________________
0
0
-
=
5
»
છે. અમારી પૃથ્વી ન તો બૃહસ્પતિ જેવા વિશાળ અથવા ન તો શુક્રની જેમ નાનો ગ્રહ છે. સૂર્ય પણ મધ્યમ આકારનો એક ગ્રહ છે. પરંતુ આકાશગંગા પોતાની શ્રેણીની દીપ-વિશ્વોમાં ખૂબ મોટો છે. આકાશ-ગંગા પણ એક મધ્યમ આકારની નીહારિકા છે. જેની માત્રા એક અરબસૂર્યોથી પણ વિશેષ છે. સૂર્ય અમારી પૃથ્વીથી ત્રણ લાખ તેર હજાર ગણો મોટો છે.
૬. આકાશ ગંગા
અહીં એ જ્ઞાતવ્ય છે કે આકાશ ગંગા શું વસ્તુ છે ? રાત્રે આકાશમાં એક સફેદ રેતાળ પથ કે ગંગા જેવી સફેદ પહોળી ધારા દક્ષિણ-પશ્ચિમથી ઉત્તર-પૂર્વની તરફ લાંબા આકારે (પડેલી) દેખાય છે એને આકાશ-ગંગા કહેવામાં આવે છે. એ આકાશ-ગંગા સ્વયં તારાનો એક સમૂહ છે. એમાં સૂર્ય જેવા બે ખરબ જેટલા તારા છે. એની આકૃતિ ઇંડાકાર જેવી ઘડીયાળ અથવા બે જોડાયેલા ગોળ તવાની જેમ વચ્ચમાંથી મોટી અને કિનારા પર પાતળી છે. એને વ્યાસ ત્રણ લાખ પ્રકાશ વર્ષ અને જાડાઈ ૧૦ હજા૨ પ્રકાશ વર્ષ છે.
૭. ગ્રહ જ્યોતિષ મંડળમાં ગ્રહોનું પણ મહત્વપૂર્ણ સ્થાન છે. એનો થોડોક પરિચય નીચે આપેલ કોષ્ટક પરથી જાણવા મળશે
સરાસરી પરિક્રમાનો ગ્રહનું નામ સૂર્યથી સરાસરી
વ્યાસ સમય
ઉપગ્રહોની સંખ્યા અંતર માઈલોમાં
માઈલોમાં વર્ષોમાં ૧. બુધ ૩, ૬૦,૦૦,૦૦૦ ૩૦૩૦ ૦.૨૨ ૨. શુક્ર ૬,૭૨,૦૦,૦૦૦
૭900 ૦.૬૨ ૩. પૃથ્વી ૯, ૨૬,૦૦,૦૦૦ ૭૯૧૮ ૧.૦૦ ૪. મંગલ ૧૪, ૧૫,૦૦,૦૦૦ ૪૨૩૦ ૧.૮૮ ૫. બૃહસ્પતિ | ૪૮,૩૨,00,000 ૮૬૫OO ૧૧.૮૬ ૬. શનિ ૮૮,૫૯,૦૦,૦OO ૭૩OOO ૨૯.૪૬ ૭. અરૂણ ૧, ૭૮,૨૨,૦૦,૦૦૦ ૩૧૯00 ૮૪.૦૨ ૮, વરૂણ ૨,૭૯, ૧૬,૦૦,૦૦૦ ૩૪૮૦૦ ૧૬૪.૭૮
૯. કુબેર ૩, ૭૦,૦૦,૦૦,૦૦૦ | ૩૬૦૫ ૨૫૦.૦૦ અજ્ઞાત સૂર્ય તથા એનું ગ્રહ-કુટુંબ મળીને સૌર્ય-મંડળ કહેવાય છે. ૮, લોક અથવા બ્રહ્માડનો આકાર
જેને આપણે બ્રહ્માંડ કહીએ છીએ, એમાં અનેક સૌર્ય-મંડળ છે. એવું અનુમાન કરવામાં આવે છે કે સૌર્ય-મંડળોની સંખ્યા લગભગ ૧૦ કરોડ છે. અમારું સૌર્ય મંડળ ઐરાવત પથ” (મિલ્કી)નામના બ્રહ્માંડમાં આવેલ છે. ઐરાવત-પથના ચંદ્રરૂપી પથના લગભગ ૨/૩ ભાગ પર એક પીળું બિંદુ છે. તે બિંદુ અમારો સૂર્ય છે. જે પોતાના ગ્રહોને સાથે લઈને ઐરાવત પથ પર બરાબર ઘૂમી રહ્યો છે. પૂર્વ ઐરાવત પથમાં લગભગ ૫૦૦ કરોડ તારા વિદ્યમાન છે. એમાંથી ઘણાખરાને આપણે જોઈ શકતા નથી. કેમકે તેઓ અમારી સામેથી દિવસ દરમ્યાન નીકળે છે, એટલે સૂર્યના પ્રકાશમાં એનો પ્રકાશ અમને દેખાતો નથી. તારાઓ સિવાય ઐરાવત-પથમાં ધુન્ધ, ગેસ અને ધૂળ પણ અધિક માત્રામાં છે. રાત્રિમાં અનેક તારા ગણોનો પ્રકાશ એકત્રિત થઈને આ ગેસ અને ધૂલને પ્રકાશિત કરી દે છે.
આ પ્રકારે સારા વિશ્વ અથવા લોકનું પ્રમાણ અસંખ્ય છે અને આકાશનો કોઈ અંત જ દેખાતો નથી. તારાગણોનું આકાશમાં જે પ્રકારે વિતરણ છે તથા આકાશ ગંગામાં જે તારાપુંજ દેખાય છે, એ પરથી અનુમાન કરવામાં આવ્યું છે કે તારામંડળ-સહિત સમસ્ત લોકનો આકાર લેન્સના જેવો છે. અર્થાતુ ઉપર નીચે ઉભરાયેલો અને વસ્ત્રમાં ફેલાયેલો એવો ગોળ છે, જેની પરિધિ પર આકાશગંગા દેખાય છે અને ઉભરેલા એવા ભાગની મધ્યમાં સૂર્ય-મંડળ છે.
પ્રસ્તુત પ્રસ્તાવનામાં જે લેખકોની રચનાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે હું તે બધાનો આભારી છું. સાથે જ પં.મુનિશ્રી કન્વેયાલાલજી મહારાજ કમલ'નો વિશેષ આભાર માનું છું જેમણે પોતે આ મહાન શ્રમ-સાધ્ય ગણિતાનુયોગ' સંકલનની પ્રસ્તાવના લખવાનો અવસર પ્રદાન કર્યો છે.
હીરાલાલ 'સિધ્ધાન્તશાસ્ત્રી
ન્યાયતીર્થ
LLA LA 42 MMA
For Private & Personal Use Only
M
IIII
Jain Education International
www.jainelibrary.org