________________
એમાં માપનું આદ્ય એકમ આંગળ છે. બદ્ધ આત્માંગુલ, ઉત્સેધાંગુલ, પ્રમાણાંગુલ ભેદે ત્રણ પ્રકારના છે. એમાં જે કાળે જે મનુષ્ય ઉત્પન્ન થાય છે તેની પોતાની આંગળી આત્માંગુલ કહેવાય છે. સ્વયં બાર આંગળી પ્રમાણનું એક મુખ. નવ મુખ પ્રમાણનો એક પુરુષ હોય છે. ઉત્તમ પુરુષ ૧૦ આંગળ પ્રમાણ, અધમપુરુષ ૯૬ આંગળ પ્રમાણ અને મધ્યમ પુરુષ ૧૦૪ આંગળ પ્રમાણ ઊંચા હોય છે. માન- ઉન્માન પ્રમાણથીયુક્ત, શંખ સ્વસ્તિક વગેરે લક્ષણ, તેલ વગેરે અનાજ (ચીજ) ગંભીરતા આદિ ગુણોથી યુક્ત હોય તે ઉત્તમ પુરુષ છે. આ આંગળના પ્રમાણથી છઃ આંગળનો પાદ, બે પાદ (બરાબર) એક વિતસ્તિ, બે વિતરિત (બરાબર) એક રત્નિ, બે રત્નિ (બરાબર) એક કુક્ષી. બે કુક્ષી (બરાબ૨) એક દંડ, ધનુષ્ય, યુગ, નાલિકા, અક્ષ, મુસલ (બધા સમાર્થદર્શક) થાય છે. બે હજાર ધનુષ્યનો એક ગવ્યુત અને ચાર ગવ્યુત (ગાઉ)નો એક યોજન થાય છે.
આ આત્માંગુલથી પોત-પોતાના સમયના કૂવા, તળાવ (સરોવર) વાવડી, આરામ (બગીચા) ઉધાન, પથ, (માર્ગ) દ્વાર, રથ, યાન આસન વગેરેના માપ કરવામાં આવતા હતા.
આ આત્માંશુલ ૧. સયંગુલ, ૨. પ્રતરાંગુલ, ૩. ઘનાંગુલ એમ ત્રણ પ્રકારના છે. એક આંગળ લાંબી તથા એક પ્રદેશ પ્રમાણ જાડી પ્રદેશ શ્રેણી સયંગુલ કહેવાય છે. સયંગુલને સયંગુલ વડે ગુણવાથી પ્રતરાંગુલ બને છે. પ્રતરને સયંગુલ વડે ગુણવાથી ઘનાંગુલ બને છે.
પરમાણુ, ત્રણરેણુ, રથરેણુ, બાલાગ્ન, લિક્ષા, યૂકા, યવ આ બધા ઉત્સેધાંગુલ છે. આ બધા ઉત્તરોત્તર ક્રમશઃ આઠ ગણા છે. એમાં પરમાણુ પ્રધાન એકમ છે. એટલે એનું વિસ્તારથી વર્ણન કરીએ છીએ.
૫૨માણુ સૂક્ષ્મ અને વ્યાવહારિકના ભેદે બે પ્રકારના છે. પરંતુ સૂક્ષ્મ અવ્યાયેય હોવાથી વ્યાવહારિક પરમાણુનો પરિચય આપીએ છીએ કે એ ૫૨માણુ સુતીક્ષ્ણ શસ્ત્ર વડે કાપી શકાતા નથી. અગ્નિ એને બાળી શકતો નથી. ઉદકાવર્તમાં અવગાહિત થતા નથી. પુષ્કલ સંવર્તક મહોમેઘની વચ્ચેવચ (મધ્યમાંથી) નીકળી શકે છે. વગેરે આ બધા પ્રમાણોમાં આદિ પ્રમાણ છે. એ અનન્તાનન્ત વ્યાવહારિક પરમાણુઓના સંયોગથી એક ઉતશ્લક્ષણશણિકા બને છે અને ઉત્તરોત્તર ઊર્ધ્વરેણુ, ત્રસરેણુ, રથરેણુ વગેરે બને છે. આ પ્રત્યેક ઉત્તરોત્તર ક્રમશઃ આઠ-આઠ ગણા છે. લિક્ષા આદિનો આ પૂર્વે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આઠ લિક્ષાની એક યુકા, આઠ યુકાનો એક યવમધ્ય અને આઠ યવમધ્યનો એક ઉત્સેધાંગુલ થાય છે. એની અનન્તર પાદ, વિતસ્તિ વગેરેનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. એના દ્વારા નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવોના શરીરની અવગાહના માપવામાં આવે છે.
ઉત્સેધાંશુલ પણ સૂચંગુલ, પ્રતરાંગુલ અને ઘનાંગુલના ભેદથી ત્રણ પ્રકારના છે. એના લક્ષણ આત્માંગુલના ભેદ પ્રમાણે જ જાણવા જોઈએ.
પ્રમાણાંગુલનું લક્ષણ આ પ્રકારે જાણવું જોઈએ. એક ચક્રવર્તીનું કાકિણી રત્ન સોનીની એરણ જેવું હોય છે. એનુ છહ તલ બાર કોટિ તેમજ આઠ કર્ણિકાઓ (જેટલું) હોય છે. એની એક કોટિ ઉત્સેધાંગુલની પહોળાઈ હોય છે. આ ઉત્સેધાંગુલ શ્રમણ ભગવાન મહાવીરના અર્ધાંગુલ (પ્રમાણ) છે અને આ અર્ધાંગુલથી હજાર ગણો એક પ્રમાણાંગુલ હોય છે. એ પછી પાદ વગેરેનું માપ પૂર્વવત્ જાણવું જોઈએ.
આ પ્રમાણાંગુલ દ્વારા પૃથ્વીના કાંડો, પાતાળ કલશો, ભવનપતિ દેવોના ભવનો, નારકો, સોધમાદિ તુલ્યો, વિમાનો, પર્વત, વિજય, ક્ષેત્ર, દ્વીપ સમુદ્ર આદિના આયામ-વિખંભ- ઉચ્ચત્વ-ઉદ્દેધ (અવગાહન) પિિરધ વગેરેનું માપ કરી શકાય છે. પ્રમાણાંગુલના ત્રણ ભેદ છે ૧. શ્રેણી અંગુલ, ૨. પ્રતરાંગુલ અને ૩. ઘનાંગુલ. અસંખ્યાત કોટા-કોટિ યોજનની એક શ્રેણી થાય છે. શ્રેણીને શ્રેણી વડે ગુણવાથી પ્રતર અને પ્રતરને શ્રેણી વડે ગુણવાથી ઘન થાય છે. આ ત્રણે અંગુળોમાં સૌથી ઓછું અંગુળ, પ્રત્યાંગુલ અસંખ્યાતગણા અને એનાથી ઘનાંગુલ અસંખ્યાતગુણા છે. હવે ગણનાનુપૂર્વીના સંબંધમાં બતાવવામાં આવ્યું છે કે- એકથી આરંભી દસ કોટિ શત પર્યંન્ત અનુલોમ ક્રમથી ગણવાનું (તે) પૂર્વાનુપૂર્વી છે. પ્રતિલોમ ક્રમથી દસ કોટિ શતથી આરંભી એક પર્યન્ત ગણવાનું પશ્ચાનુપૂર્વી છે. તથા એકમ લઈને એકોત૨ વૃદ્ધિપૂર્વક દસ અબજ સુધી સ્થાપિત કરીને પરસ્પર ગુણાકાર કર્યા પછી પ્રગટ રાશિ (૨કમ)માંથી આદિ અને અંતના બે રૂપોને ઓછા કરવાથી બાકી રહેલી સંખ્યા અનાનુપૂર્વી કહેવાય છે.
સંખ્યાતાદિ ગણના સંખ્યા છે પરંતુ એનો પ્રારંભ બે થી થાય છે. એકને ગણનામાં ગ્રહણ (સામેલ) કરવામાં આવતો નથી, એટલે ગણના સંખ્યાના ત્રણ ભેદ છે. ૧. સંખ્યાત, ૨. અસંખ્યાત, ૩. અનન્ત. સંખ્યાતના ત્રણ ભેદ છે- જઘન્ય, ઉત્કૃષ્ટ અજઘન્યાનુત્કૃષ્ટ, બે એ જઘન્ય સંખ્યાત છે. એના પછી ઉત્કૃષ્ટની પૂર્વે અજઘન્યાનુત્કૃષ્ટ સંખ્યાત કહેવાય છે. ઉત્કૃષ્ટ સંખ્યાતનું સ્વરૂપ આ પ્રકારે છે એક લાખ યોજન લાંબો- પહોળો, ત્રણ લાખ સોળ હજાર બસો સતાવીશ યોજન ત્રણ કોશ એકસો અઠ્ઠાવીસ ધનુષ અને સાડા તેર આંગળથી કંઈક વધુ પિરિધવાળો એક
Jain Education International
119
For Private Personal Use Only
www.jainelibrary.org