SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. પદ્મદ્રહ - આ દ્રહ પૂર્વ-પશ્ચિમમાં ૧૦૦૦ યોજન લાંબો અને ઉત્તર-દક્ષિણમાં ૫૦૦ યોજન પહોળો છે. તથા ૧૦ યોજન ઊંડો છે. સ્વચ્છ, નિર્મલ તથા રજતમય કિનારાયુક્ત છે. પદ્મવરવેદિકા તથા વનખંડથી ઘેરાયેલ છે. ચારે દિશામાં ચાર ત્રિસોપાન-શ્રેણિ છે. તેની સામે મણિમય તોરણ છે. આ દ્રહની વચ્ચે એક યોજન લાંબુ અને પહોળું, અર્ધ યોજન મોટું, ૧૦ યોજન ઊંડું, પાણીની સપાટીથી બે કોશ ઊંચું કુલ મળીને ૧૦ યોજન પરિમાણવાળું એક પદ્મ છે, તેનું મૂલ વજ્રમય, કંદ અરિષ્ટરત્નમય, નાલ દંડ વૈસૂર્યરત્નમય, પત્રો બારથી વૈડૂર્યમય અને અંદરથી સુવર્ણમય, કેસરા-તંતુ સુવર્ણમય તથા અસ્થિભાગ મણિમય છે. અર્ધકોશ લાંબી અને પહોળી, એક કોશ મોટી, સુવર્ણમય કર્ણિકા છે. તેની ઉપર એક કોશ લાંબુ અર્ધકોશ પહોળું તથા કંઈક ન્યૂન એક કોશ ઊંચુ સેંકડો સ્તંભોયુક્ત વિશાળ ભવન છે. એની ત્રણ દિશામાં પાંચસો ધનુષ ઊંચા, અઢીસો ધનુષ પહોળાં, એટલાં જ પ્રવેશ માર્ગવાળા ત્રણ દ્વાર છે. એ ભવનમાં ૫૦૦ ધનુષ લાંબી અને પહોળી ૨૫૦ ધનુષ મોટી (ઊંચી) મણિમય મણિપીઠિકા છે. તેની ઉપર એક વિશાળ શૈયા છે. આ પદ્મ અર્ધયોજન લાંબા અને પહોળાં, એક કોશ મોટા, દશ યોજન ઊંડા, કંઈક અધિક દશ યોજન ઊંચા, પાણીથી એક કોશ ઉપર રહેલા એવા ૧૦૮ પદ્મોથી વીંટળાયેલ છે. આ પદ્મદ્રહમાં મહર્દિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળી શ્રી દેવી વસે છે. તેના ૪૦૦૦ સામાનિક દેવોનાં ૪૦૦૦ પદ્મો, ચાર મહત્તરાઓનાં ચાર પદ્મો તથા આપ્યંતર, મધ્યમ તથા બાહ્ય પરિષનાં દેવોનાં ક્રમશઃ ૮,૦૦૦, ૧૦,૦૦૦, ૧૨,૦૦૦ પદ્મો છે. આત્મરક્ષક દેવોનાં ૧૬,૦૦૦ પદ્મો છે. આ આત્યંતર, મધ્ય તથા બાહ્ય એમ ત્રણ પદ્મ પરિધિઓથી વીંટળાયેલું છે. તેમાં ક્રમશઃ ૩૨ લાખ, ૫૦ લાખ અને ૪૮ લાખ એમ કુલ એક એક કરોડ વીસ લાખ પદ્મો છે. ૨. મહાપદ્મદ્રહ - આ દ્રહ ર૦૦૦ યોજન લાંબુ, ૧૦૦૦ યોજન પહોળું, ૧૦૦૦૦ યોજન ઊંડું તથા રજતમય કિનારાવાળું છે. તેમાં મહર્ષિક યાવત્ પલ્યોપમની આયુ:સ્થિતિ વાળી ડ્રી દેવી વસે છે. ૩. તિગિÐિ દ્રહ - આ દ્રહ પૂર્વ - પશ્ચિમમાં ૪૦૦૦ યોજન લાંબુ, ઉત્તર-દક્ષિણમાં ૨૦૦૦ યોજન પહોળું, ૧૦ યોજન ઊંડું રજતમય કિનારાવાળું છે. ચારે દિશાઓમાં ચાર ત્રિ-સોપાન (ત્રણ ત્રણ પગથિયા) છે. એને ધૃતિ નામની દેવી છે. કેશરી દ્રષ્ટ એ પણ પુર્વવત્ છે. તેની કીર્તિ નામની દેવી છે. મહાપુંડરીક દ્રહ - આ દ્રહની મહાપદ્મદ્રહની જેમ ૨૦૦૦ યોજન લંબાઈ અધિષ્ઠાયિકા દેવી છે. ૬. પુણ્ડરીક દ્રહ – પદ્મ દ્રહની જેમ ૧૦૦૦ યોજન લંબાઈ - વગેરે છે. લક્ષ્મી નામની તેની દેવી છે. ૭-૧૧. દેવમાં નિષધ, દેવકુરુ, સૂર્ય, સુલસ અને વિદ્યુત્પ્રભ આ પાંચ દ્રહ સીતોદા મહાનદીની વચ્ચે ચિત્ર વિચિત્ર ફૂટ પર્વતોનાં ઉત્તર દિશા તરફી ચરમાન્ત થી ૮૩૪- ૪/૭ યોજન થી દૂર છે. ૧૨. ઉત્તરકુરુમાં નીલવંત દ્રહ સીતા મહાનદીની વચ્ચે યમક પર્વતોનાં દક્ષિણ દિશા તરફી ચરમાન્તથી ૮૩૪-૪/૭ યોજન દૂર છે. તે પૂર્વ પશ્ચિમમાં ૧૦૦૦ યોજન લાંબુ, ઉત્તર-દક્ષિણમાં ૫૦૦ યોજન પહોળું તથા ૧૦ યોજન ઊંડુ છે. અહીં પણ એક કરોડ, વીસ લાખ પદ્મ પરિવાર છે. તેનું વિસ્તૃત વર્ણન પદ્મ દ્રહ જેવું છે. અહીં મહર્દિક યાવત્ પલ્યોપમની આયુ:સ્થિતિવાળો નીલવંત નામનો નાગકુમાર દેવ વસે છે. બાકીનાં (૧૩-૧૬) ઉત્તરકુરુ, ચંદ્ર, એરાવણ તથા માલ્યવંત દ્રહોનું વર્ણન પણ આવું છે. ૪. ૫. Jain Education International - 87 For Private Personal Use Only = વગેરે છે. બુધ્ધિ નામની તેની www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy