SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ છે. કોઈ-કોઈ વખતે ભૂગર્ભની એ જ્વાલા ઉગ્ર થઈ ભૂકંપ ઉત્પન્ન કરી દે છે અને કોઈ વખતે જ્વાલામુખીના રૂપમાં ફૂટી નીકળે છે. જેનાથી પર્વત, ભૂમિ, નદી, સમુદ્ર વગેરેના જલ અને સ્થળ ભાગોમાં પરિવર્તન થતું રહે છે. એ અગ્નિના તાપથી પૃથ્વીનું દ્રવ્ય યથાયોગ્ય દબાણ અને શીતલતા પામીને વિવિધ પ્રકારની ધાતુ-ઉપધાતુ તેમજ તરલ પદાર્થોમાં પરિવર્તીત થઈ ગયું છે. જે અમને પથ્થર, કોલસા, લોખંડ, સોનું, ચાંદી વગેરે તથા જલ અને વાયુ મંડલના રૂપમાં દેખાય છે. જળ અને વાયુ જ સૂર્યના તાપથી મેઘ વગેરેનું રૂપ ધારણ કરી લે છે. આ વાયુમંડળ પૃથ્વીના ધરાતલથી ઉત્તરોત્તર વિરલ થતું લગભગ ૪૦૦ માઈલ સુધી ફેલાયેલ હોવાનું અનુમાન કરવામાં આવે છે. પૃથ્વીનું ધરાતલ સર્વત્ર સમાન નથી. પૃથ્વીતલનો ઉચ્ચતમભાગ હિમાલયનું ગૌરીશંકર શિખર (માઉન્ટ એવરેસ્ટ) માનવામાં આવે છે. જે સમુદ્રના તળિયાથી ઓગણત્રીસ હજાર ફૂટ અર્થાત્ સાડા પાંચ માઈલ ઊંચું છે. સમુદ્રની અધિકતમ ઊંડાઈ ૩૫,૪૦૦ ફૂટ અર્થાત્ લગભગ છ માઈલ સુધી માપવામાં આવી છે. આ પ્રકારે પૃથ્વી તળની ઊંચાઈ-નીચાઈમાં સાડા અગિયાર માઈલનું અંતર જોવા મળે છે. પૃથ્વીનો ઠંડો થઈને જામેલ થ૨ સિત્તર માઈલ માનવામાં આવે છે. એની દ્રવ્ય-રચનાના અધ્યયનથી અનુમાન કરવામાં આવ્યું છે કે એને જામ્યા ને અજબો-ખરબો વર્ષ થઈ ગયા છે. સજીવ તત્ત્વના ચિહ્ન કેવલ ચોત્રીસ માઈલ ઉપરની થ૨માં મળી આવે છે. જેના પરથી અનુમાન કરવામાં આવ્યું છે કે પૃથ્વી પર જીવતત્ત્વ ઉત્પન્ન થયાને બે કરોડ વર્ષથી વધુ સમય થયો નથી. એનાં પણ મનુષ્યનો વિકાસના ચિહ્ન પરથી કેવળ એક કરોડ વર્ષની અંદ૨ થયો હોવાનું અનુમાન કરવામાં આવે છે. પૃથ્વી તલ ઠંડું થઈ ગયા પછી એના પર આધુનિક જીવ-શાસ્ત્ર અનુસાર જીવનનો વિકાસ આ ક્રમથી થયો- સર્વપ્રથમ સ્થિર જલની ઉપર જીવ-કોશ પ્રકટ થયા, જે પાષાણદિ જડપદાર્થોથી મુખ્યત્વે ત્રણ બાબતમાં ભિન્ન હતા. એકતો તે આહાર ગ્રહણ કરતા હતા અને વધતા હતા. બીજુ એક તે અહીં તહીં ચાલી પણ શકતા હતા. અને ત્રીજુ એ કે તેઓ પોતાના જેવા અન્ય કોશપણ ઉત્પન્ન કરી શકતા હતા. કાલ-ક્રમ દ્વારા એમાંથી કેટલાક કોશ ભૂમિમાં જડ જમાવીને સ્થાવરકાય વનસ્પતિ બની ગયા અને કેટલાક જલમાં વિકસિત થતા થતા મત્સ્ય (માછલા) બની ગયા. ક્રમશઃ ધીમે ધીમે એવી વનસ્પતિ અને દેડકા વગેરે પ્રાણી ઉત્પન્ન થયા. જે જળમાં જ નહીં, પરંતુ સ્થળ-જમીન પર પણ શ્વાસોચ્છ્વાસ ગ્રહણ કરી શકતા હતા. આજ સ્થળ પ્રાણીઓમાંથી પેટના બલ પર સરકીનેઘસડીને ચાલનારા કાચબા, સાંપ વગેરે પ્રાણી ઉત્પન્ન થયા. એમનો વિકાસ બે દિશાઓમાં થયો- એક પક્ષીના રૂપમાં અને બીજો સ્તનધારીના પ્રાણીના રૂપમાં. સ્તનધારી પ્રાણીઓની એ વિશેષતા છે કે તેઓ ઈંડામાંથી ઉત્પન્ન ન થઈને ગર્ભમાંથી ઉત્પન્ન થાય છે અને પક્ષી ઈંડામાંથી ઉત્પન્ન થાય છે. મગરથી આરંભી ધેટા, બકરી, ગાય, ભેંસ, ઘોડા વગેરે બધા સ્તનધારી જાતિના પ્રાણી છે. એ સ્તનધારી પ્રાણીઓની એક વાનર જાતિ ઉત્પન્ન થઈ. કોઈ એક વખત કેટલાક વાનરોએ પોતાના આગળના બે પગ ઊંચા કરીને પાછલા બે પગ પર ચાલવાનું -ફરવાનું શીખી લીધું. બસ, એમાંથી મનુષ્ય જાતિના વિકાસનો પ્રારંભ થયો માનવામાં આવે છે. ઉક્ત જીવકોશથી આરંભી મનુષ્યના વિકાસ સુધી પ્રત્યેક નવી ધારા ઉત્પન્ન થવામાં લાખો કરોડો વર્ષનું અંતર હોવાનું માનવામાં આવે છે. આ વિકાસ ક્રમમાં વખતોવખત તાત્કાલિક પરિસ્થિતિઓની અનુસાર વિવિધ પ્રકારની જીવ-રાશિઓ ઉત્પન્ન થઈ. એમાંથી અનેક જાતિઓં સમયના પરિવર્તન વિપ્લવ અને પોતાની અયોગ્યતાને કારણે વિનષ્ટ થઈ ગઈ. જેનો પતો અમને ભૂગર્ભમાં રહેવા એમના નિઆતકો-અવશેષો દ્વારા (ખોદકામથી) મળી આવે છે. પૃથ્વી-તલ ૫૨ ભૂમિથી જલનો વિસ્તાર લગભગ ત્રણ ગણો છે. (થલ ૨૯% જલ ૭૧%) જલના વિભાગાનુસાર પૃથ્વીના પાંચ પ્રમુખ ખંડ પ્રાપ્ત થાય છે. એશિયા, યુરોપ અને આફ્રિકા મળીને એક, ઉત્તરી-દક્ષિણી અમેરિકા મળીને બીજો, ઓસ્ટ્રેલિયા ત્રીજો, ઉત્તરી ધ્રુવ ચોથો, પાંચમો દક્ષિણ ધ્રુવ આ સિવાય અનેક નાના-મોટા દ્વીપ પણ છે. એકપણ અનુમાન કરવામાં આવે છે કે સુદૂર પૂર્વમાં સંભવતાં એ પ્રમુખ ભૂમિ ભાગ પરસ્પર જોડાયેલો હતો. ઉત્તરી દક્ષિણી અમેરિકાના પૂર્વી સમુદ્ર તટીય રેખા એવી દેખાય છે કે તે યુરોપ-આફ્રિકાની પશ્ચિમી સમુદ્ર-તટીય રેખાની સાથે ઠીક પ્રમાણમાં મળતી આવે છે તથા હિંદ-મહાસાગરના અનેકે દ્વીપ સમુદ્રની શ્રૃંખલા એશિયા ખંડના ઓસ્ટ્રેલિયાની સાથે જોડાતી હોય એમ લાગે છે. વર્તમાનમાં નહેર ખોદીને આફ્રિકાનું એશિયા-યુરોપ ભૂમિ ખંડથી તથા ઉત્તરી અમેરિકાનું દક્ષિણી અમેરિકાથી ભૂમિ સંબંધ તોડી નાંખવામાં આવ્યો છે. આ ભૂમિ-ખંડોનો આકાર, પરિમાણ અને સ્થિતિ પરસ્પર અત્યંત વિષમ છે. તે ભારતવર્ષ એશિયા-ખંડનો દક્ષિણી-પૂર્વી ભાગ છે. એ ત્રિકોણાકાર છે. દક્ષિણી કોણ લંકાદ્વીપને પ્રાયઃ સ્પર્શ કરે છે. ત્યાંથી ભારતવર્ષની સીમા ઉત્તરની તરફ પૂર્વપશ્ચિમ દિશાઓમાં ફેલાતી જાય છે અને હિમાલય પર્વતની શ્રેણીઓ પર જઈને સમાપ્ત થાય છે. ભારતનો પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણી વિસ્તાર લગભગ બે-બે હજાર માઈલોનો છે. એની ઉત્તરી સીમા પ૨ હિમાલય પર્વત છે. મધ્યમાં વિન્ધ્ય અને સાતપુડાની પર્વતમાલાઓ છે. તથા દક્ષિણના પૂર્વી અને પશ્ચિમી સમુદ્ર-તટો પર પૂર્વી-ઘાટ અને પશ્ચિમી-ઘાટ નામવાળી પર્વત-શ્રેણીઓ ફેલાયેલી છે. ભારતવર્ષની પ્રમુખ નદીઓમાં હિમાલયના પ્રાયઃ મધ્યભાગથી નીકળીને પૂર્વની તરફ સમુદ્રમાં પડનારી બ્રહ્મપુત્ર અને ગંગા છે. એની સહાયક નદીઓમાં જમના, ચંબળ, વેતવા અને સોન વગેરે છે. હિમાલયથી નીકળી પશ્ચિમ તરફ સમુદ્રમાં પડનારી સિંધુ Jain Education International V ૩૩ A For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy