SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગોમાંથી અઢાર ભાગ હોય છે તથા માસમાં મુહૂર્ત નવસો ઓગણસાઈઠ અને એક મુહૂર્તના બાસઠ ભાગોમાંથી સત્તર ભાગ હોય છે. સંવત્સરમાં અગિયાર હજાર પાંચસો અગિયાર મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠ ભાગોમાંથી અઢાર ભાગ હોય છે. યુગ સંવત્સરના ૧. ચંદ્ર, ૨. ચંદ્ર, ૩. અભિવર્ધિત, ૪. ચન્દ્ર, ૫. અભિવર્ધિતએ પાંચ ભેદ છે. એના બન્ને અભિવર્ધિતોમાં છવીસ-છવીસ પર્વ તથા બાકીના ત્રણમાં ચોવીસ-ચોવીસ પર્વ હોય છે. બધા મળીને પાંચ સંવત્સરમાં એકસો ચોવીસ પર્વ હોય છે. પ્રમાણ સંવત્સરના પાંચ ભેદ છે - ૧. નક્ષત્ર, ૨. ચંદ્ર, ૩. ઋતુ, ૪. આદિત્ય, ૫. અભિવર્ધિત. એજ પ્રકારે લક્ષણ સંવત્સરના ભેદ અને અનેક નામ છે. શનેશ્વર સંવત્સર અઠ્ઠાવીસ પ્રકારના છે અને નામ અભિજિત્, શ્રવણ આદિથી લઈને ઉત્તરાષાઢા પર્યંત નક્ષત્રોના નામો અનુસાર અઠ્ઠાવીસ નામ જાણવા જોઈએ. સંવત્સરના માસોના નામ લૌકિક અને લોકોત્તરના ભેદથી બે પ્રકારના છે. લૌકિક નામ શ્રાવણ, ભાદ્રપદ આદિ અષાઢ સુધી બાર છે અને લોકોત્તર નામ આ પ્રમાણે છે- ૧. અભિનંદન, ૨. સુપ્રતિષ્ઠ, ૩. વિજય, ૪. પ્રીતિવર્ધન ૫. શ્રેયાંસ, ૬. શિવ, ૭. શિશિર, ૮. હિમવાન્, ૯. વસંત, ૧૦. કુસુમ સંભવ, ૧૧. નિદાધ, ૧૨. વનવિરોધી. અષાઢ, ભાદ્રપદ, કાર્તિક, પોષ, ફાલ્ગુન અને વૈશાખ એ છ માસ ઓગણત્રીસ- ઓગણત્રીસ દિવસ-રાત્રિના હોય છે. સંવત્સરોમાં ચંદ્ર, અયનોમાં દક્ષિણાયન, ઋતુઓમાં પાવસ, મહિનાઓમાં શ્રાવણ, પક્ષોમાં કૃષ્ણ, દિવસ-રાત્રિમાં દિવસ, મુહૂર્તોમાં રુદ્ર, કણોમાં બાલવ, નક્ષત્રોમાં અભિજિત્ પ્રથમ છે તથા પંચ સંવત્સરિક યુગમાં અયન દસ, ૠતુઓ ત્રીસ, માસ સાઈઠ, પક્ષ એકસોવીસ, અહોરાત્ર અઢારસોત્રીસ અને મુહૂર્ત ચોપન હજાર નવસો હોય છે. અપૂર્ણ યુગના સત્તરસો એકાવન અહોરાત્ર ઓગણત્રીસ મુહૂર્ત, એક મુહૂર્તના બાસઠ ભાગોમાંથી સત્તાવન ભાગ અને બાસઠમા ભાગના સડસઠ ભાગોમાંથી પંચાવન લઘુતમ ભાગ હોય છે. આડત્રીસ અહોરાત્ર દસ મુહૂર્ત, એક મુહૂર્તના બાસઠ ભાગોમાંથી ચારભાગ તથા બાસઠમા ભાગના સડસઠ ભાગોમાંથી બાર લઘુતમ ભાગ પ્રક્ષિપ્ત કરવાથી પૂર્ણતા પ્રાપ્ત યુગના અહોરાત્ર થાય છે. જેનું પ્રમાણ અઢારસો ત્રીસ અહોરાત્ર થાય છે. અપૂર્ણ યુગમાં ત્રેપન હજાર સાતસો ઓગણપચાસ મુહૂર્ત, એક મુહૂર્તના બાસઠ ભાગોમાંથી સત્તાવન ભાગ અને બાસઠમા ભાગના સડસઠ ભાગોમાંથી મુહૂર્તના પંચાવન લઘુતમ ભાગ અને પરિપૂર્ણ યુગમાં ચોપન હજાર નવસો મુહૂર્ત હોય છે. પરિપૂર્ણ યુગમાં ચોત્રીસ લાખ અડતાલીસ સો બાસઠ મુહૂર્તનો બાસઠમો ભાગ હોય છે. એક યુગમાં બાસઠ અમાસો રાહુ વડે પૂર્ણ રક્ત છે અને બાસઠ પૂર્ણિમાઓ રાહુથી વિરક્ત છે. અમાસથી પૂર્ણિમા અને પૂર્ણિમાથી અમાસ સુધી ચારસો બેતાલીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠ ભાગોમાંથી છેતાલીસ ભાગ જેટલો સમય થાય છે. તથા અમાસથી અમાસ અને પૂર્ણિમાથી પૂર્ણિમા સુધી આઠસો પંચાસી મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠ ભાગોમાંથી ત્રીસ ભાગ જેટલો સમય હોય છે. એક યુગમાં એક સો ચોવીસ પર્વ (હોય) છે. જે પૂર્ણ રૂપમાં રક્ત-વિરક્ત છે. નક્ષત્ર માસ સત્તાવીસ અહોરાત્રનો હોય છે અને મુહૂર્તોની હાનિ-વૃદ્ધિ આઠસો ઓગણીસ મુહૂર્ત અને એક મુહૂર્તના સાઈઠ ભાગોમાંથી સત્તાવીસ ભાગ જેટલી થાય છે. યામ ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે. પ્રથમ યામ, મધ્યમ યામ અને પશ્ચિમ યામ. પ્રત્યેક દિવસ-રાત્રિ ત્રીસ મુહૂર્ત પ્રમાણ છે. રુદ્ર, શ્રેયાન્, મિત્ર આદિથી લઈને રાક્ષસ પર્યન્ત એના ત્રીસ નામો છે. પ્રત્યેક પક્ષમાં પંદર દિવસ હોય છે. જેના લૌકિક નામ એકમ દિવસ, દ્વિતીયા દિવસ ઈત્યાદિ પંદરસ (પૂર્ણિમા) દિવસ છે અને લોકોત્તર નામ પૂર્વાંગ, સિદ્ધ, મનોરમથી લઈને ઉપશમ સુધી પંદર છે. એવી રીતે રાત્રિઓ પણ પંદ૨ છે. લૌકિક નામ પ્રતિપદા રાત્રિ યાવત્ પંદરમી (અમાસ) રાત્રિ છે તથા ઉત્તમા, સુનક્ષત્રા આદિ દેવાનંદા પર્યન્ત એ લોકોત્તર નામ છે. એ રાત્રિઓમાં તૃતીય પર્વે, સપ્તમ પર્વે, અગિયારમા પર્વે, પંદરમા પર્વે, ઓગણીસમા પર્વે, અવમ રાત્રિઓ (ક્ષય તિથિઓ) અને ચતુર્થ પર્વે, અષ્ટમ પર્વે, બારમા પર્વે, સોળમા પર્વે, વીસમા પર્વે અને ચોવીસમા પર્વે અતિરિક્ત રાત્રિઓ (વૃદ્ધિ-તિથિઓ) હોય છે. એ વિશેષ છે કે - અતિરિક્ત રાત્રિઓ આદિત્ય માસોમાં અને અવમ રાત્રિઓ ચંદ્ર માસોમાં થાય છે. Jain Education International 116 For Private & Personal Use Only www.jaine||brary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy