________________
પ્રત્યેક પક્ષમાં પંદર દિવસ તિથિ અને પંદર રાત્રિ તિથિ હોય છે. દિવસ તિથિઓના નામ આ પ્રમાણે છે૧. નંદા, ૨. ભદ્રા, ૩. જયા, ૪. તુચ્છા, ૫. પૂર્ણા. તે પછી ૬ થી ૧૦ અને ૧૧ થી ૧૫ સુધીની તિથિઓના નામ એજ પ્રમાણે જાણવા જોઈએ.
રાત્રિ તિથિઓના નામ - ૧. ઉગ્રવતી, ૨. ભોગવતી, ૩. યશવતી, ૪. સર્વસિદ્ધા, ૫. શુભનામા અને અનન્તર એના ક્રમ નામોવાળી પાંચ અને ફરીથી એના ક્રમ નામોવાળી પાંચ તિથિઓ છે. બધી મળીને પંદર હોય છે.
સૂર્ય શ્રાવણ સુદ સાતમના દિવસે સત્તાવીસ આંગળની પોષી છાયા કરીને દિવસ ક્ષેત્રની તરફ આવતો એવો અને રજની ક્ષેત્ર તરફ આગળ વધતો એવો સંચરણ કરે છે. તે રજનીકાળની અભિવૃદ્ધિ તિથિ છે.
કરણ અગિયાર છે - ૧. બવ, ૨. બાલવ, ૩. કોલવ, ૪. સ્ત્રી વિલોચન, ૫. ગરાદિ, ૬. વણિજ, ૭. વિષ્ટી, ૮. શકુની, ૯. ચતુષ્પાદ, ૧૦. નાગ, ૧૧. કિન્તુષ્મ. એમાંથી પ્રારંભના સાત કરણ ચર અને અંતના ચાર કરણ સ્થિર છે. શુકલપક્ષ અને કૃષ્ણપક્ષની તિથિઓ અને દિવસ- રાત્રિમાં બન્ને પ્રકારના કરણ હોય છે.
ઋતુઓ છ છે – ૧. પાવસ, ૨. વર્ષા, ૩. શરદ, ૪. હેમન્ત, ૫. વસન્ત, ૬. ગ્રીષ્મ. એ પ્રત્યેક ઋતુઓ બે-બે માસની હોય છે અને અહોરાત્રની અપેક્ષા ઓગણસાઈઠ- ઓગણસાઈઠથી કંઈક અધિક અહોરાત્રની હોય છે. તથા ઋતુ સંવત્સર ત્રણસો ચોપન દિવસનો હોય છે.
જંબુદ્વીપમાં મન્દર પર્વતથી દક્ષિણાર્ધમાં વર્ષનો પ્રથમ સમય હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ પ્રથમ સમય હોય છે અને પૂર્વ-પશ્ચિમમાં અનન્તર બીજા સમયમાં વર્ષાનો પ્રથમ સમય હોય છે.
મંદર પર્વતની પૂર્વમાં વર્ષાનો પ્રથમ સમય હોય છે ત્યારે પશ્ચિમમાં વર્ષાનો પ્રથમ સમય હોય છે. અને ઉત્તર-દક્ષિણમાં અનન્તર બીજા સમયમાં વર્ષાનો પ્રથમ સમય હોય છે. આ પ્રકારે આવલિકા વગેરેથી ઉત્સર્પિણી પર્યત જાણવું જોઈએ.
જબૂદ્વીપ તથા ધાતકીખંડ દીપ અને પુષ્કરવર દ્વીપાર્ધના દેવકુર અને ઉત્તરકુરુના મનુષ્ય સદેવ સુષમ-સુષમા કાળનો અનુભવ કરે છે.
જંબદ્રીપ તથા ધાતકીખંડ દ્વિીપ અને પુણ્ડરવર દ્વીપાધના પૂર્વાર્ધ અને પશ્ચિમાઈના હરિવર્ષ અને રમ્યફવર્ષ ક્ષેત્રના મનુષ્ય સદૈવ સુષમકાળનો અનુભવ કરે છે.
જંબુદ્વીપ તથા ધાતકીખંડ દ્વીપ અને પુષ્કરવરાર્ધ દ્વીપના પૂર્વાર્ધ તેમજ પશ્ચિમાધના હૈમવત અને હૈરણ્યવત ક્ષેત્રના મનુષ્ય સદૈવ સુષમ-દુષમ કાળનો અનુભવ કરે છે.
જંબુદ્વીપ અને ધાતકીખંડ દ્વીપ તેમજ પુષ્કરવરાર્ધ દ્વીપના પૂર્વાર્ધ અને પશ્ચિમાધના પૂર્વ વિદેહ અને પશ્ચિમ વિદેહ ક્ષેત્રોના મનુષ્ય સદા દુષમ-સુષમ કાળનો અનુભવ કરે છે.
જંબુદ્વીપના ભરત અને ઐરાવત આ બન્ને ક્ષેત્રોના મનુષ્ય છયે પ્રકારના કાળનો અનુભવ કરે છે. આ પ્રકારે ઘાતકીખંડ દ્વીપ અને પુણ્ડરવર દ્વીપાધના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્યના ક્ષેત્રને માટે જાણવું જોઈએ.
આ અસંખ્ય પ્રદેશી લોકમાં અનંત રાત્રિ-દિવસ ઉત્પન્ન થયેલા છે, થાય છે અને થશે તેમજ પરિમિત રાત્રિ-દિવસ ઉત્પન્ન થયેલા છે, થાય છે અને થશે. આ પ્રકારે નષ્ટ માટે પણ જાણવું જોઈએ.
• લોક શાશ્વત, અનાદિ, અનંત, પરિમિત તથા અલોક વડે ઘેરાયેલ છે. એ નીચે વિસ્તીર્ણ. મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપરમાં ઊર્ધ્વ મૃદંગાકાર છે. એમાં અનંત જીવ સમૂહ ઉત્પન્ન થઈ-થઈને વિલીન થાય છે. એ લોક ભૂત, ઉત્પન્ન, વિગત અને પરિણત છે. અજીવોના પરિણમન ધર્મથી નિશ્રિત થાય છે અને જે પ્રમાણ દ્વારા જાણી શકાય તે લોક છે એટલે અસંખ્ય લોકમાં અનંત રાત્રિ-દિવસ ઉત્પન્ન થયા આદિનું કથન' કર્યું છે.
(મનુષ્ય) લોકનું રૂપ કેવું છે ! એના સમાધાન માટે કહેવામાં આવ્યું છે -
જ્યાં માનુષોત્તર પર્વત, વર્ષ (ક્ષેત્ર), વર્ષધર પર્વત, ગૃહ, ગૃહ પંક્તિ, ગામ યાવતુ રાજધાનીઓ છે ત્યાં સુધી એ મનુષ્યલોક છે. મનુષ્યલોક અત્તરનો દ્યોતક એ ક્ષેત્ર વિશેષ છે.
પ્રકારાન્તરથી મનુષ્યલોક એને જાણવો જોઈએ. જેમાં અતુ, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ, ચારણ, વિદ્યાધર, શ્રમણ - શ્રમણીઓ, શ્રાવક-શ્રાવિકાઓ, પ્રકૃતિભદ્ર અને વિનીત મનુષ્ય છે.
. ઉપરાત સમય, આવલિકા, આનપ્રાણ આદિથી લઈને પલ્યોપમ, સાગરોપમ, અવસર્પિણી. ઉત્સર્પિણી આદિ કાળ વિભાગ પ્રચલિત હોય તે લોક કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org