SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ વિજયદેવ અને તેના સામાનિક દેવોની સ્થિતિ એક પલ્યોપમની છે. આ પ્રમાણે વિજયદેવની મહાઋદ્ધિનું વિશદ વર્ણન કરાયું છે. (૨) વૈજયંત દ્વાર : આ જંબુદ્વીપનાં મંદર (મેર) પર્વતની દક્ષિણ દિશામાં ૪૫OOO પીસ્તાલીસ હજાર યોજન જતાં લવણસમુદ્રનાં દક્ષિણાર્ધથી ઉત્તરમાં વૈજયંત દ્વાર છે. દ્વારની દક્ષિણ દિશામાં વૈજયંતી નામની રાજધાની છે. તેના અધિપતિ દેવ વૈજયંત નામે છે. જયંત દ્વાર : આ મેરુ પર્વતની પશ્ચિમ દિશામાં ૪૫000 યોજન ગયા પછી લવણ સમુદ્રની પૂર્વ દિશામાં સીતોદા નામની મહાનદીની ઉપર આ કાર આવ્યું છે. દ્વારની પશ્ચિમ દિશામાં (જયંતા) રાજધાની છે. તેનો અધિપતિ દેવ જયંત નામે છે. (૪) અપરાજિત દ્વાર : મેરુ પર્વતની ઉત્તર દિશામાં ૪૫000 યોજન ગયા પછી લવણ સમુદ્રમાં ઉત્તરાર્ધની દક્ષિણ દિશામાં આ દ્વાર છે. તેની ઉત્તર દિશામાં અપરાજિતા નામની રાજધાની છે. તેનાં અધિપતિ દેવ અપરાજિત નામે છે. શેષ બધું વર્ણન વિજયદ્વારની અનુસાર જાણવું. દરેક દ્વારનું પરસ્પર આંત૨ ૮૯ હજાર અને કંઈક ન્યૂન સાડા બાવન યોજન છે. િ૧-૩ સપ્તવર્ષ (ક્ષેત્ર) વર્ણન: સૂત્ર ૩૦૩ થી ૪૫૨ પૃ. ૨૨૧-૨૫૫ | મનુષ્યક્ષેત્રની અંદર ૪૫ લાખ યોજન લાંબા અને પહોળા અઢી દ્વીપમાં પંદર કર્મભૂમિ, ત્રીસ અકર્મક ભૂમિ, છપ્પન અન્તર્દી ૫ છે. તેમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા માનવો વસે છે. (માટે આ ક્ષેત્ર મનુષ્ય ક્ષેત્ર' કહેવાય છે.) - જંબદ્વીપમાં ૧, ભરત ક્ષેત્ર, ૨, ઐરાવત ક્ષેત્ર, ૩. હૈમવત ક્ષેત્ર, ૪. હૈરણ્યવત ક્ષેત્ર, ૫. હરિવર્ધક્ષેત્ર, | ૬. રમ્યક્ષેત્ર અને ૭ મહાવિદેહ ક્ષેત્ર. આમ સાત ક્ષેત્રો છે. તેમાં ભરત-હૈમવત અને હરિવર્ષ આ ત્રણ ક્ષેત્રો મેરુની દક્ષિણમાં છે તથા રમ્યફ વર્ષ, હૈરણ્યવત, અને ઐરાવત આ ત્રણ ક્ષેત્ર મેરુની ઉત્તરમાં છે. બીજી રીતે મહાવિદેહ ક્ષેત્રનાં પૂર્વ વિદેહ, પશ્ચિમવિદેહ, દેવકર અને ઉત્તર કર આ ચાર વિભાગ કરતાં દશ ક્ષેત્ર પણ થાય છે. દક્ષિણ તથા ઉત્તરનાં ભારત અને ઐરાવત આ બન્નેની લંબાઈ-પહોળાઈ વગેરે સમાન છે. તેજ પદ્ધતિએ હૈમવત તથા હૈરણ્યવત, હરિવર્ષ તથા રમ્યફ વર્ષ, પૂર્વવિદેહ તથા પશ્ચિમવિદેહ અને દેવકર તથા ઉત્તરકુરનાં આયામ વિખંભ વગેરે સમાન જાણવું. પંદર કર્મભૂમિઓ છે- તેમાંથી ત્રણ જંબુદ્વીપમાં ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રમાં છે. એવી જ રીતે આજ નામની કર્મભૂમિઓ ધાતકીખંડ દ્વીપનાં પૂર્વાર્ધમાં ત્રણ, પશ્ચિમાર્ધમાં ત્રણ, પુષ્પાર્ધદ્વીપનાં પૂર્વાર્ધમાં ત્રણ અને પશ્ચિમાર્ધમાં ત્રણ એમ કુલ પંદર કર્મભૂમિઓ છે. અકર્મક ભૂમિઓ ત્રીસ છે - પાંચ હૈમવત, પાંચ હૈરણ્યવત, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યફ વર્ષ, પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરકુરુ. તેમાંથી જંબૂદ્વીપમાં હૈમવતથી ઉત્તરકુરુ એ છ, ધાતકીખંડમાં પૂર્વાર્ધમાં હૈમવતથી ઉત્તરકુરુ એ છે અને પશ્ચિમાધમાં પણ છે તથા પુકરાઈમાં પૂધ અને પશ્ચિમાધમાં છે - છે એકમેક ભૂમિ છે. જબૂદ્વીપમાં હમવત આદિ છ અકર્મક ભૂમિઓ છે તે મેરુની ઉત્તરે ત્રણ અને દક્ષિણે ત્રણ. જંબુદ્વીપનાં મેરુ પર્વતની દક્ષિણમાં શુદ્ધ હિમવંત નામનાં વર્ષધર પર્વતની ચારે વિદિશાઓમાં 300 - 300 યોજન લવણ સમુદ્રમાં જતાં ચાર અંતર દ્વીપ આવે છે. ત્યારબાદ ૪૦૦-૪૦૦ યોજને બીજા ચાર, પ૦૦-૫૦૦ યોજને ત્રીજા ચાર, ૬૦૦-500 યોજને ચોથા ચાર, ૭૦૦-૭૦૦ યોજને પાંચમાં ચાર, ૮૦૦-૮૦૦ યોજને છઠ્ઠા ચાર, ૯૦૦-૯૦૦ યોજને સાતમાં ચાર - આમ કુલ ૨૮ અંતરદ્વીપો હિમવંત પર્વતનાં છે. એજ રીતે જંબૂદ્વીપનાં, મેરુપર્વતની ઉત્તરમાં શિખરી વર્ષધર પર્વતની ચારે દિશાઓમાં લવણસમુદ્રમાં (ઉપરનાં ક્રમે) ૨૮ અંતરદ્વીપો છે! પS 76. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy