________________
કરી
કરી છે
જા
- w o
rrior poor GO પૂર્વાદિ ચરમાન્તોનું જીવ, અજીવ તથા એના અનેક દેશ-પ્રદેશ સહિત અહીં વર્ણન છે.
આ રત્નપ્રભા આદિ સાતેય પૃથ્વીઓ પ્રત્યેક એકવચન અને બહુવચનની અપેક્ષાએ અચરમ છે, ચરમ ચરમાન્ત પ્રદેશ છે અને અચરમાન્ત પ્રદેશ છે.
સાતેય પૃથ્વીઓના અચરમાદિનું અલ્પબદુત્વપણ અહીં બતાવવામાં આવ્યું છે. સાથે-સાથે રત્નપ્રભા આદિ પૃથ્વીઓથી લોકાંતના અંતરની અહીં ચર્ચા કરવામાં આવી છે.
અધોલોક ક્ષેત્રલોક દ્રવ્યથી અનંત જીવ દ્રવ્યાદિ છે. કાલથી નિત્યતા સિધ્ધ કરવામાં આવી છે. ભાવથી અનંત પર્યવ યાવતું અનંત અગુરુલઘુ પર્યવ છે.
અધોલોકના એક આકાશ પ્રદેશમાં જીવ, અજીવ અને એના દેશ-પ્રદેશ પણ દર્શાવવામાં આવ્યા છે. અવકાશાંતરાદિના ગુરુત્વાદિનું પણ અહીં પ્રરૂપણ છે.
નરયિકોના નારકાવાસ રત્નપ્રભા, શર્કરા પ્રભા, બાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા, તમસ્તમપ્રભા નામની સાત પૃથ્વીઓ પણ છે. નરકાવાસોની કુલ સંખ્યા ચોરાસી લાખ છે. એ નરકાવાસ ઉપપાત, સમુદ્યાત અને સ્વસ્થાનની અપેક્ષા લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. તથા અંદર ગોલ અને બહાર ચોરસ છે. ત્યાં ચંદ્ર, સૂર્ય આદિનો અભાવ છે. કૃષ્ણવર્ણ અને કૃષ્ણ આભાવાળા છે. મેદ, વસા, રૂધિર, માંસ આદિ ધૃણિત પદાર્થોના કીચડથી વ્યાપ્ત છે. અહીં રહેનારા સદા ભયગ્રસિત અને ઉદ્વિગ્ન રહે છે.
પર્યાપ્ત અને અપર્યાપ્ત નૈરયિકોના સ્થાનોની ચર્ચા પણ અહીં વિસ્તૃતપણે છે. રત્નપ્રભા અને પંકપ્રભાથી અત્યંત નિકૃષ્ટ છઃ છ મહાનરકાવાસ પણ દર્શાવવામાં આવ્યા છે.
અપ્રતિષ્ઠાન નરકાવાસ એક લાખ યોજન લાંબો-પહોળો છે. અહીં સાતેય પૃથ્વીઓનું બાહુલ્ય તથા એ પૃથ્વીઓના નરકાવાસોની સંખ્યા પણ બતાવવામાં આવી છે. રત્નપ્રભા આદિ નરક પૃથ્વીઓના નારકાવાસોનું સામાન્ય વર્ણન તો પૂર્વે જેવું જ છે. પરંતુ ક્રમશ: નરકાવાસોની સંખ્યા પૃથકુ-પ્રથકુ આ પ્રમાણે છે :
(૧) તીસ લાખ (૨) પચીસ લાખ (૩) પંદર લાખ (૪) દસ લાખ (પ) ત્રણ લાખ (૬) પાંચ ઓછા એક લાખ અને (૭) પાંચ મોટા નરકાવાસ છે. આ બધા નરકાવાસ પ્રત્યેક પૃથ્વીના પોત-પોતાના બાહુલ્યમાંથી ઉપર-નીચે એક-એક હજાર યોજન મૂકીને તથા તમસ્તમપ્રભા પૃથ્વીમાં ઉપર નીચે સાડા બાવન હજાર યોજન મૂકીને વચલા ભાગમાં છે.
એમાં પ્રત્યેક નારકાવાસનું બાહુલ્ય ત્રણ હજાર યોજન છે. એમાં નીચે એક હજાર યોજન ધન (નક્કર), મધ્યમાં એક હજાર યોજન પોલા અને ઉપર એક હજાર યોજન સંકુચિત છે.
રત્નપ્રભાથી આરંભી તમઃ પ્રભા પૃથ્વી સુધીના નરકાવાસોનો આયામ-વિઝંભ અને પરિધિ સંખ્યાત વિસ્તારવાળોના સંખ્યાત સહસ્ત્ર યોજનાનો અને અસંખ્યાત વિસ્તારવાળોના અસંખ્યાત સહસ્ત્રયોજનનો છે. તમસ્તમાં પૃથ્વીના સંખ્યય વિસ્તારવાળા નરકાવાસોના આયામ વિખંભ એક લાખ યોજનનો છે અને ત્રણ લાખ સોલ હજાર બસો સત્તાવીશ યોજન, ત્રણ કોશ, એકસો અઠ્ઠાવીસ ધનુષથી કંઈક વધુ સાડાતેર આગળની પરિધિ છે તથા અસંખ્યય વિસ્તારવાળાના આયામ વિકૅભ તથા પરિધિ અસંખ્યાત લાખ યોજનનો છે.
સીમાંતક નરકાવાસનો આયામ વિખંભ પીસ્તાલીસ લાખ યોજન છે. રત્નપ્રભા આદિ પૃથ્વીઓની વિશાળતા ઉત્કૃષ્ટ ગતિવાળા દેવના ઉદાહરણ દ્વારા બતાવવામાં આવી છે.
નરકાવાસોમાં આવલિકા પ્રવિઠોનું સંસ્થાન (આકાર) વૃત્ત (ગોલ), અન્ન અને ચતુરસ્ત્ર છે તથા આવલિકા બાહ્યોનાં સંસ્થાન બાવીસ પ્રકારના છે. પરંતુ તમસ્તમ, વૃત્ત અને ત્રિકોણ સંસ્થાનવાળી છે.
આ નારકાવાસોનું વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ અનિષ્ટતર અમણામતર છે. તે સર્વ વજુમય છે. શાશ્વત છે. પરંતુ S વર્ણાદિપર્યાયોની અપેક્ષાએ અશાશ્વત છે.
એમાં ઘણા બધા જીવ અને પુદ્ગલ આવતા -- જતા રહે છે.
monour
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org