________________
અવલોક નરક-નૈવિક વર્ણન : સૂત્ર ૦૧ થી ૧૪૩ પૃ. ૩૭-૮૪
અધોલોક ક્ષેત્રલોક રત્નપ્રભા પૃથ્વી યાવત્ અધઃ સપ્તમ પૃથ્વીના ભેદે સાત પ્રકારનો છે અને સંસ્થાન (આકાર) તપ્રા (ઊંધી હોડી) ના આકારનો છે. ચોથી પંકપ્રભા પૃથ્વીના અવકાશાંતરનો અડધાથી પણ કંઈ વધુ ભાગ ઓળંગ્યા પછી એનો આયામમધ્યભાગ હોવાનું કહ્યું છે.
નરક, નૈરયિક પાપકર્મ અને અશુભ પુદ્ગલ એ અધોલોકનાં અંધકારના ચાર કારણ છે.
રત્નપ્રભા આદિ સાત પૃથ્વીઓના નામ ઘમાયાવત્ માધવતી છે. અને રત્નપ્રભા યાવતુ તમતમપ્રભા એ સાત ગોત્ર નામ છે. તે સાતેય ઘનદધી આદિ પર પ્રતિષ્ઠિત છે તથા ઘનોદધિવલય ઘનવાતવલય અને તનુવાતવલયથી આવેષ્ઠિત છે. ફુલોની ચિંગેરીયા સમાન વિસ્તૃત સંસ્થાનથી સંસ્થિત છે. નયોની અપેક્ષાએ તે નરક પૃથ્વી, આકાશ તેમજ આત્મ પ્રતિષ્ઠિત છે.
આ સાત પૃથ્વીનો બાહુલ્ય એક લાખ યોજન પછી ક્રમશ: એંસી હજાર, બત્રીસ હજાર, અઠ્ઠાવીસ હજાર, વીસ હજાર, અઢાર હજાર, સોલ હજાર અને આઠ હજાર યોજન છે અને આદિ, મધ્ય અને અંતમાં સમાન બાહુલ્યવાળી છે. આ પૃથ્વીઓના આયામ-વિકુંભ (આકાર) અને પરિધિ અસંખ્ય હજાર યોજન છે. અને સંસ્થાન ઝાલરના આકારનો છે. આ પૃથ્વીઓ કોઈ અપેક્ષાએ શાશ્વત છે અને કોઈ અપેક્ષાએ અશાશ્વત છે.
રત્નપ્રભા આદિ પૃથ્વીઓનું તથા ઘનોદધિ આદિ વલયોનું ધર્માસ્તિકાય આદિ સાથે સ્પર્શન પણ દર્શાવવામાં આવ્યું છે.
રત્નપ્રભા આદિ પૃથ્વીઓમાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શ અને પરિમંડલ આદિ પાંચેય સંસ્થાનોમાં અન્યોન્યબધ્ધ સ્પર્શાયલ અવગાઢ - પ્રતિબધ્ધ ગ્રંથિત દ્રવ્ય છે.
પહેલી પૃથ્વીથી બીજી વગેરે પૃથ્વીઓનું અબાધા અંતર અસંખ્ય હજાર યોજનાનું છે. અને અધઃ સપ્તમ પૃથ્વીથી અલોકનું અંતર પણ અસંખ્ય હજાર યોજનાનું છે.
રત્નપ્રભાથી જ્યોતિષી દેવોનું અબાધા અંતર સાતસો નેવું યોજનનું છે. પૃથ્વીઓની નીચે ઘર વગેરે તથા સ્થૂલ અગ્નિકાય અને જ્યોતિષી દેવ નથી, પરંતુ દેવાધિકૃત સ્કૂલ મેઘાદિ છે.
રત્નપ્રભા પૃથ્વીના ખરકાંડ, પંકબહુલકાંડ, અપૂબહુલકાંડ એ ત્રણ કાંડ છે એમાં ખરકાંડ-રત્નકાંડ આદિ સોલ પ્રકારના ગણાવવામાં આવ્યા છે. બાકીની પૃથ્વીઓમાં કાંડનથી, એકાકાર છે. રત્નપ્રભાના ખરકાંડનું બાહુલ્ય સોલ હજાર યોજનનું છે. એના રત્નકાંડ આદિ સોલ કાંડ પ્રત્યેક એક-એક હજાર યોજન બાહુલ્યવાળા છે. પંકબહુલકાંડનું બાહુલ્ય ચોરાશી હજાર યોજન તથા અપૂબહુલ કાંડનું બાહુલ્ય એંસી હજાર યોજનનું છે.
આ કાંડોમાં રહેનારા દ્રવ્ય વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનોથી અન્યોન્યને ગ્રંથિત થઈને રહે છે અને આ કાંડોનો આકાર ઝાલર જેવા આકારનો છે.
પૃથ્વીના ચરમાંતથી કાંડોના ચરમાંતનું પણ અંતર અહીં દર્શાવવામાં આવ્યું છે. સાથે-સાથે મહાહિમવંત આદિ પર્વતોથી સૌગન્ધિક કાંડના અંતનું (અંતર) પણ દર્શાવવામાં આવ્યો છે.
રત્નપ્રભા યાવતું અધ: સપ્તમ પૃથ્વીની નીચે પ્રત્યેકમાં ઘનોદધિ, ધનવાત, તનુવાત અને અવકાશાન્તર છે. ઘનોદધિનું બાહુલ્ય વીસ હજાર, ઘનવાત, તનુવાત અને અવકાશાન્તરનું બાહુલ્ય અસંખ્ય હજાર યોજનનું છે.
સાતેય પૃથ્વીઓના ઘનોદધિવલય આદિના બાહુલ્યનું પણ અહીં કથન છે.
ઘનોદધિ આદિનું સંસ્થાન ઝાલર જેવું છે તથા ઘનોદધિ વલય આદિ વલયોનું સંસ્થાન વૃત્તવલયાકાર છે. એના ચારેય દિશાઓના ચરમતમાં ઘનોદધિ, ઘનવાત, તેનુવાત એ ત્રણે વલય છે.
ઘનોદધિ આદિ તથા ઘનોદધિવલય આદિ દ્રવ્યોના સ્વરૂપની પણ અહીં ચર્ચા છે.
પૃથ્વીઓના પૂર્વાદિ ચરમાંતોના ઘનોદધિવલય આદિ ત્રણ ભેદ બતાવવામાં આવ્યા છે. અને એના અંતરનું પણ CL વિસ્તૃત વર્ણન છે.
- 68.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org