટપદ અને વિશેષાધિક છે. સૂત્ર ૬૧, પૃ. ૨૯ એમાં ગણિતીય શબ્દ ઊર્ધ્વ, પશ્ચિમી, ઉત્તરી, અધ:, ચરમ, અંત, પ્રદેશ, દેશ અને ભંગ છે. સૂત્ર ૬૨, પૃ. ૩૧ અહીં ગણિતીય શબ્દ સંખ્યામાં ભાગ, અસંખ્યાતમા ભાગ, સંપૂર્ણ લોક, સંખેય ભાગો, અસંખ્યય ભાગો છે. આ પ્રકારના શબ્દ આગળ આપેલ ગાથાઓમાં દષ્ટવ્ય છે. દેશનૂન શબ્દ પણ મહત્ત્વપૂર્ણ છે. અહીં આનુપૂર્વી, અનાનુપૂર્વી તેમજ અવક્તવ્ય શબ્દ પણ વિજ્ઞાન ગણિત સાથે સંકળાયેલ છે. સૂત્ર ૬૮, પૃ. ૩પ - એમાં મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક શબ્દ સ્પર્શના છે જે ગણિત સાથે સંબંધિત છે. : ક્ષેત્રલોક અંગેનું ગણિતીય વિવરણ : સૂત્ર ૬૯-૭૦, પૃ. ૩૬ ત્રણ પ્રકારના લોક ક્રમશઃ અધોલોક, તિર્યલોક, ઊર્ધ્વલોક ભૂમિતેય શબ્દ છે. જે પૂર્વનુપૂર્વી તેમજ પશ્ચિમનુપૂર્વી વડે કહેવાયેલ છે. અન્ય ગણિતીય શબ્દ ગચ્છ, અન્યોન્યાભ્યાસ, ન્યૂન રહિત છે. અનાનુપૂર્વી એકોત્તરિક શબ્દ પણ ગણિતીય અભિપ્રાય યુક્ત છે. : અધોલોક અંગેનું ગણિતીય વિવરણ : સૂત્ર ૮૨, પૃ. ૪૧ આ સૂત્રમાં દાલમિક સંકેતનામાં (દશાંશ ચિન્ડમાં) પૃથ્વીઓની જાડાઈ (મોટાપણું) બતાવવામાં આવી છે. અહીં યોજનનો પણ ઉલ્લેખ છે. બાહલ્ય શબ્દ ગણિતીય છે. સૂત્ર ૮૩, પૃ. ૪૧ અહીં ભૂમિતેય શબ્દ આયામ, વિખંભ તથા પરિધિ છે. એક વિશેષ શબ્દ અસંખ્ય સહસ્ત્ર યોજન છે. સહસ્ત્રની સાથે અસંખ્યનો પ્રયોગ અલગ જુદો જ છે. અસંખ્ય યોજન સહસ્ત્ર લખવામાં આવ્યું છે. સૂત્ર ૮૬, પૃ. ૪૨ અહીં ગણિતીય શબ્દ વિસ્તાર, બાહલ્ય, તુલ્ય, વિશેષાધિક, સંખ્યયગુણ, સંખ્યયગુણહીન છે. સૂત્ર ૮૭, પૃ. ૪૩ ગણિતીય શબ્દ સંસ્થાન ઝલ્લર છે. સૂત્ર ૮૮, પૃ. ૪૩ અહીં લિય (સ્વાતુ કે કથંચિત કદાચ) શબ્દ દાર્શનિક છે. સૂત્ર ૯૦, પૃ. ૪૪ અહીં ઘનોદધિ, ઘનવાત, તેનુવાત ખગોલ સંરચના સાથે સંબંધિત છે. સૂત્ર ૯૧, પૃ. ૪૪ આ સૂત્રમાં અનેક શબ્દ ગણિતેય છે. ક્ષેત્ર-છેદ, પરિમંડળ, વૃત્ત, વ્યસ્ત્ર, ચતુરસ્ત્ર, આયત, અન્યોન્ય, બદ્ધ, અવગાઢ, પ્રતિબદ્ધ, પ્રથિત, છિદ્યમાન શબ્દ પ્રયુક્ત થયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy