________________
આ (દ્રવ્ય) લોક ધર્મ,અધર્મ, જીવ, પુદ્ગલાસ્તિકાય તથા પૃથ્વી, અપૂ, વાયુ, વનસ્પતિકાયિક જીવોથી , સ્પૃશાયેલ છે. લોકમાં શાશ્વત અને અનંત જીવ-અજીવ છે.
લોકના સ્વરૂપની વ્યાખ્યા બે પ્રકારની કરવામાં આવી છે. જેમકે - ધર્મ, અધર્મ, આકાશ, જીવ અને પુદ્ગલ આ પાંચ અસ્તિકાયમય આ લોક છે અથવા જેમાં ધર્મ અને અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ આ છ દ્રવ્ય મળે છે ઉં તે લોક છે.
આ લોક દિશાઓ દ્વારા લોક વ્યવહારનો આધાર છે. પૂર્વ વગેરે દશ દિશાઓ છે અને ઈન્દ્રા વગેરે એના દશ નામ છે.
આ દિશાઓમાં જીવો અને અજીવોની અવસ્થિતિ છે. આ દિશાઓ સૂચક પ્રદેશોમાંથી નીકળેલ છે. પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર, આ ચારે દિશાઓ વગેરેથી બે પ્રદેશવાળી છે. અને ઉત્તરોત્તર બે-બે પ્રદેશોની વૃદ્ધિ થતી રહી છે. લોકની અપેક્ષાએ સાદિ, સાત્ત અસંખ્ય પ્રદેશવાળી અને અલોકની અપેક્ષાએ આદિ, અનંત અને અનંત પ્રદેશવાળી છે. એનો આકાર લોકમાં મુરજના આકારનો અને અલોકમાં ઉર્ધ્વ શકટ (ગાડુ)ના આકારનો છે.
આગ્નેયી આદિ ચારેય વિદિશાઓ સૂચક પ્રદેશોમાંથી નીકળેલી છે અને (તે) એક પ્રદેશ વિસ્તારવાળી છે.
લોકાપેક્ષા સાદિ સાંત અને અસંખ્યાત પ્રદેશવાળી છે અને અલોકાપેક્ષા સાદિ, અનંત તથા અનંત પ્રદેશવાળી છે. આકાર તૂટેલી મોતીની માળા જેવો છે.
વિમલા અને તમા દિશાઓ સૂચક પ્રદેશોમાંથી નીકળેલી છે. આદિમાં ચાર પ્રદેશ છે તે પ્રદેશો ઉત્તરોત્તર વૃદ્ધિ રહિત છે. લોકાપેક્ષા અસંખ્યાત પ્રદેશવાળી છે. બાકીનું વર્ણન આગ્નેયી આદિ વિદિશાઓની જેવું છે.
આ દિશાઓ-વિદિશાઓમાં જીવ પણ છયાવઅજીવ પ્રદેશ છે. વિદિશાઓમાં જીવ દેશ, જીવ પ્રદેશ, અજીવ, અજીવદેશ અને અજીવપ્રદેશ છે. વિમલાના માટે જીવોનું કથન વિદિશાઓની સમાન તથા અજીવોનું કથન દિશાઓની સમાન છે. પરંતુ તમામાં અદ્ધા સમય મળતો નથી.
પદ્રવ્યમયી લોક છે તે પૂર્વે કહેવામાં આવ્યું છે. એનું વિશેષ વિવરણ એ છે કે-લોકમાં જીવ-અજીવ બન્ને પ્રકારના દ્રવ્ય છે. જીવમાં-જીવ, જીવદેશ અને જીવ પ્રદેશ છે. જીવ - એકેન્દ્રિય યાવતુ અનિન્દ્રિય જીવ દેશ -એકેન્દ્રિય દેશ યાવતુ અનિન્દ્રિય પ્રદેશ પ્રાપ્ત થાય છે. અજીવમાં ચાર પ્રકારના રૂપી અને અરૂપી સાત પ્રકારના પ્રાપ્ત થાય છે.
લોકમાં એક આકાશ પ્રદેશ પર જે જીવ, જીવદેશ, જીવપ્રદેશ, અજીવ, અજીવદેશ, અજીવ પ્રદેશ છે અને જે એકેન્દ્રિયાદિના પ્રદેશ છે તે પરસ્પરમાં કોઈને બાધા વગેરે પહોંચાડતા નથી. આ વાત નર્તકીના દષ્ટાંતથી સ્પષ્ટપણે કહેવામાં આવી છે.
લોકના એક આકાશપ્રદેશમાં જીવો અને જીવપ્રદેશના અલ્પબદુત્ત્વની પણ ચર્ચા કરવામાં આવી છે.
લોક ચરમાંતોમાં જીવાજીવ અને એના દેશ પ્રદેશનું પણ વિસ્તારપૂર્વક વર્ણન છે. સાથે નૈગમ -- વ્યવહાર અને સંગ્રહનયની અપેક્ષાથી લોકમાં ક્ષેત્રાનુપૂર્વી આદિ દ્રવ્યોનું અસ્તિત્વ સિધ્ધ કરવામાં આવ્યું છે. તે સ્પર્શના સિધ્ધની છે.
આ દ્રવ્યલોક વર્ણનનો સાર સંક્ષેપ થયો. સાથે-સાથે ક્ષેત્રલોકનું પણ અહીં વર્ણન છે.
આ ક્ષેત્રલોક - અધોલોક, તિર્યલોક અને ઉર્ધ્વલોકના ભેદથી ત્રણ પ્રકારનો છે. પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂવના પ્રકારથી એનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પ્રમાણે અધોલોક, તિર્યલોક, ઉદ્ગલોક આ પૂર્વાનુપૂર્વીકમ વિન્યાસ છે. ઊર્ધ્વલોક, તિર્યલોક, અધોલોક પચાનુપૂવક્રમ છે તથા એકોત્તરવૃદ્ધિપૂર્વક પરસ્પર ગુણાકાર આદિ અંતરૂપને ઓછું કરવું તે અનાનુપૂર્વી છે.
લોકમાં બધાથી અલ્પ તિર્યકલોક છે અને એનાથી ઊર્ધ્વલોક અસંખ્યાતગણા તથા અધોલોક વિશેષાધિક દર્શાવવામાં આવ્યો છે.
આ લોક પ્રજ્ઞપ્તિની અનન્તર અધોલોકનું વર્ણન થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org