________________
' આ રાજધાનીની બધી બાહા (ભુજાઓ) માં એકસો પચ્ચીસ દ્વાર છે. તે બધા સાડા બાસઠ યોજન ઉંચા, “એક કોશ એકત્રીસ યોજન પહોળા છે. તે દ્વારોની બન્ને (બાજુની) બેઠકોમાં બે બે પ્રકંઠક છે. તે એક કોશ અધિક એકત્રીસ યોજન લાંબા અને પહોળાં છે તથા અઢીકોશ અધિક પંદર યોજન જાડા છે.
તેની ઉપર એકત્રીસ યોજન અને એક કોશ ઊંચો, પંદર યોજન અને અઢી કોશ લાંબો-પહોળો પ્રાસાદવવંસક (મુખ્ય પ્રાસાદ) છે. પ્રત્યેક દ્વાર ઉપર એક હજાર એસી ધ્વજાઓ છે. સત્તર-સત્તર (૧૭/૧૭) ભૌમ છે. કુલ આના પાંચસો દ્વાર છે.
એની પૂર્વ દિશામાં અશોકવન, દક્ષિણ દિશામાં સપ્તપર્ણ વન, પશ્ચિમ દિશામાં ચંપકવન અને ઉત્તર દિશામાં આમ્રવન છે. આ બધા વનખંડો સાધિક બાર યોજન લાંબા અને પાંચસો યોજન પહોળા છે. ત્યાં વાનવંતર દેવ-દેવીઓ ક્રીડા કરે છે, ત્યાં સાડા બાસઠ યોજન ઊંચા તથા સવા એકત્રીસ યોજન પહોળા પ્રાસાદાવતંસક છે. દરેક વનખંડમાં પલ્યોપમની આયુ:સ્થિતિવાળા મહર્ધિક દેવ હોય છે. ત્યાં બારસો યોજન લાંબા અને પહોળા તથા સાધિક ત્રણ હજાર, સાતસો પંચાણુ યોજનની પરિધિ યુક્ત અને અડધા કોશ મોટા સુવર્ણનાં બનેલ ઉપકારિકાલયન છે.
| મુખ્ય પ્રાસાદાવતંકથી ઈશાન ખૂણામાં સેંકડો સ્તંભો ઉપર સ્થિત સુધર્મા સભા છે. તે સાડા બાર યોજન લાંબી, સવાછ યોજન પહોળી અને નવ યોજન ઊંચી છે. આ સભાની ત્રણે દિશામાં બે યોજન ઊંચા, એક યોજન પહોળા અને એટલા જ પ્રમાણના પ્રવેશવાળા ત્રણ વાર છે. તેની આગળ સાડાબાર યોજન લાંબા, સવા છ યોજન પહોળા, કંઈક અધિક બે યોજન ઊંચા મુખમંડપ છે. ત્યાં મણિ-પીઠિકાઓ છે. તેની ઉપર બે યોજન લાંબા અને પહોળા કંઈક અધિક બે યોજન ઊંચા સ્તંભ છે. ત્યાં જિન પ્રતિમાઓ છે. તે ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ અને જઘન્ય સાત હાથ પ્રમાણની છે.
આઠ યોજન ઊંચુ, અડધા યોજન ઘેરાવાવાળું ચૈત્ય વૃક્ષ છે. તેનો સ્કંધ (થડ) અઢી યોજન પહોળું છે. શાળાઓ છે યોજન લાંબી છે. વચલી લંબાઈ-પહોળાઈ આઠ યોજનની છે. તેની ઉપર સાડા સાત યોજન ઊંચી, અડધો કોશ ઘેરાવાવાળી અને અડધો કોશ પહોળી મહેન્દ્ર ધ્વજાઓ છે. એની આગળ સાડાબાર યોજન લાંબી અને સવા છ યોજન પહોળી અને દશ યોજન ઊંડી નંદાપુષ્કરણીઓ (વાવડીઓ) છે.
સુધર્મા સભામાં છ હજાર મનોગુલિકાએ અને છ હજાર ગો-માનષિકાએ છે. ત્યાં મણિપીઠિકા છે. જેની ઉપર સાડા સાત યોજન ઊંચો, અડધો કોશ ઉંડો, અડધો કોશ પહોળ, પર્કણ અને પધિ યુક્ત "માણવક” ચૈત્યસ્તંભ છે. તેની ઉપર-નીચે છ-છ કોશ છોડીને બાકીનાં સાડા ચાર હજાર યોજનમાં સોના-ચાંદીનાં પાટિયા છે. તેમાં જિનેશ્વર ભગવંતની અસ્થિઓ છે. ત્યાં દેવશૈય્યા પણ દર્શાઈ છે. પશ્ચિમ દિશામાં ચૌપાલ” નામનું આયુધાગાર છે. ત્યાં મણીપીઠિકામાં બે યોજન લાંબા, બે યોજન પહોળા, કંઈક અધિક બે યોજન ઊંચા દેવચ્છેદકમાં સાત હાથની ઊંચી ૧૦૮ એકસો આઠ જિનપ્રતિમાઓ છે. ત્યાં સિદ્ધાયતન છે. તેના ઈશાન ખૂણામાં એક વિશાળ ઉ૫પાત સભા છે. ત્યાં સાડા બાર યોજન લાંબુ, સવા છ યોજન પહોળું અને દશ યોજન ઉંડો એક વિશાળ કહ છે અને એક વિશાળ અભિષેક સભા છે, અભિષેક પાત્રો છે તથા અલંકાર સભા, વ્યવસાય સભા, પુસ્તકરત્ન તથા બે યોજન લાંબુ અને પહોળું એક યોજન મોટું ચાંદીનું બનેલું બલીપીઠ છે.
અહીં વિજયદેવનું પણ વર્ણન છે. તેની વિજય રાજધાનીની ઉપપાત સભામાં દેવ શૈય્યા ઉપર અંગુલનાં અસંખ્યાતમા ભાગ માત્ર અવગાહનવાળા શરીરે ઉત્પત્તિ થયી, ત્યાં આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને ભાપા મન: પર્યાપ્તિઓથી પર્યાપ્ત થાય છે. પછી દેવશૈય્યામાંથી ઉઠીને અભિષેક સભામાં આવ્યો, ત્યાં દેવ-દેવીઓ ભેગા મળીને ઈન્દ્રાભિષેકની તૈયારી કરે છે. ક્ષેત્રો, પર્વતો, નદીઓ, તીર્થો વગેરેનાં જળ, માટી આદિ લાવીને એક હજાર આઠ કલશોથી અભિષેક કરે છે. અનેકવિધ અલંકાર હોય છે. દેવ-દેવીઓ નૃત્ય વગેરે કરે છે. અહીં તેનું વિસ્તૃત વર્ણન છે. પછી વિજયદેવ ભગવાનને વંદન નમસ્કાર કરીને સેવા કરે છે. પુસ્તકરત્નનું પઠન કરે. છે. સુધર્મા સભામાં જાય છે અને સામાનિક આદિ દેવો પોત-પોતાનાં ભદ્રાસન ઉપર બેસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org