SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ - મજ* કમ મ મ 18 " ' છે. કે છે, , , , , , ર E Eી પાછળ સરકાર ThLES: ૧-૯ મહાનદી વર્ણન: સૂત્ર ૪૦ થી ૪૩ પૃ. ૩૫૩-૩૦ ] જંબુદ્વીપમાં કુલ ૯૦ મહાનદીઓ છે. તેમાં ૧૪ નદીઓ વર્ષધર પર્વતોમાંથી તથા ૭૬ નદીઓ કુંડોમાંથી નીકળે છે. વર્ષધર પર્વતોમાંથી નીકળનારી ૧૪ મહાનદીઓમાંથી મેરુપર્વતની દક્ષિણમાં ક્ષુદ્ર હિમવંત પર્વતનાં પદ્મદ્રહમાંથી ગંગા, સિંધુ તથા રોહિતાંશા આ ત્રણ મહાનદીઓ નીકળે છે. મહાહિમવંત પર્વતનાં મહાપદ્મ દ્રહમાંથી રોહિતા અને હરિકાંતા, નિષધ પર્વતના તિબિંછ દ્રહમાંથી હરી અને સીતાદા, મેરુ પર્વતની ઉત્તર દિશામાં નીલવંત પર્વતના કેસરી દ્રહમાંથી સીતા અને નારીકાંતા, રુકમી પર્વતનાં મહાપુંડરીક દ્રહમાંથી નરકાન્તા અને રૂપકૂલા તથા શિખરી વર્ષધર પર્વતના પુણ્ડરીક દ્રહથી સુવર્ણકૂલા, રક્તા અને રક્તવતી નદીઓ નીકળે છે. ગંગા, સિંધુ, રક્તા અને રક્તવતી આ ચાર મહાનદીઓ ૧૪૦૦-૧૪૦૦૦ નદીઓ સાથે પૂર્વનાં અને પશ્ચિમનાં લવણ સમુદ્રમાં મળે છે. એમાં ગંગા અને સિંધુ ભરતક્ષેત્રમાં તથા રક્તા અને રક્તવતી ઐરાવત ક્ષેત્રમાંથી નીકળે છે. તેમાં કુલ ૫૬,000 નદીઓ છે. હૈમવત તથા હૈરણ્યવત ક્ષેત્રમાં રોહિતા, રોહિતાશા, સુવર્ણકૂલા અને રુ...કુલા નદીઓ નીકળે છે. દરેકનો ૨૮,૦૦૦ નદીઓનો પરીવાર છે. એટલે કુલ ૧,૭૨,૦૦૦ નદીઓ છે. હરિવર્ષ અને રમ્ય વર્ષમાં હરિ, હરિકાંતા, નરકાંતા અને નારીકાંત નદીઓ નીકળે છે. પ્રત્યેક નદી નો પ૬,૦૦૦ નદીઓનો પરિવાર છે. તે પૂર્વી તથા પશ્ચિમી લવણ સમુદ્રમાં મળે છે. તેમાં કુલ ૨,૨૪,૦૦૦ નદીઓ છે. મહાવિદેહ ક્ષેત્રમાં સીતા અને સીતાદા નદીઓ છે. તે પ્રત્યેક ૫,૩૨,૦૦૦ નદીઓની સાથે પૂર્વ અને પશ્ચિમી લવણસમુદ્રમાં મળે છે. તેમાં કુલ ૧૦,૮૪,૦૦૦ નદીઓ છે. મેરુ પર્વતની પૂર્વમાં સીતા મહાનદીના બન્ને કિનરાઓ ઉપર ગાથાવતી, દ્રહવતી, પંકવતી, તપ્તકલા, મત્તજલા અને ઉન્મત્તજલા નામની છ અંતર નદીઓ છે. એ જ રીતે મેરુ પર્વતની પશ્ચિમમાં સીતાદા મહાનદીનાં બન્ને કિનારા ઉપર ક્ષીરોદા, શીતજોતા, અંતવાહિની, ઉર્મિમાલિની, ફેનમાલિની, ગંભીરમાલિની એ નામની છ અંતર નદીઓ છે. ૧. ગંગા નદી - આ પદ્મદ્રહનાં પૂર્વી દ્વારથી પ00 યોજન પર્વત ઉપર વહેતી ગંગાવર્તન કૂટની પાસેથી વળાંક લઈને પર૩ - ૩}૧૯ યોજન દૂર દક્ષિણમાં પડે છે. ત્યાં અર્ધા યોજન લાંબી, સવા છ યોજન પહેળી, અર્ધકોશી મોટી, મગરનાં ખુલ્લા મુખ જેવા આકારની (જિવા) નાળી છે. આ નદીના પ્રારંભનાં પ્રવાહના વિખંભ સવા છ યોજન અને ઉદૂધ અર્થો કોશ છે તથા આગળ જતાં તે વધીને સાડા બાસઠ યોજન પહોળો, સવા યોજન ઊંડો બની જાય છે. ૨. સિંધુ નદી ગંગા નદીની સમાન છે. ગંગા સિંધુ નદીઓનો પ્રવાહ કંઈક અધિક ચોવીસ કોશ વિસ્તૃત છે. આ નદીઓ ઘડાના મુખથી નીકળીને પાણીની જેમ ખળ-ખળ અવાજ કરે છે અને પચ્ચીસ ગાઉ વિસ્તૃત પ્રવાહમાં પડે છે. ૩-૪. રક્તા અને રક્તવતી નદી ગંગા - સિંધુ નદી જેવી છે. ૫. રોહિતા નદી - આ મહાપમદ્રહનાં દક્ષિણી તોરણ થી ૧,૬૦૫-૫/૧૯ યોજન દૂરથી વહેતી-વહેતી કંઈક અધિક ૨00 યોજન પહોળા પ્રપાતમાંથી પડે છે. ત્યાં એક યોજન લાંબી, સાડા બાર યોજન પહોળી અને એક કોશ પેટી (ઊંચી) વજુમય જિવિકા (નાલી) છે. ૬. રોહિતાશા નદી - આ પદ્મદ્રહનાં ઉત્તરી તોરણથી ર૭૬-૬/૧૯ યોજન દૂરથી વહેતી-વહેતી સાધિક ૧૦૦ યોજનના કa , કા કરી જs S = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy