________________
||
|
૩૦ લવ
૧ મુહૂર્ત ૬૦ મુહૂર્ત
૧ અહોરાત્રિ ૩૦ અહોરાત્ર
૧ માસ ૧૨ માસ
૧ સવંત્સર કલ્પોના અંતરકલ્પ સંવકલ્પ અને મહાકલ્પ આદિ અનેક ભેદ બતાવવામાં આવ્યો છે.'
તુલના અને સમીક્ષા બૌદ્ધોએ દસ લોક માન્યા છે- નરકલોક, પ્રેતલોક, તિર્યલોક, મનુષ્યલોક અને દેવલોક. છ દેવલોકના નામ આ પ્રકારે છે- ચાતુર્મહારાજિક, ત્રાયસ્ત્રિશ, યામ, તુષિત, નિર્માણરતિ અને પરનિર્મિતવશવર્તી . પ્રેતોને જૈનોએ દેવયોનિક માન્યા છે. એટલે એને ઉક્ત ૬ દેવલોકોની અંતર્ગત કરવાથી નરક, તિર્યંચ, મનુષ અને દેવ એ ચાર લોક જ સિદ્ધ થાય છે. જો કે જૈન અભિમત ચારેય ગતિઓનું સ્મરણ કરાવે છે. બૌદ્ધોએ પ્રેત-યોનિને એક પૃથકગતિ માનીને પાંચ ગતિઓનો સ્વીકાર કર્યો છે જેમકે
नरकादिस्वनामोक्ता गतयः पंच तेषु ताः (अमिधर्मकोश. ३,४) ઉપર બતાવેલ દેવોમાંથી ચાતુર્મહારાજિક ઈન્દ્રદેવના, તુષિત-લૌકાન્તિક દેવોના, ત્રાયસ્ત્રિશ-ત્રાયસ્ત્રિશ દેવોના અને બાકી ભેદ વ્યન્તર દેવોના સ્પષ્ટરૂપથી સ્મરણ કરાવે છે. જૈનોની સમાન બુદ્ધોને પણ દેવો અને નારકી જીવોની ઔપપાતિક જન્મવાળા માનવામાં આવે છે. જેમકે
नारका उपपादुकाः अन्तरा भव देवश्च । (अभिधर्मकोश ३, ४) બૌદ્ધોએ પણ જૈનોની જેમ નારકી જીવોનું ઉત્પન્ન થવાની સાથે ઊર્ધ્વપાદ અને અધોમુખ થઈ નરક-ભૂમિમાં પડવાનું માન્યું છે. જેમકે
एते पतंति निरय उद्धपादा अवंसिरा (सुत्तनिपात) (ऊर्ध्वपादास्तु नारकाः) (अभिधर्मकोश ३, १५)
(ગ) વૈદિક ધર્માનુસાર લોક-વર્ણન. ૧. મર્યલોક
જે પ્રકારે જૈનગ્રંથોમાં ભૂગોળનું વર્ણન કરવામાં આવ્યું છે. લગભગ એ પ્રકારે જ હિન્દુપુરાણોમાં પણ ભૂગોળનું વર્ણન પ્રાપ્ત થાય છે. વિષ્ણુપુરાણમાં દ્વિતીયાંશના દ્વિતીય અધ્યાયમાં બતાવવામાં આવ્યુ છે કે આ પૃથ્વી પર ૧ જંબુ, ૨ પ્લેક્ષ, ૩ શાલ્મલ, ૪ કુશ, ૫ ક્રૌંચ, ૬ શાક અને ૭પુષ્કર નામવાળા સાત દ્વીપ છે. એ બધા ચૂડીની જેમ ગોલાકાર અને ક્રમશ: ૧લવણોદ, ૨ ઈશ્નરસ, ૩મદિરારસ, ૪ ધૃતરસ, ૫ દધિરસ, દૂધરસ, મધુરસવાળા સાત સમુદ્રોથી વીંટાળાયેલ છે. આ બધાની મધ્ય-ભાગમાં જંબુદ્વીપ છે. એનો વિસ્તાર એક લાખ યોજનનો છે. એના મધ્યભાગમાં ૮૪ હજાર યોજન ઊંચો સ્વર્ણમય મેરૂ-પર્વત છે. એની નીંવ (મૂળ) પૃથ્વીની અંદર ૧૬ હજાર યોજનની છે. મેરૂનો વિસ્તાર મૂળમાં ૧૬ હજાર યોજન છે અને વળી ક્રમશઃ વધીને શિખર પર ૩૨ હજાર યોજન થઈ ગયો છે.'
આ જંબુદ્વીપમાં મેરૂ પર્વતના દક્ષિણ ભાગમાં હિમવાન, હેમકુટ અને નિષધ તથા ઉત્તર ભાગમાં નીલ, શ્વેત અને શૃંગી એ છ: વર્ષ પર્વત છે. એનાથી જંબૂદીપના સાત ભાગ થઈ જાય છે. મેરૂના દક્ષિણવર્તી નિષધ અને ઉત્તરવર્તી નીલ પર્વત, પૂર્વ-પશ્ચિમ લવણ-સમુદ્ર સુધી (૧,૦૦,૦૦૦) એક લાખ યોજન લાંબા, બે-બે હજાર યોજન ઊંચા છે અને એટલા જ પહોળા છે. એનાં પરવર્તી હેમકૂટ અને શ્વેત- પર્વત લવણ-સમુદ્ર સુધી પૂર્વ-પશ્ચિમમાં નેવુ (૯૦) હજાર યોજન લાંબા, બે હજાર યોજન ઊંચા અને એટલા જ વિસ્તારવાળા છે. એનાથી પરવર્તી હિમવાન અને શૃંગી પર્વત પૂર્વ-પિશ્ચમમાં એસી (૮૦)હજાર યોજન લાંબા, બે હજાર યોજના ઊંચા અને એટલા જ વિસ્તારવાળા છે. આ પર્વત દ્વારા જંબૂદ્વીપના સાત ભાગ થઈ જાય છે. જેના નામ દક્ષિણની બાજુથી ક્રમશ: આ પ્રમાણે છે- ૧, ભારતવર્ષ, ૨. કિપુરૂષ, ૩. હરિવર્ષ, ૪. ઈલાવૃત, ૫. રમ્યક, ૬ હિરમય અને ૭ ઉત્તરકુરૂ. “એમાં ઈલાવૃત સિવાય બાકીના ૬નો વિસ્તાર ઉત્તર-દક્ષિણમાં નવ-નવ હજાર યોજન છે. ઈલાવૃત્ત-વર્ષ મેરૂની પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર
એ ચારેય દિશાઓમાં નવ-નવ હજાર યોજન વિસ્તૃત છે. આ પ્રકારે સર્વ પર્વતો તેમજ વર્ષોના વિસ્તારને મેળવવાથી જંબુદ્વીપનો વિસ્તાર એક લાખ યોજન પ્રમાણ થઈ જાય છે.
મેરૂપર્વતની બન્ને બાજુ પૂર્વ-પશ્ચિમમાં ઈલાવતવર્ષની સીમા સ્વરૂપ માલ્યવાન અને ગન્ધમાદન પર્વત છે. જે નીલ અને નિપધ-પર્વત સુધી વિસ્તૃત છે. આ કારણે બન્ને બાજુ બે વિભાગ વધુ છે, જેના નામ ભદ્રાવુ અને કેતુમાલ છે. આ પ્રકારે ઉપર્યુક્ત
૧. અ. કો. ૩, ૯૦ ૨. નર-ત-તિર્થવા મનુI: g f સ: (મધર્માપ ૩, ૨) ૩. વિષ્ણુ-પુરાણ દ્વિતીયાંશ, દ્વિતીય-અધ્યાય, શ્લોક- પ-૯ માર્કડેય પુરાણ અ. ૫૪, શ્લોક ૫-૭ , વિષ્ણુ-પુરાણ દ્વિતીયસ દ્વિતીય, એ.શ્લોક ૧૦-૧૫ માર્કડેય પુરાણ અ.૫૪, શ્લોક ૮-૧૪
MA 33 MA. Jain Education International
Forvaltaresonal Use Only
.. www.jainelibrary.org