________________
એક-એક પાર્શ્વ ભાગ અઢી હજાર યોજન વિસ્તૃત છે. એના મધ્યભાગમાં ઈન્દ્રનો અઢી સો યોજન વિસ્તૃત વૈજયન્ત નામનો પ્રાસાદ છે. નગરના બહારના ભાગમાં ચારેબાજુ ચૈત્રરથ, પારુષ્ય, મિશ્ર અને નંદનએ ચાર વન છે. એમની ચારેબાજુ વીસ હજાર યોજનના અંતરે દેવોના ક્રીડા-સ્થળ છે.'
ત્રયસ્ત્રિશ-લોકના ઉપરના વિમાનોમાં યામ, તુષિત, નિર્માણરતિ અને પરનિર્મિત - વશવર્તી દેવ રહે છે. કામધાતુગત દેવોમાંથી ચાતુર્માહારાજિક અને ત્રયત્રિંશ દેવ મનુષ્ય જેમ કામ સેવન કરે છે. યામ, તુષિત, નિર્માણ રતિ, પરનિર્મિતવશવર્તી દેવ ક્રમશઃ આલિંગન, પાણિસંયોગ હસિત અને અવલોકનથી જ તૃપ્તિ પ્રાપ્ત કરી લે છે.'
કામધાતુની ઉપર સત્તર સ્થાનોથી સંયુક્ત રૂપધાતુ છે. તે સત્તર સ્થાન આ પ્રકારે છે. પ્રથમ સ્થાનમાં બ્રહ્મકાયિક, બ્રહ્મ પુરોહિત અને મહાબ્રહ્મ લોક છે. બીજા સ્થાનમાં પરિતાભ, અપ્રભાણાભ અને આભાસ્વર લોક છે. ત્રીજા સ્થાનમાં પરિત્તશુભ, અપ્રમાણશુભ અને શુભકુસ્નલોક છે. ચતુર્થ સ્થાનમાં અનુભ્રક, પુણ્યપ્રસવ, બૃહદલ, પંચશુદ્ધાવાસિક, અવૃહ, અતપ સુદૃશ-સુદર્શન અને અકનિષ્ઠ નામવાળા આઠ લોક છે. એ બધા દેવલોક ક્રમશઃ ઉપર આવેલા છે. એમાં રહેનારા દેવ ઋદ્ધિબલ અથવા અન્ય દેવની સહાયતાથી જ પોતાથી ઉપરના દેવલોકને જોઈ શકે છે.'
જંબુદ્ધીપસ્થ મનુષ્યોના શરીર સાડા ત્રણ કે ચાર હાથ, પૂર્વ વિદેહવાસિઓના ૭-૮ હાથ, ગોદાનીય દ્વીપવાસિઓના ૧૪-૧૬ હાથ અને ઉત્તર-દુરૂસ્થ મનુષ્યોના શરીર ૨૮-૩૨ હાથ ઊંચા હોય છે. કામધાતુવાસી દેવોમાં ચાતુર્મહારાજિક દેવોના શરીર * કોશ, ત્રાય×િશોના , કોશ, યામોના, કોશ, તુષિતોના ૧ કોશ, નિર્માણરતિ દેવોના ૧૧, કોશ અને પરનિર્મિતવશવર્તી દેવના શરીર ૧૧, કોશ ઉંચા હોય છે. આગળ બ્રહ્મપુરોહિત, મહાબ્રહ્મ, પરિતાભ, અપ્રભાણાભ, આભસ્વર. પરિ અપ્રમાણશુભ અને શુભકૃત્ન દેવોના શરીર ક્રમશઃ ૧, ૧૧, ૨, ૪, ૮, ૧૬, ૩૨ અને ૬૪ યોજન પ્રમાણ ઊંચા હોય છે. અનબ્ર દેવોના શરીર ૧૨૫ યોજન ઊંચા હોય છે. આગળ પ૨ પુણ્યપ્રસવ આદિ દેવોના શરીર ઉત્તરોત્તર બેગણી ઊંચાઈવાળા હોય છે.'
૫. ક્ષેત્ર-માપ બૌદ્ધ ગ્રંથોમાં યોજનનું પ્રમાણ આ પ્રકારે દર્શાવવામાં આવ્યું છે૭ પરમાણુ
૧ અણુ ૭ અણુ
૧ લૌહરજ ૭ લૌહરજ
૧ જલરજ ૭ જલરજ
૧ શશરજ ૭ શશરજ
૧ મેષરજ ૭ મેષરજ
૧ ગોરજ ૭ ગોરજ
૧ છિદ્રરજ ૭ છિદ્રરજ
૧ લિસા (લીખ) ૭ શિક્ષા
૧ યવ ૭ યવ
૧ અંગુલીપર્વ ૨૪ અંગુલીપર્વ
૧ હસ્ત ૪ હસ્ત
૧ ધનુષ ૫૦૦ ધનુષ
૧ કોશ
૧ યોજન ૬ કાલ-માપ બૌદ્ધ ગ્રંથોમાં કાલનું પ્રમાણ આ પ્રકારે દર્શાવવામાં આવ્યું છે૧૨૦ ક્ષણ,
= ૧ તત્પણ ફ0 તલણ.
૧ લવ ૧. અ.કો. ૩,૬૬-૬૭
૨. અ.કો. ૩,૬૮ ૩. અ.કો. ૩, ૯
૪. અ.કો. ૩, ૭૧-૭૨ ૫. અ.કો. ૩, ૭૫-૭૭
૬. અ.કો. ૩, ૮૫-૮૭ ૭. અ.કો. ૩, ૮૮-૮૯
MLA MA 32 LIM MMMMMMMM Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org