________________
સુદર્શન, અશ્વકર્ણ, વિનતક અને નિમિત્થર પર્વત આવેલા છે. સીતાનો વિસ્તાર પણ ઉત્તરોત્તર અડધો-અડધો થતો રહ્યો છે.'
માંથી મેરુ ચતુર્રત્નમય અને બાકીના સાત પર્વત સ્વર્ણમય છે. બધાથી બહાર આવેલ સીતા (મહાસમુદ્ર)નો વિસ્તાર ત્રણ લાખ બાવીસ હજાર યોજન પ્રમાણ છે. અંતમાં લૌહમય ચક્રવાલ પર્વત સ્થિર છે.
નિમિન્દર અને ચક્રવાલ પર્વતોની મધ્યમાં જે સમુદ્ર આવેલો છે. એમાં જંબુદ્વીપ, પૂર્વવિદેહ, અવર ગોદાનીય અને ઉત્તરકુરુ એ ચાર દ્વીપ આવેલા છે. એમાંથી જંબૂદ્વીપ મેરુના દક્ષિણ વિભાગમાં આવેલા છે. એનો આકાર શકટ (ગાડા) જેવો છે. એની ત્રણ ભૂજાઓમાંથી બે ભુજાઓ બે-બે હજાર યોજન અને એક ભૂજા ત્રણ હજાર પચાસ યોજનની છે.
મેરના પૂર્વભાગમાં અર્ધ-ચંદ્રાકાર પૂર્વવિદેહ નામનો હીપ આવેલો છે. એની ભૂજાઓનું પ્રમાણ જંબૂદ્વીપની ત્રણ ભૂજાઓ જેટલું છે. મેરુના પશ્ચિમના ભાગમાં મંડલ-ભાર અવરગોદાનીય-દ્વીપ છે. એનો વિસ્તાર અઢી હજાર યોજન અને પરિધિ સાડા સાત હજાર યોજન પ્રમાણ છે. મેરુના ઉત્તર ભાગમાં સમચતુષ્કોણ ઉત્તરકુરૂદ્વીપ છે. એની એક-એક ભૂજાઓ બે-બે હજાર યોજનની છે. એમાંથી પૂર્વવિદેહની સમીપમાં દેહ-વિદેહ, ઉત્તરકુરૂની સમીપમાં કર-કૌરવ, જંબુદ્વીપની સમીપમાં ચામર, અવરચામર તથા ગોદાનીય દ્વીપમાં શોટા અને ઉત્તરમંત્રી નામનો અંતર્લીપ આવેલો છે. એમાંથી ચમરદ્વીપમાં રાક્ષસોનું અને બાકીના દ્વીપમાં મનુષ્યોનો નિવાસ છે."
મેરુપર્વતના ચાર પરિખંડ (વિભાગ) છે. પ્રથમ પરિખંડ શીતા-જલથી દસ હજાર યોજન ઉપર સુધીનો માનવામાં આવે છે. એની આગળ ક્રમશઃ દસ-દસ હજાર યોજન ઉપર જવા પર બીજો, ત્રીજા અને ચોથો પરિખંડ આવેલો છે. એમાંથી પહેલો પરિખંડ સોલ હજાર યોજન, બીજો પરિખંડ આઠ હજાર યોજન, ત્રીજો પરિખંડ ચાર હજાર યોજન અને ચોથો પરિખંડ બે હજાર યોજન મેરુ (પર્વત)થી બહાર નીકળેલા છે. પહેલા પરિખંડમાં પૂર્વની તરફ કરોટ-પાણિયક્ષ રહે છે. બીજા પરિખંડમાં દક્ષિણ બાજુ માલાધર રહે છે. ત્રીજા પરિખંડમાં પશ્ચિમની બાજુ સદામદ રહે છે અને ચોથા પરિખંડમાં ચાતુર્માહારાજિક દેવ રહે છે. આ પ્રકારે બાકીના સાત પર્વતો પણ પર ઉક્ત દેવોનો નિવાસ છે.'
જંબૂદ્વીપમાં ઉત્તરની બાજુ બન્ને કીટાદિ અને એની આગળ હિમવાન પર્વત આવેલો છે. હિમવાન પર્વતથી આગળ ઉત્તરમાં પાંચસો યોજન વિસ્તૃત અનવતાપ્ત નામનું અગાધ સરોવર આવેલું છે. એમાંથી ગંગા, સિંધુ, વધુ અને સીતા નામની ચાર નદીઓ નીકળી છે. આ સરોવરની સમીપમાં જંબૂ-વૃક્ષ આવેલું છે. જેના કારણે આ દ્વીપનું નામ જંબૂદ્વીપ પડયું છે. અનવતપ્ત-સરોવરની આગળ ની બાજુ ગન્ધમાદક નામનો પર્વત આવેલો છે.
૨. નરકલોક
જંબૂઢીપની નીચે વીસ હજાર યોજન વિસ્તૃત અવીચિ નામનું નરક આવેલું છે. એની ઉપર ક્રમશ: પ્રતાપન, તપન, મહારૌરવ, રૌરવ, સંઘાત, કાલસૂત્ર અને સંજીવ નામના સાત નરક વધુ છે. આ નરકોના ચારેય પાર્શ્વ ભાગમાં કુકૂલ, કણપ, સુસ્મર્ણાદિક (અસિપત્ર વન શ્યામસબલસ્વસ્થાન અય:શાલ્મલીવન)અને ખારોદકવાળી વૈતરણીનદી એ ચાર ઉત્સદ છે. અર્બુદ, નિરર્બદ, અટટ, ઉહહબ, હુહૂબ, ઉત્પલ, પદ્મ અને મહાપદ્મનામ વાલા એ આઠ શીત-નરક વધુ છે, જે જેબૂદ્વીપના અધો-ભાગમાં મહાનરકોના ધરાતલમાં આવેલા છે.
૩. જ્યોતિર્લોક
મેરુપર્વતના અડધા ભાગ અર્થાત્ ભૂમિથી ચાલીસ હજાર યોજન ઉપર ચંદ્ર અને સૂર્ય પરિભ્રમણ કરે છે. ચંદ્ર-મંડલનું પ્રમાણ પચાસ યોજન અને સૂર્યમંડલનું પ્રમાણ એકાવન યોજન છે. જે સમયે જંબુદ્વીપમાં મધ્યાહુન હોય છે તે સમયે ઉત્તરકુરમાં અર્ધરાત્રિ, પૂર્વવિદેહમાં અસ્તાગમન અને અવરગોદાનીયમાં સૂર્યોદય થાય છે. ભાદ્ર માસના શુકલપક્ષની નવમીથી રાત્રિની વૃદ્ધિ અને ફાલ્ગન માસના શુક્લ પક્ષની નવમીથી એમાં હાનિનો આરંભ થાય છે. રાત્રિની વૃદ્ધિ, દિવસની હાનિ અને રાત્રિની હાનિ, દિવસની વૃદ્ધિ થાય છે. સૂર્યના દક્ષિણાયનમાં રાત્રિની વૃદ્ધિ અને ઉત્તરાયણમાં દિવસની વૃદ્ધિ થાય છે.''
૪. સ્વર્ગલોક
મેરના શિખર પર ત્રયસ્ત્રિશ (સ્વર્ગ) લોક છે. એનો વિસ્તાર એસી હજાર યોજનનો છે. ત્યાં ત્રાયસ્ત્રિશદેવ રહે છે. એની ચારેય વિદિશાઓમાં વજ્રપાણિ દેવોના નિવાસ છે.ત્રયત્રિંશ-લોકની મધ્યમાં સુદર્શન નામનું નગર છે, જે સુવર્ણમય છે. એનો ૧. અભિધર્મકોશ ૩, ૫૧-પર : ૨. અભિધર્મકોશ ૩, ૫૩
૩. અભિધર્મકોશ ૩, ૫૪ 4. અભિધર્મકોશ ૩, ૫૫ ૫. અભિધર્મકોશ ૩, ૫૬
૬. અભિધર્મકોશ ૩, ૩-૪ ૭. અભિધર્મકોશ ૩, ૫૭. ૮, અભિધર્મકોશ ૩, ૫૮
૯. અભિધર્મકોશ ૩, ૫૯ ૧૦. અભિધર્મકોશ ૩, ૬૦ ૧૧. અભિધર્મકોશ ૩, ૬૧
૧૨, અભિધર્મકોશ ૩, ૬૫ MMMMMMMMMMMMMMMMMMA MLA 31 MM MMMMM
Jain Education International
For Prvale & Personal Use Only
www.jainelibrary.org