________________
અર્થાત- હે દ્વિજ ! જંબૂદ્વીપસ્થ અન્ય સાત ક્ષેત્રોમાં ભારત વર્ષની સમાન ન કાલની અવસર્પિણી અવસ્થા છે અને ન ઉત્સર્પિણી અવસ્થા.
૧૧ - વર્ષધર પર્વતો પર સરોવર -
જૈન માન્યતાની જેમ માર્કન્ડેય પુરાણમાં પણ વર્ષધર પર્વત ઉપર સરોવરોનો તથા એના કમલોનો ઉલ્લેખ આ પ્રકારે મળે છે
एतेषां पर्वतानां तु द्रोण्योऽतीव मनोहराः ।। वनै रमलपानीयैः, सरोभिरूपशोभिताः ॥
(, ૬, સ્ત્રી ૧૪-૧૫) ઉક્ત સરોવરોમાં કમલોનો ઉલ્લેખ આ પ્રકારે છેतदेतत् पार्थिवं पद्म, चतुष्पत्रं मयोदितम् ।
(બ. , સ્કોવ ર ) અહીં એ જ્ઞાતવ્ય છે કે – જૈન માન્યતાની જેમ જ પુરાણકારે પણ પદ્મને પાર્થિવ માન્યા છે.
(ઘ) ભારત વર્ષનું નામકરણ જંબૂદ્વીપના પ્રથમ વર્ષ અથવા ક્ષેત્રનું નામ ભારત વર્ષ' છે. એનું નામ કેવી રીતે પડ્યું, એ વિષયમાં જૈન માન્યતા એ છે કે આદિ તીર્થંકર ભ.ઋષભદેવના સો પુત્રોમાંથી જેય આદિ પુત્ર ભરત કે જે પ્રથમ ચક્રવર્તી હતા, એમણે આ ક્ષેત્રમાં સર્વ પ્રથમ રાજ્ય-સુખ ભોગવ્યું, આ કારણે આ ક્ષેત્રનું નામ 'ભારત વર્ષ’ પ્રસિદ્ધ થયું. શ્રીમદુમાસ્વામિરચિત તત્ત્વાર્થ-સૂત્રના મહાનું ભાષ્યકાર શ્રીમદકલંબક દેવે ત્રીજા અધ્યાયના દશમાં સૂત્રની વ્યાખ્યા આપતા લખ્યું છે કે
भरतक्षत्रिययोगाद्वर्पो भरतः विजयार्धस्य दक्षिणतो जलधेरूतरतः गंगा-सिन्ध्वोर्वहुमध्यदेशभागे विनीता नाम नगरी। तस्यामुत्पन्नः सर्व राजलक्षणसम्पन्नो भरतो नामाद्यश्च क्रधरः षट्रवण्डाधिपतिः अवसर्पिण्या राज्य विभाग काले तेनार्दी भुक्तत्वात्, तद्योगाद् 'भरत' इत्यारव्याते वर्षः ।" હિંદુઓના પ્રસિદ્ધ માર્કન્ડેય-પુરાણમાં પણ વ્યાસ મહર્ષિએ ઉક્ત કથનનું સમર્થન કરતા તેરમા અધ્યાયમાં કહ્યું છે –
ऋषमाद् भरतो जज्ञे वीरः पुत्रशताद्वरः । सोऽभिषिच्यर्षभः पुत्रं, महाप्रावाज्यमास्थितः ॥४१॥ तपस्ते वे महाभागः पुलहाश्रमसंश्रयः हिमाहंव दक्षिणं वर्ष, भरताय पिता ददौ ॥४२॥
तस्मात्तु भारतं वर्ष तस्य नाम्ना महात्मनः ॥४३॥ અર્થાત - ઋષભથી ભરત પૈદા થયો, જે એમના સો પુત્રમાંથી સર્વશ્રેષ્ઠ હતો. એનો રાજ્યાભિષેક કરીને ઋષભ મહાનુભાવ પ્રવ્રજિત થઈને પુલહાશ્રમ ચાલ્યા ગયા. જંબુદ્વીપના હિમ નામના દક્ષિણાક્ષેત્ર પિતાએ ભરતને આપ્યું એને કારણે એ મહાત્માના નામથી તે ક્ષેત્ર ભારત વર્ષ' કહેવા લાગ્યું.
આ સિવાય જંબુદ્વીપ-પ્રજ્ઞપ્તિમાં ભરતક્ષેત્ર' આ નામના વધુ બે કારણ પણ પ્રતિપાદિત કરવામાં આવ્યા છે. પ્રથમ એક એ ક્ષેત્રના અધિષ્ઠાયક દેવનું નામ ભરત છે. બીજુ એક આ નામ શાશ્વત છે.
અહીં એ પણ સ્મરણીય છે કે- પ્રત્યેક-ઉત્સર્પિણી-અવસર્પિણી કાળના પ્રથમ ચક્રવર્તીનું નામ ભરત જ હોય છે. આ બધા કારણોને લીધે આ ક્ષેત્ર ભરત નામથી પ્રસિદ્ધ છે.
કેટલાક લોકો દુષ્યન્ત પુત્ર ભરતના નામથી આ ક્ષેત્રનું નામકરણ થયું છે એમ કહે છે. પરંતુ આ ભરતનું વ્યક્તિત્વ એટલું અસાધારણ ન હતું કે એના નામ પરથી એ ક્ષેત્રની પ્રસિદ્ધિ માનવામાં આવે. એ સિવાય એ પૂર્વે આ ક્ષેત્રનું નામ શું હતું તે આજ સુધી કોઇપણ ઈતિહાસ વેત્તાએ પ્રકટ કર્યું નથી. એ કારણે હવે વિચારણીય ઈતિહાસએ આ મંતવ્યનો અસ્વીકાર કર્યો છે.
(ડ) વૈજ્ઞાનિકોના મતાનુસાર આધુનિક વિશ્વ ૧ - ભૂમંડલ જે પૃથવી પર આપણે નિવાસ કરીએ છીએ તે માટી પથ્થરનો એક મૌસંબીની સમાન ચપટો ગોળો છે. એનો વ્યાસ લગભગ - ૭૯૨૬.૬
૨૪૯૦૨ આઠ હજાર માઈલ = સાટ ઉઠા ૦િ
– ૨૬.૭ અને પરિધિ લગભગ પચ્ચીસ હજા૨ માદ
૭૮૯૯૯ વૈજ્ઞાનિકોના મતાનુસાર આજથી ખરબો વર્ષ પૂર્વ કોઈ સમયે એ જ્વાલામયી અગ્નિનો ગોળો હતો. એ અગ્નિ ધીરે-ધીરે ઠંડો પડતો ગયો અને હવે પૃથ્વીનું ધરાતળ સર્વત્ર શીતલ થઈ ગયું છે. તોપણ એના ગર્ભમાં અગ્નિ તીવ્રતાથી બળી રહ્યો છે, જેના કારણે પૃથ્વીનું ધરાતલ પણ કેટલીક ઉષ્ણતાયુક્ત રહ્યું છે. નીચેની તરફ ખોદકામ કરવાથી ઉત્તરોત્તર અધિક ઉષ્ણતા પ્રાપ્ત થાય
LLLLLLLLA LA 38 r[,
For Private Personal Use Only
છે.
- ૨૪૮૬૮
- ૪૨
Jain Education International
www.jainelibrary.org