________________
સાત વર્ષોને વળી મેળવવાથી જંબૂઢીપ સંબંધી સર્વ વર્ષો (ક્ષેત્રોની સંખ્યા નવ થઈ જાય છે.'
ચારેબાજુ પર્વાદિક દિશાઓમાં ક્રમશઃમન્દર, ગંધમાદન, વિપુલ અને સુપાર્થનામવાળા ચાર પર્વત છે. એની ઉપર ક્રમશઃ ૧૧૦૦યોજન ઊંચે કદમ્બ, જંબૂ, પીપલ અને વટ-વૃક્ષ (વડ) રડાવેલા છે. એમાંથી જંબૂ-વૃક્ષના નામથી એ જંબૂ-દ્વીપ કહેવાય છે.'
જંબુદ્વીપસ્થ ભારતવર્ષમાં મહેન્દ્ર, મલય, સહ્ય, સૂર નાનું, ઋક્ષ, વિધ્ય, પારિવાત્ર એ કુલ સાત પર્વત છે. એમાંથી હિમવાનથી શતç અને ચંદ્રભાગા આદિ, પારિયાત્રથી વેદ અને સ્મૃતિ આદિ, વિધ્યથી નર્મદા અને સુરસા આદિ, ઋક્ષથી તાપી, પયોષ્ણી અને નિર્વિધ્યાદિ, સહ્યથી ગોદાવરી, ભીમરથી અને કૃષ્ણાવણી આદિ, મલયથી કૃતમાલા અને તામ્રપર્ણ આદિ, મહેન્દ્રથી ત્રિસામાં અને આર્યકુલ્યા આદિ તેથી સૂક્તિમાનું પર્વતથી શિકુલ્યા અને કુમારી આદિ નદીઓ નીકળી છે. આ નદીઓના કિનારાઓ પર મધ્ય દેશને આદિ લઈને કુરૂ અને પાંચાલ, પૂર્વદેશને આદિ લઈને કામરૂપ, દક્ષિણ આદિ લઈને પુ, કલિંગ અને મગધ, પશ્ચિમને આદિ લઈને સૌરાષ્ટ્ર, સૂર, આભીર અને અબુંદ તથા ઉત્તરદેશને આદિ લઈને માલવ, કોસભ, સૌવીર, સૈન્ધવ, હૂર, શાલ્વ તેમજ પારસીકોને આદિ લઈને ભાદ્ર, આરામ અને અમ્બષ્ઠ દેશવાસીઓ રહે છે."
ઉપર્યુક્ત સાતક્ષેત્રોમાંથી કેવલ ભારતમાં જ કૃત, ત્રેતા, દ્વાપર અને કલિ નામના ચાર યુગોથી કાલપરિવર્તન થાય છે. જિંપુરૂષાદિક બાકીના ક્ષેત્રોમાં રહેનારી પ્રજાને શોક, પરિશ્રમ, ઉદ્વેગ અને સુધા વગેરેની બાધા (હ સદા સ્વસ્થ તેમજ આતંક અને દુઃખથી વિમુક્ત રહે છે. તે સદા ઘડપણ તથા મૃત્યુથી નિર્ભય રહીને આનંદનો ઉપભોગ કરે છે. એટલે એને ભોગભૂમિ કહેવામાં આવી છે. ત્યાં આગળ પુણ્ય-પાપ અને ઊંચ-નીચ આદિનો પણ ભેદ નથી. એ ક્ષેત્રોમાં સ્વર્ગ-મુક્તિની પ્રાપ્તિને કારણભૂત વ્રત-તપશ્ચર્યા આદિનો પણ અભાવ છે; કેવલ ભારતવર્ષના જ લોકોમાં વ્રત-તપશ્ચરણાદિ દ્વારા સ્વર્ગ-મોક્ષાદિકની પ્રાપ્તિ સંભવિત છે. એટલે એને સર્વ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. અહીંના લોક અસિ, મષિ આદિ કર્મો દ્વારા પોતાની આજીવિકાનું ઉપાર્જન કરે છે. એટલે અહીંની ભૂમિ ને 'કર્મ ભૂમિ' કહેવામાં આવી છે.”
જંબુદ્વીપને સર્વ બાજુએથી ઘેરીને લવણ-સમુદ્ર પડેલો છે. એ એક લાખ યોજન વિસ્તૃત છે. લવણસમુદ્રને ઘેરીને બે લાખ યોજન વિસ્તારવાળો પ્લક્ષદ્વીપ (આવેલો) છે. એની અંતર્ગત ગોમેધ, ચંદ્ર, નારદ, દુન્દુભિ, સોમક અને સુમના નામના છ પર્વતો છે. એનાથી વિભાજિત થઈને શાન્તદ્વય, શિશિર, સુખોદય, આનંદ, શિવ, ક્ષેમક અને ધ્રુવ નામના સાત વર્ષ આવેલા છે. આ વર્ષે અને પર્વતોની ઉપર દેવ અને ગન્ધર્વ રહે છે. તેઓ આધિ-વ્યાધિથી રહિત અને અતિશય પુણ્યવાન છે. ત્યાં યુગનું પરિવર્તન નથી. ફક્ત સદા ત્રેતાયુગ જેવો સમય રહે છે. એમનામાં ચાતુર્વર્ણવ્યવસ્થા છે અને તેઓ અહિંસા-સત્યાદિ પાંચ ધર્મોનું પાલન કરે છે. આ દ્વીપમાં ૧ પ્લેક્ષ વૃક્ષ છે. આ કારણે તે દ્વીપ પ્લશ નામથી પ્રસિદ્ધ છે.
પ્લક્ષદ્વીપને ચારેબાજુએથી ઘેરીને ઈશુરસાદ સમુદ્ર પડેલો છે, જે પ્લક્ષદ્વીપની જેમ વિસ્તારવાળો છે. એને ચારેબાજુએથી ઘેરીને ચાર લાખ યોજનવાલો શાલ્મલદ્વીપ છે. આ ક્રમે આગળ પર સુરોદ સમુદ્ર, કુશદ્વીપ, વૃતોદ સમુદ્ર, ક્રાંચદ્વીપ, દધિરસોઇ સમુદ્ર, શાકઢીપ અને ક્ષીરસમુદ્ર આવેલા છે. આ બધા દ્વીપ પોતાના પૂર્વ દ્વીપની અપેક્ષાએ બે ગણા વિસ્તારવાળા છે અને સમુદ્રોનો વિસ્તારપોત-પોતાના દ્વીપની સમાન છે. આ દ્વીપોની રચના પ્લક્ષદ્વીપ જેવી છે.
ક્ષીરસમુદ્રને ઘેરીને સાતમો પુષ્કર-દ્વીપ પડેલો છે. એના બરાબર મધ્યભાગમાં ગોળાકારવાળો માનસોત્તર પર્વત છે. એના બહાર ભાગનું નામ મહાવીર-વર્ષ અને અંદરના ભાગનું નામ ધાતકી વર્ષ છે. એ દ્વીપમાં રહેનાર લોક પણ રોગ-શોક તેમજ રાગ-દ્વેષથી રહિત હોય છે. ત્યાં ન ઊંચકે ન નીચનો ભેદ છે. અને ન તો વર્ણાશ્રમ વ્યવસ્થા છે. એ પુષ્કરદ્વીપમાં નદીઓ અને પર્વત પણ નથી.
આ દ્વીપને બધી બાજુએથી ઘેરીને મધુરોદક સમુદ્ર પડેલો છે. એનાથી આગળ પ્રાણીઓનો નિવાસ નથી. મધુરોદક સમુદ્રથી આગળ એનાથી બમણા વિસ્તારવાળી સ્વર્ણમયી ભૂમિ છે. એની આગળ ૧૦ હજાર યોજન વિસ્તૃત અને એટલા જ ઊંચા લોકાલોક પર્વત છે. એને ચારેબાજુથી વીંટળાઈને તમસ્તમ આવેલો છે. આ અડકટાહની સાથે ઉપર્યુક્ત દ્વીપ-સમૂહોવાળો આ સમસ્ત ભૂમંડલ ૫૦ કરોડ યોજન વિસ્તારવાળો છે. અને એની ઊંચાઈ ૭૦ હજાર યોજન છે. ૧૧ ૧. વિપશુ-પુરાણદ્વિતીય અંશ દ્વિતીય અધ્યાય શ્લોક ૧૬ માર્કન્ડેય-પુરાણ અ. ૫૪ શ્લોક ૧૪-૧૯ ૨. વિષ્ણુ-પુરાણદ્વિતીય અંશ દ્વિતીય અધ્યાય શ્લોક ૧૭-૧૯ માર્કડેય-પુરાણ અ. ૫૪ શ્લોક ૯ ૩-૪, વિષણ-પુરાણદ્વિતીય અંશ દ્વિતીય અધ્યાય શ્લોક ૧૬ માર્કડેયપુરાણ અ. ૫૪ શ્લોક ૧૪-૧૯, ૧૦-૧૪ ૫. વિષ્ણુ-પુરાણદ્વિતીય અંશ દ્વિતીય અધ્યાય શ્લોક ૧૫-૧૭ ૬. વિષ્ણુ-પુરાણદ્વિતીય અંશતૃતીય અધ્યાય શ્લોક ૧૯-૨૨
વિષ્ણુ-પુરાણદ્વિતીય અંશ તૃતીય અધ્યાય શ્લોક ૨૮ ૮. વિષ્ણુ-પુરાણદ્વિતીય અંશ ચતુર્થ અધ્યાય શ્લોક ૧-૧૮ ૯. વિષ્ણુ-પુરાણદ્વિતીય અંશ ચતુર્થ અધ્યાય શ્લોક ૨૦-૭૨ ૧૦. વિષ્ણુ-પુરાણદ્વિતીય અંશ ચતુર્થઅધ્યાય શ્લોક ૭૩-૮૦ ૧૧. વિષ્ણુ-પુરાણદ્વિતીય અંશ ચતુર્થ અધ્યાય શ્લોક ૯૩-૯૬
MA 34 TO ME Jain Education International
s
For Private & Personal Use Only
www.jainelibrary.org