SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ વર્ષ . દિગંબર માન્યતાનુસાર ઉપર્યુક્ત કાલમાપનું વર્ણન આ પ્રમાણે છેસમય કાલનો સૌથી નાનો અવિભાગી અંશ. અસંખ્યાત સમય ૧ આવલી સંખ્યાત આવલી ૧ પ્રાણ (શ્વાસોચ્છવાસ) ૭ પ્રાણ. ૧ સ્ટોક ૭ સ્ટોક ૧ લવ ૭૭ લવ ૧ મુહૂર્ત ૩૦ મુહૂર્ત ૧ અહોરાત્ર ૧૫ અહોરાત્ર ૧ પક્ષ ૨ પક્ષ ૧ માસ ૨ માસ ૧ ઋતુ ૩ ઋતુ ૧ અયન ૨ અયન ૮૪ લાખ વર્ષ ૧ પૂર્વાગ ૮૪ લાખ પૂર્વાગ ૧ પૂર્વ ૮૪ લાખ પૂર્વ ૧ પર્વાગ ૮૪ લાખ પર્વાગ - ૧ પર્વ ૮૪ લાખ પર્વ ૧ નયુતાંગ ૮૪ લાખ નયુતાંગ ૧ નયુત ૮૪ લાખ નયુત ૧ કુમુદાંગ ૮૪ લાખ કુમુદાંગ ૧ કુમુદ ૮૪ લાખ કુમુદ ૧ પમાંગ ૮૪ લાખ પમાંગ ૧ પદ્મ ૮૪ લાખ પદ્મ = ૧ નલિનાંગ ૮૪ લાખ નલિનાંગ = ૧ નલિન આ પ્રકારે આગળના કમલાંગ-કમલ, તુટ્યાંગ = તુટ્ય, અટાંગ- અટટ, અમમાંગ - અમમ, હૂહૂઅંગ= હૂહુ, લતાંગલતા, મહાલતાંગ - મહાલતા, શિર:પ્રકંપિત, હસ્ત પ્રહેલિત અને અચલાત્મને ઉત્તરોત્તર ૮૪ લાખ ગણા જાણવા જોઈએ. આ બધી સંખ્યા સંખ્યાત ગણનાની જ અંદર છે. પલ્પોપમ અને સાગરોપમ વગેરે અસંખ્યાત - ગણનાની અંતર્ગત છે. આ બધાની ઉપર અંત-વિહીન જે રાશિ છે તે અનંત કહેવાય છે. (ખ) બૌદ્ધમતાનુસાર લોક-વર્ણન ૧. લોકરચના આચાર્ય વસુબાજુએ પોતાના અભિધર્મ - કોશમાં લોક રચના આ પ્રમાણે દર્શાવી છે લોકના અધોભાગમાં સોળ લાખ યોજન ઊંચુ અપરિમિત વાયુ-મંડલ છે. એની ઉપર ૧૧ લાખ વીસ હજાર યોજન ઊંચું જલ-મંડલ છે. એમાં ૩ લાખ વીસ હજાર યોજન કંચનમય ભૂમંડલ છે. જલ-મંડલ અને કંચન-મંડલનો વિસ્તાર બાર લાખ, ત્રણ હજાર ચારસો પચાસ યોજન તથા પરિધિ છત્રીસ લાખ, દસ હજાર, ત્રણસો યોજન પ્રમાણ છે.' કાંચનમય ભૂમંડલના મધ્યમાં મેરુપર્વત છે. આ એસી હજાર યોજન નીચે જલમાં ડૂબેલો છે અને એટલો જ ઉપર નીકળેલો છે. એની આગળ એસી હજાર યોજન વિસ્તૃત અને બે લાખ ચાલીસ હજાર યોજન પ્રમાણ પરિધિથી સંયુક્ત પ્રથમ સીતા (સમુદ્ર) આવેલો છે. જે મેરુને ઘેરીને પડેલો છે. એની આગળ ચાલીસ હજાર યોજન વિસ્તૃત યુગન્ધર પર્વત વલયાકારે આવેલો છે. એની આગળ આ પ્રકારે એક-એક સીતાને અંતરિત કરી અડધા-અડધા વિસ્તારથી સંયુક્ત ક્રમશઃ યુગન્ધર, ઈશાધર, ખદીરક, ૧. અભિધર્મકોશ ૩, ૪૫ ૨. અભિધર્મકોશ ૩, ૪૬ ૩. અભિધર્મકોશ ૩, ૪૭-૪૮ ૪. અભિધર્મકોશ ૩, ૫૦ Mળે 30 % Jain Education International waren ary.org Jsonal use only
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy