SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગ ૦ | ૦] પણ બહુવિશાળ છે તથા એનાથી સેંકડો, હજારો, લાખો ગણા મોટા છે. પરંતુ એનું નાના દેખાવાનું કારણ એ છે કે તેઓ આપણાથી સૂર્યની અપેક્ષા ઘણા વધુ અંતરે આવેલા છે. જ્યેષ્ઠાનક્ષત્ર એટલું વિશાલ છે કે એમાં ૭00,00,00,00,00,000પૃથ્વીઓ સમાઈ જાય. ૩. પ્રકાશવર્ષ - તારાઓના અંતરને સમજવા માટે આપણા સંખ્યાવાચક શબ્દ કામમાં આવી શકતા નથી. એની ગણના માટે વૈજ્ઞાનિકોની બીજી જ વિધિ છે. પ્રકાશની ગતિ પ્રતિ સેકંડ પર એક લાખ છયાસી હજાર(૧,૮૬,૦૦૦) માઈલ તથા પ્રતિમીટરે એક કરોડ અગ્યાર લાખ સાઈઠ હજાર (૧, ૧૧,૦,૦૦૦) માઈલ માપવામાં આવી છે. આ પ્રમાણથી સૂર્યનો પ્રકાશ, અમારી પૃથ્વી સુધી આવવામાં સાડા આઠ (૮-૧૨) મીનીટ લાગે છે. તારા અમારાથી એટલા દૂર છે કે એનો પ્રકાશ અમારી સમીપ વર્ષોમાં આવે છે. અને જેટલા વર્ષોમાં તે આવે છે એટલા જ પ્રકાશ વર્ષની અંતરે તે તારા હોવાનું કહેવામાં આવે છે. સેંચુરી નામનો અતિ નિકટવર્તી તારો અમારાથી સાડા ચાર-પ્રકાશ વર્ષના અંતરે છે કેમકે એનો પ્રકાશ ને અમારી પાસે આવવામાં સાડા ચાર વર્ષ લાગે છે. આ પ્રકારે દસ, વીસ, પચાસ તેમજ સેંકડો પ્રકાશ વર્ષોના અંતરે જ નહિ, પરંતુ એવા-એવા તારાઓનું જ્ઞાન થઈ ગયું છે કે જેનું અંતર દસ લાખ પ્રકાશ વર્ષ માપવામાં આવ્યું છે. તથા જે પરિણામમાં આ પૃથ્વીથી શું પણ આપણા સૂર્યથી પણ લાખો ગણા મોટા છે. તારાઓની સંખ્યાનો કોઈ પાર નથી. આપણી દૃષ્ટિથી વધુમાં વધુછટ્ટ પ્રમાણ સુધીના લગભગ છ-સાત હજા૨તારા જ દેખાય છે. પરંતુ દૂર-દર્શક યંત્રોની જેટલી શક્તી વધતી જાય છે. એટલા અધિકાધિક તારા દેખાય છે. આજ સુધી વીસ પ્રમાણ સુધીના તારાઓ જોવા યોગ્ય યંત્રો બની ચૂક્યા છે. જેના દ્વારા બે સરળથી પણ વધુ તારા જોવામાં આવ્યા છે. જેની તાલિકા આગળ આપવામાં આવી છે. ૪, વૈજ્ઞાનિકોની અનુસાર તારાની સંખ્યા આજના વિજ્ઞાનિકોએ પ્રકાશની હીનાધિકતા અનુસાર તારાઓને કોઈ કેટલાય મોટા વર્ગમાં વહેંચ્યા છે. પહેલા, બીજા અને ત્રીજા વર્ગના તારા અધિક ચમકીલા છે. પરંતુ એની સંખ્યા બહુ ઓછી છે. આઠમા વર્ગ સુધીના તારાઓ આંખથી જોઈ અને ગણી શકાય છે. પરંતુ એની આગળના વર્ગોના તારાઓને દૂરબીનની સહાયતાથી જ જોવામાં અને ગણવામાં આવ્યા છે. વિજ્ઞાનિકો દ્વારા ૨૦ વર્ગોમાં વિભક્ત તારાની સંખ્યા આ પ્રમાણે છે - સંખ્યા વર્ગ સંખ્યા – ૧૯ ૮૭,૦૦૦ ૬૫ ૨૨,૭૦,૦૦૦ ૨૦૦ પ૭,૦૦,૦૦૦ ૫૩૦ ૧,૩૮,૦૦,૦૦૦ ૧૬ ૨૦ ૧૫ ૩, ૨૦,૦૦,૦૦૦ ૪૮૫૦ ૭, ૧૦,૦૦,૦૦૦ ૧૪૩OO. ૧૭ ૧,૫૦,૦૦,OOO ૪૧OOO ૨૯,૬૦,૦૦,૦૦૦ ૧૧૭૦૦ પ૬,૦૦,૦૦,૦૦૦ – ૩૨૪૦૦ ૨૦ – ૧,૦૦,૦૦,૦૦,૦૦૦ (એક અરબ) જેમ્સ જીન્સ સદશ વૈજ્ઞાનિક જ્યોતિષીનો મત એ છે કે- તારાની સંખ્યા અમારી પૃથ્વીના સમસ્ત સમુદ્ર તટોની રેતીના કણોની બરાબર હોય તો તે આશ્ચર્ય નથી. તે અસંખ્ય તારા એક બીજાથી કેટલા દૂર-દૂર છે, એનું અનુમાન એના પરથી કરી શકાય છે કે સૂર્યથી અતિનિકટવર્તી તારા સાડા ચાર પ્રકાશ-વર્ષ અર્થાત્ અરબો-ખરબો માઈલના અંતરે છે. એ બધા તારા ઘણા વેગથી ગતિશીલ હોય છે અને એનો પ્રવાહ બે ભિન્ન દિશાઓમાં પ્રાપ્ત થાય છે. ૫ નિહારિકા વિખરાયેલ વરાળના શક્તમાં જે અનેક તારાઓનો સમૂહ પ્રાપ્ત થાય છે એને નીહારિકા કહેવામાં આવે છે. વિના દૂરબીન પોતાની આંખો વડે એકાધ જ નિહારિકા જોઈ શકીએ છીએ. અને તે પણ જોવામાં તારા જેવી જ લાગે છે. દૂરબીનમાં જોવાથી એમાંથી કેટલીક ગોળ દેખાય છે અને કેટલીકની આકૃતિ શંખના ચક્કર જેવી છે. ગોળનિહારિકાઓ આપણા સ્થાનીય વિશ્વના અથવા આકાશ ગંગાના તારાગુચ્છ છે. ચકકરદાર નિહારિકાઓ મહાન વિશ્વથી નાની, પરંતુ કરોડો તારાગુચ્છ મળીને થયેલ નાના વિશ્વ જેવી છે. આજ સુધી વિશેષ વિવરણની સાથે શોધ-ખોળ કરવામાં આવ્યું હોય તેવી નિહારિકાઓથી સૌથી પણ ઓછી છે. પરંતુ દૂરબીનથી વીસ લાખ જેટલી ચક્કરદાર નીહારિકાઓના અસ્તિત્વની જાણકારી થઈ છે. આકાશ ગંગા પણ એવી જ શ્રેણીનું એક દ્વીપ-વિશ્વ LLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLM MA 41 MLA MULL www.jainelibrary.org ૦ ૦ 0 0 = = ટ ૧ F ૦ ૧ ૧૮ ૧૯ ૧ Jain Education International For Private & Personal Use Only
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy