________________
જ્યાં સુધી બાદર વિદ્યુત, બાદર સ્વનિત શબ્દ હોય, ઔદારિક વાદળ ઉત્પન્ન થાય છે અને વર્ષા કરે છે. ખાન, નદી, કૂપ (કૂવો) આદિ છે. ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, ચંદ્ર સૂર્ય પરિષદ, પ્રતિચંદ્ર, પ્રતિસૂર્ય, ઈન્દ્ર, ધનુષ્ય, જલ, મસ્ય કપિઉસિત (કપિ) (વાંદરા)ના હાસ્યસમાન મેઘગર્જના) ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાઓનું અભિગમન-નિર્ગમન, વૃદ્ધિ- નિવૃદ્ધિ-અપરિવર્તિત સંસ્થાન- સંસ્થિતિ (હોય) છે. ત્યાં સુધી લોક છે. અર્થાતુ (મનુષ્ય) લોકની મર્યાદા છે.
— — — — — — ( અલોકપ્રજ્ઞપ્તિ : સુત્ર ૧૩૦૯ - ૧૩૮૯ પૃ. ૪૦૦-૪૦૯ )
– – – – –– સામાન્યથી અલોક એક છે અને દ્રવ્યથી અલોકમાં જીવ, અજીવ અને જીવાજીવ દ્રવ્ય નથી પરંતુ અજીવનો એક દેશ છે. અગુરુલઘુ છે. અનન્ત અગુરુલઘુ ગુણોથી યુક્ત છે. અનંત ભાગ ઓછું પૂર્ણ આકાશ છે. કાળથી અલોક નિત્ય, ત્રિકાળ સ્થાયી છે. ભાવથી અલોક અરૂપી છે. વર્ણાદિ પર્યાયો નથી થાવત્ ન અગુરુલઘુ પર્યાયો છે.
અલોકનું સંસ્થાન (આકાર) પોલા ગોળા જેવો છે. અલોકાકાશમાં જીવ, જીવદેશ, જીવપ્રદેશ, અજીવ, અજીવ દેશ, અજીવ પ્રદેશ નથી, પરંતુ એક અજીવ દ્રવ્ય દેશ છે. અગુરુલઘુ છે.
અલોકની વિશાળતાને માટે ઉપમા દ્વારા આ પ્રમાણે જાણવું જોઈએ કે - જંબૂદ્વીપના મંદર પર્વતની ચૂલિકાને ચારે બાજુથી ઘેરીને દસ મહર્થિક મહાસુખી દેવ ઊભા હોય અને નીચે આઠ દિકકુમારીઓ આઠ બાલિપિંડ લઈને માનુષોત્તર પર્વતની ચારે દિશાઓ અને ચાર વિદિશાઓમાં બહારની તરફ મુખ રાખીને ઊભી હોય અને પોતપોતાનો બાલિપિંડ ફેંકે. આ દસેય દેવોમાંથી એક-એક ચાર દિશાઓમાં ચાર વિદિશાઓમાં અને ઉપર નીચે જાય.
એ સમયે એક લાખ વર્ષની આયુષ્યવાળો બાળક ઉત્પન્ન થાય. બાલકના માતા-પિતાનું મૃત્યુ થઈ ગયુ, તે અને તેમની સાત પેઢી સમાપ્ત થઈ ગઈ પરંતુ તે દેવો અલોકનો અંત પામી શક્યો નહી. એ દેવો દ્વારા ગત અલોક અધિક નહી પરંતુ અગત અલોક વધુ છે. અગત અલોકથી ગત અલોક અનન્ત ગુણો અધિક છે અને ગત અલોક અંગત અલોકનો અનત્તમ ભાગ છે.
અલોક ફક્ત આકાશાસ્તિકાયના દેશ અને પ્રદેશોથી સ્પષ્ટ છે. અન્ય કોઈથી સ્પષ્ટ નથી અને ઈષપ્રાગભારા પૃથ્વીનો અવ્યવહિત અન્તર દેશોન યોજનાનું છે.
--- - - - - - - - — — — — — — — — — — — — — — — — ( લોકાલોક પ્રજ્ઞપ્તિ - સાર સંક્ષેપઃ સૂત્ર ૧૩૯૦ થી ૧૩૯૯ પૃ. ૪૧૦-૪૧૬ )
લોકના બાહર જીવ અને પુદ્ગલોનું ગમન ન કરવાના કારણે અને અલોકમાં દેવ વડે હાથ આદિ પ્રસારી ન સકવાના કારણે ગતિના અભાવથી, ગતિ સહાયક ધર્માસ્તિકાયના અભાવથી, રુક્ષતા થવાથી અને લોક સ્વભાવ જ એવા હોવાથી જીવાદિનું લોક બહાર ગમન નથી થતું અને પુદ્ગલોના સહયોગથી જીવો અને અજીવોની ગતિ થાય છે પરંતુ અલોકમાં ન જીવ છે અને ન અજીવ છે. એટલે દેવ અલોકમાં હાથ આદિ પ્રસારવા માટે અસમર્થ છે.
આકાશાસ્તિકાયના બે ભેદ છે - લોકાકાશ અને અલોકાકાશ, લોકાકાશમાં જીવ, જીવદેશ, જીવપ્રદેશ, અજીવ, અજીવ દેશ, અજીવ પ્રદેશ છે. જીવ દેશ અને પ્રદેશ એકેન્દ્રિયથી લઈ અનિન્દ્રિય પર્યન્ત છે. રૂપી અજીવ તો સ્કન્ધ, સ્કન્ધ દેશ, સ્કન્ધ પ્રદેશ અને પરમાણુ પુદ્ગલ એ ચારેય છે અને અરૂપી અજીવમાં ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય પ્રદેશ એ પ્રકારે અધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય પ્રદેશ તથા અદ્ધા સમય આ બધાનો સમુદાય જ લોક છે.
આ લોક નિશ્ચિતરૂપથી અનેક અચરિમ, ચરિમ છે. ચરિમાન્ત પ્રદેશ અને અચરિમાંત પ્રદેશ છે અને અલોક નિશ્ચિત રૂપથી અચરિમ છે, અનેક અચરિમ છે, ચરિમાંત પ્રદેશ છે, અચરિમાંત પ્રદેશ છે. લોક, અલોક અને લોકાળોકના ચરિમાદિ પદોમાં દ્રવ્ય, પ્રદેશ અને દ્રવ્યપ્રદેશ આ ત્રણ અપેક્ષાએ અલ્પ-બહુત્વ છે.
રોહા અણગારના પ્રશ્નોનું સમાધાન કરતા એવું ભગવાને બતાવ્યું છે - આ લોક અલોક પહેલા પણ છે અને પાછળથી પણ છે. એ અનાનુપૂર્વી છે. શાશ્વત છે. એવા પ્રકારે લોકાન્ત, અલોકાન્ત, લોકાન્ત અને સપ્તમ અવકાશાન્તરથી લઈને કાળ પર્વતની શાશ્વતત્તા માટે જાણવું જોઈએ.
- - - - --- - - - - - - - - - - - - - - ( માપ નિરપણ – સારાંશ : સૂત્ર ૧૪૦૦ થી ૧૪૧૦ પૃ. ૪૧૦-૪૨૮ )
— — — — ——— ——— — — માપનો સંબંધ ક્ષેત્ર સાથે છે, એટલે ક્ષેત્રના આધારે પણ માપના પ્રકારોનું વર્ણન કરવામાં આવે છે. ક્ષેત્ર પ્રમાણ બે પ્રકારના હોય છે. પ્રદેશ નિષ્પન્ન અને વિભાગ નિષ્પન્ન. એક પ્રદેશાવગાઢ, બે પ્રવેશવગાઢ યાવત અસંખ્યાત પ્રદેશાવગાઢ પ્રદેશ નિષ્પન્નક્ષેત્ર પ્રમાણે છે તથા વિભાગ નિપન્ન અનેક પ્રકારના છે. જેમકેઆંગળ, વિતસ્તિ રત્નિ, કુક્ષી, ધનુષ્ય, ગાઊ, યોજન, શ્રેણી, પ્રતર, લોક અલોક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org