SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ અને એની સહાયક નદીઓ ઝેલમ, ચિનાવ, રાવી, વ્યાસ અને સતળજ છે. ગંગા અને સિંધુની લંબાઈ લગભગ પંદરસો માઈલની છે. દેશની મધ્યમાં વિધ્ય અને સાતપુડાની વચ્ચે પૂર્વથી પશ્ચિમની તરફ સમુદ્ર સુધી વહેનારી નર્મદા નદી છે. સાતપુડાના દક્ષિણમાં તાપ્તી (તાપી) નદી છે. દક્ષિણ ભારતની પ્રમુખ નદીઓ ગોદાવરી, કૃષ્ણા, કાવેરી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. દેશના ઉત્તરમાં સિંધુથી ગંગાના કછાર (મુખ) સુધી પ્રાય: આર્ય જાતિના તથા સાતપુડાથી સુદૂર દક્ષિણમાં દ્રવિડ જાતિના, તેમજ પહાડી પ્રદેશોમાં ગોંડ, ભીલ, કોલ અને કિરાત આદિ આદિવાસી જન-જાતિઓના લોક રહે છે. વર્તમાનમાં ઉપલબ્ધ આ આઠ હજાર માઈલ વિસ્તૃત અને પચ્ચીસ હજાર માઈલ પરિધિવાળો ભૂમંડળની ચારેબાજુ અનંત આકાશ છે જેમાં આપણે દિવસે સૂર્ય અને રાત્રિએ ચંદ્રમાં તેમજ તારાઓનું દર્શન થાય છે અને એનાથી પ્રકાશ મળે છે. એમાંથી પૃથ્વીથી બધા કરતા અધિક સમીપ ચંદ્રમાં છે, જે આ ભૂમંડળથી લગભગ અઢી લાખ માઈલ દૂર છે. એ પૃથ્વી જેવા જ એક ભૂમંડળ છે જે પૃથ્વીથી ઘણો નાનો છે અને એની ચારે તરફ ઘૂમ્યા કરે છે. જેથી અમારા ત્યાં શુકલ અને કૃષ્ણ પક્ષ થાય છે. ચંદ્રમામાં સ્વયં પ્રકાશિત નથી પરંતુ તે સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થાય છે. એટલે પોતાના પરિભ્રમણ અનુસાર ઘટતો-વધતો દેખાય છે. અનુસંધાનથી જ્ઞાત થયું છે કે ચંદ્રમાં બિલકુલ ઠંડો થઈ ગયો છે. અને પૃથ્વીના ગર્ભની જેમ એમાં અગ્નિ નથી. એની આસ-પાસ વાયુમંડળ પણ નથી. અને ન એના ધરાતલ પર જળ છે. એ કારણોથી ત્યાં શ્વાસોચ્છવાસ-પ્રધાન પ્રાણી અને વનસ્પતિ ઉપલબ્ધ નથી. ત્યાં પર્વત તથા કન્દરાઓ સિવાય કાંઈ નથી. તેથી અનુમાન કરવામાં આવે છે કે- ચન્દ્રમાં પૃથ્વીનો એક ભાગ છે, જેને છૂટા પડવોને પાંચ-છ કરોડ વર્ષ થયા છે. ૨. ચંદ્રનું ક્ષેત્રફળ વગેરે - આજના વૈજ્ઞાનિકોએ ચંદ્રના વિષયમાં જે તથ્ય સંકલિત કર્યું છે એમાંથી કેટલુંક આ પ્રમાણે છે - ચંદ્ર વ્યાસ ૨૧૬૦ માઈલ કે ૩૪૫૬ કિલોમીટર પૃથ્વીનો ચતુર્થ ભાગ ચંદ્રની પરિધિ ૧૦૮૬૪ કિલોમીટર ચંદ્રથી પૃથ્વીનું અંતર ૩૮૧૧૭૧ કિલોમીટર ચંદ્રનું તાપમાન ૧૧૭ સેન્ટીગ્રેડજ્યારે સૂર્ય માથા ઉપર હોય. ચંદ્રનું રાતમાં તાપમાન - ૧૩૭ સેન્ટીગ્રેડ ચંદ્ર તળિયામાં ગુરુત્વાકર્ષણ - પૃથ્વી કરતા છઠ્ઠા અંશ જેટલું પૃથ્વી પર જે વસ્તુનું વજન ૨૭ કિલો હોય છે. એનું ચંદ્ર પર ૪.૫ કિલો થાય છે. ચંદ્રવિસ્તાર કે બિમ્બ પૃથ્વીના ૧૦૦ મા અંશ જેટલો છે અને એનું આયતન પૃથ્વીના આયતનના પાંચમા ભાગ જેટલું છે. ચંદ્રમાની ગતિ ૩૬૯ કિલોમીટર પ્રત્યેક કલાકે છે. ચંદ્રને પૃથ્વીની એક પરિક્રમા કરવા માટે ૨૭ દિવસ ૭ કલાક અને ૪૩ મીનીટ લાગે છે. કેમકે તે લગભગ એટલી ગતિથી પોતાની ધૂરી પર ઘૂમે છે. ચંદ્રમાની પાસે ક્રમશઃ શુક્ર, બુધ, મંગળ, બૃહસ્પતિ અને શનિ આદિ ગ્રહ છે. એ બધા પૃથ્વીની જેમ જ ભૂમંડળવાળા છે. અને સૂર્યની પરિક્રમા કર્યા કરે છે. તથા સૂર્યના પ્રકાશથી જ પ્રકાશિત થાય છે. આ ગ્રહોમાંથી કોઈપણમાં આપણી પૃથ્વીની જેમ જીવોની સંભાવના નથી માનવામાં આવતી કેમકે ત્યાંની પરિસ્થિતિઓ જીવનના સાધનોથી સર્વથા પ્રતિકૂલ છે. આ ગ્રહો પૃથ્વીથી લગભગ સાડા નવ કરોડ માઈલના અંતરે સૂર્ય-મંડલ છે, જે પૃથ્વીથી લગભગ પંદર લાખ ગણો મોટો છે. અર્થાત્ પૃથ્વી જેવા લગભગ પંદર લાખ ભૂમંડલ એના ગર્ભમાં સમાઈ શકે છે. સૂર્યનો વ્યાસ ૮,૬૦,૦૦૦ માઈલ છે. એ મહાકાય સૂર્ય-મંડલ અગ્નિથી પ્રજ્વલિત છે અને એની જ્વાલા લાખો માઈલ સુધી ઉઠે છે. સૂર્યની જ્વાળાથી કરોડો માઈલ વિસ્તૃત સૌરમંડળ આખામાં પ્રકાશ અને ઉષ્ણતા ફેલાય છે. સૂર્યના ધરાતલ પર ૧૦,૦૦૦ફેરનહીટ ગરમી હોય છે. જેમ્સ જીન્સ નામના વૈજ્ઞાનિકનો એવો મત છે કે- આ સૂર્યની વિચ્છિન્નતાથી પૃથ્વી, બુધ, બૃહસ્પતિ વગેરે ગ્રહ અને એના ઉપગ્રહ બન્યા છે. જે બધા હજી સુધી એના આકર્ષણથી નિબદ્ધ થઈને એની આસપાસ ઘુમ્યા કરે છે. અમારૂં ભૂમંડળ સૂર્યની પરિક્રમા ૩૬૫ દિવસમાં તથા પ્રતિ ચોથા વર્ષે ૩૬૬ દિવસમાં પૂર્ણ કરે છે. અને એના આધાર પર અમારુ વર્ષ-માન અવલંબિત છે. આ પરિભ્રમણમાં પૃથ્વી નિરંતર પોતાની ધરી પર ૬૦ હજાર માઈલ પ્રતિ કલાકના હિસાબથી ઘૂમ્યા કરે છે. જેના કારણે આપણા ત્યાં દિવસ અને રાત્રિ થયા કરે છે. પૃથ્વીનો જે ગોલાઈ સુર્યની સંમુખ પડે છે, ત્યાં દિવસ અને બાકીના ગાલોધમાં રાત્રિ થાય છે. વૈજ્ઞાનિકોનો એ પણ મત છે. કે એ પૃથ્વી વગેરે ગ્રહ અને ઉપગ્રહ પુનઃ સૂર્યની તરફ આકૃષ્ટ થઈ રહ્યા છે. ઉપર જે મહાકાય સૂર્ય-મંડળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એની બરોબરી કરી શકે એવું કોઈપણ જ્યોતિમંડળ આકાશમાં દેખાતું નથી. પરંતુ એનાથી એ ન સમજવું જોઈએ કે અતિ લધુ દેખાનારા તારાઓનાં સૂર્યની સમાન એકપણ નથી. વસ્તુતઃ આપણને જે તારાઓના દર્શન થાય છે, એમાં સૂર્યથી નાના તેમજ સૂર્યની બરોબરીવાળા તારા તો બહુ થોડા છે. એમાં અધિકાંશ તો સૂર્યથી Mulla MLA 40 MMMMMMMMMMMI Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy