________________
' પર
S
આમ કુલ છપ્પન અંતરદ્વીપો છે. આ દ્વીપોમાં દ્વીપ નામ સદશ મનુષ્યો પણ વસે છે. એ બધા દ્વીપો પૂર્વથી 1. 'ઉત્તરમાં વિદિશામાં રહેલા છે. આ દ્વીપોમાં અકર્મકભૂમિ જેવી સ્થિતિ હોય છે.
ભરતક્ષેત્ર - મુદ્રહિમવંત પર્વતની દક્ષિણમાં દક્ષિણી લવણસમુદ્રની ઉત્તરમાં, પૂર્વી લવણ સમુદ્રની પશ્ચિમમાં, પશ્ચિમી લવણ સમુદ્રની પૂર્વમાં જંબૂઢીપમાં આવેલ છે. આ ક્ષેત્રમાં સ્થાણુ, કંટક, વિષમભૂમિ, દુર્ગપ્રદેશો, પર્વતના પ્રપાતો, ઉર્ઝર, નિઝર-ઝરણાં, ખાડા-ટેકરા, નદીઓ, દ્રહો, વૃક્ષો, ગુચ્છો, ગુલ્મો, લતાઓ, વેલડીઓ, અટવીઓ, વ્યાપદો, ચોરી, ડિમ્બો (ભીલ જાતિ) ડમરો, દુર્ભિક્ષ, દુષ્કાલ, પાખંડીઓ, કૃપણ, ભિખારીઓ, ઈતિ-ઉપદ્રવો, મારી-મરકી, કુવૃષ્ટિ, અનાવૃષ્ટિ, રાજા, રોગ વગેરેનો ભય, સંક્લેશ, સંક્ષોભ આદિથી ભરપૂર છે.
આ ક્ષેત્ર પૂર્વ-પશ્ચિમમાં લાંબુ અને ઉત્તર-દક્ષિણમાં પહોળું છે. ઉત્તરમાં પર્યકના આકારનું છે. દક્ષિણમાં ધનુષ્યની પીઠ જેવા આકારનું તથા ત્રણ તરફ લવણ સમુદ્રથી ઘેરાયેલું (.... આવા આકારનું છે. એનો વિધ્વંભ જંબૂદ્વીપનાં એક સો નવ્વાણું ખાંડવા ભાગ કરતાં પ૨૬-૬૧૯ યોજન છે. ભરતક્ષેત્રમાં ચંપા, મથુરા, વાણારસી, શ્રાવસ્તી, અયોધ્યા, હસ્તિનાપુર,કામ્પિત્યપુર, મિથિલા, કૌશામ્બી તથા રાજગૃહ નામની દશ રાજધાનીઓ છે.
દક્ષિણાર્ધ ભારતના મધ્યભાગમાં પૂર્વ-પશ્ચિમમાં બાર યોજન લાંબી અને ઉત્તર-દક્ષિણમાં નવ યોજન પહોળી 'વિનીતા' નામની રાજધાની છે, જે કુબેરની બુદ્ધિથી નિર્મિત યાવત્ મનોહર છે. તેમાં ચારે દિશાઓમાં વિજયી થનારા ભરત ચક્રવર્તી ઉત્પન્ન થયા તેથી આ ક્ષેત્રનું નામ 'ભરત' થયું. ભરતવર્ષ આ નામ શાશ્વત યાવત્ નિત્ય છે.
ભરતક્ષેત્રના મધ્યભાગમાં વૈતાઢ઼ય પર્વત હોવાથી તેનાં ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગ થઈ ગયા છે, બન્નેની પહોળાઈ ૨૩૮-૩/૧૯ યોજન છે. દક્ષિણાર્ધ ભરતવર્ષની જીવાની લંબાઈ ૯૭૪૮-૧૨/૧૯ છે. ધનુપૃષ્ઠ દક્ષિણમાં ૯૭૬૬-૧૧૯થી કંઈક અધિક યોજનની પરિધિ વાળો છે. ધનુપૃષ્ઠની લંબાઈ કંઈક ન્યૂન ૯૮ યોજન છે, ઉત્તરાર્ધ ભરતવર્ષની બાહુ ૧૮૯૨-૭/૧૯ + ૧ર લાંબી છે. જીવાની લંબાઈ ૧૪૪૭૧-'૧૯ છે. ધન:પુષ્ઠ દક્ષિણમાં ૧૪૫૨૮-૧/૧૯ની પરિધિવાળો છે. દક્ષિણાર્ધ તથા ઉત્તરાર્ધ ભરતવર્ષ મુરજ' નામના વાદ્ય ઉપર મઢેલાં ચર્મ જેવું સમતલ છે. બન્ને ક્ષેત્રોમાં મનુષ્ય અનેક સંતનન-સંઘયણ યુક્ત હોય છે. યાવતુ બધા દુ:ખોનો અંત પણ કરે છે. એરવત ક્ષેત્ર : આ ક્ષેત્ર શિખરી પર્વતની ઉત્તરમાં, ઉત્તરી લવણ સમુદ્રની દક્ષિણમાં, પૂર્વી લવણ સમુદ્રની પશ્ચિમમાં અને પશ્ચિમી લવણ સમુદ્રની પૂર્વમાં જંબુદ્વીપમાં આવેલ છે. આ ક્ષેત્ર પણ સ્થાણુ આદિથી ભરપૂર છે. ભરતક્ષેત્રની સમાન જ એનું વર્ણન છે તેમાં એરવત ચક્રવર્તી નિવાસ કરે છે.
ભરત-ઐરાવત ક્ષેત્રોની જીવા નો આયામ-લંબાઈ ૧૪૪૭૧-૬૧૯ જેટલી છે. મહાવિદેહ ક્ષેત્ર : આ ક્ષેત્ર નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણમાં અને નિષધ વર્ષધર પર્વતની ઉત્તરમાં પૂર્વ લવણ સમુદ્રની પશ્ચિમમાં અને પશ્ચિમી લવણ સમુદ્રની પૂર્વમાં- જંબુદ્વીપમાં આવેલ છે. આ ક્ષેત્ર ૩૩૬૮૪-૪૧૯ યોજન પહોળું છે. એની બાહા પૂર્વ-પશ્ચિમની બાજુ ૩૩૭૬૭-૭/૧૯ યોજન લાંબી છે. જીવા એક લાખ યોજન લાંબી છે. ધનુપૃષ્ઠ ૧૫૮૧૧૩-૧૬/૧૯ યોજન પરિધિવાળો છે. એની ભૂમિ સમ અને રમણીય છે. આ ક્ષેત્રમાં મનુષ્ય છ પ્રકારનાં સંઘયણ અને સંસ્થાન યુક્ત તથા પાંચસો ધનુષ ઊંચા હોય છે. ઓછામાં ઓછું અત્તમુહૂર્ત અને વધુમાં વધુ પૂર્વ કરોડ વર્ષનું આયુષ્ય હોય છે. ભરતક્ષેત્ર વગેરેથી આ ક્ષેત્ર વધુ વિશાળ છે. અહીં ઉંચા મોટા શરીરવાળા મનુષ્ય નિવાસ કરે છે. તેમાં મહર્ધિક યાવત્ પલ્યોપમની આહુસ્થિતિવાળો મહાવિદેહ' નામનો દેવ રહે છે. મહાવિદેહ આ નામ શાશ્વત યાવતુ નિત્ય છે.
મહાવિદેહની વિજયોમાં બત્રીસ ચક્રવર્તી રાજા હોય છે. તેમની બત્રીસ રાજધાનીઓ હોય છે. કચ્છ વિજય, સુકચ્છવિય, મહાકચ્છ વિજય આદિ તે વિજયો (ક્ષેત્રો)નાં નામો છે, બે વિજય ભરત, ઐરાવતમાં છે એમ કુલ ૩૪ વિજય છે. કચ્છ વિજયની લંબાઈ ૧૬૫૯૨-૨૨૧૯ યોજન છે. પહોળાઈ ૨૦૧૩ યોજનની છે. તેના Iબે ભાગ છે - દક્ષિણાર્ધ કચ્છ અને ઉત્તરાર્ધ કચ્છ. તે બન્ને ૮૨૭૧-૧૧૯ યોજન લાંબા છે. ૨૨૧૩ યોજનથી
આ રક.
મા.
Cી કરી
ડા,
તા.
દીકરી
છે.
પર,
-
કરવા પર
પES 77 જી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org