SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ બાકીની બાબતમાં ઈન્દ્રની સમાન હોય છે. એમને સામાનિક કહેવામાં આવે છે. મંત્રી અને પુરોહિતનું કામ કરનાર દેવ ત્રાસસ્પ્રિંશ કહેવાય છે. એમની સંખ્યા તેત્રીસ જ હોય છે એટલે એ ત્રાયન્ટિંશ કહેવાય છે. ઈન્દ્રની સભા કે પરિષદના સદસ્યોને પારિષદ કહેવામાં આવે છે. ઈન્દ્રના અંગ-રક્ષક દેવ આત્મરક્ષક કહેવાય છે. સર્વ દેવોની રક્ષા કરનારા દેવ લોકપાલ કહેવાય છે. સેનામાં કામ કરનારા દેવોને અનીક કહેવામાં આવે છે. સાધારણ પ્રજા-સ્થાનીય દેવોને પ્રકીર્ણક કહેવામાં આવે છે. દેવલોકમાં જે દેવ બધાથી હીન-ઓછા પુણ્યવાળા હોય છે એને કિલ્પિષક કહેવામાં આવે છે. પ્રસ્તુત ગ્રંથમાં ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષ્ક દેવોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. એમાંથી ભવનવાસીઓમાં પણ ઉપર્યુક્ત દસ ભેદ છે. પરંતુ વ્યંતર અને જ્યોતિષ્ક દેવોમાં ત્રાયન્ટિંશ અને લોકપાલ સિવાયના આઠ ભેદ છે. વ્યંતર દેવોના આવાસ રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ દ્વિતીય કાંડમાં તથા મધ્ય-લોકવતી અસંખ્યાત દ્વીપમાં અને સમુદ્રોમાં પ્રાપ્ત થાય છે. પાંચમાં બ્રહ્મ સ્વર્ગના અંત (ભાગ)માં સારસ્વત આદિ લૌકાન્તિક દેવ રહે છે. તેઓ દેવર્ષિ કહેવાય છે. તેઓ સ્વર્ગના દેવોમાં સર્વાધિક જ્ઞાની હોય છે. તેઓ તીર્થકરોના અભિનિષ્ક્રમણ કલ્યાણક સિવાય અન્ય કોઈ પણ કલ્યાણકમાં આવતા નથી અને તેઓ બધા એક ભવાવતારી હોય છે. ભવનવાસી, વ્યત્તર, જ્યોતિષ્ક અને કલ્પવાસી એ બધા પ્રકારના દેવોનો ઔપપાતિક જન્મ થાય છે. તેઓ પોતાની ઉપપદ શૈયા પર જન્મ લીધા પછી એક અન્તર્મુહુર્તમાં જ પૂર્ણ યુવાવસ્થાને પ્રાપ્ત થઈ જાય છે. ૧. તમસ્કાય જંબૂદ્વીપમાં ત્રાંસા અસંખ્યાત દ્વીપ-સમુદ્રોને ઑળગ્યા પછી અરૂણવર દ્વીપની બહારની વેદિકાના અંતથી અરુણોદ સમુદ્રમાં બેત્તાલીસ હજાર યોજન અવગાહન (ડૂબવા) કરીને જલના ઉપરના ભાગમાં એક પ્રદેશની શ્રેણીવાળા તમસ્કાય (અંધકાર-પિંડ)નો આરંભ થાય છે. વળી તે ૧૭૨૧ યોજન ઉપર આવીને વિસ્તારને પ્રાપ્ત કરતો એવો સૌધાર્માદિ ચાર કલ્પોને આવૃત કરીને પાંચમાં બ્રહ્મ લોકમાં રિષ્ટ વિમાનને પ્રાપ્ત કરીને સમાપ્ત થાય છે. આ સમસ્કાયનો આકાર નીચેથી મલ્લકમૂલ અને મરઘાના પીંજરાની સમાન હોય છે. એના લોકતમિસ્ત્ર આદિ ૧૩ નામ છે. અને એની આઠ કૃષ્ણરાજીઓ દર્શાવવામાં આવી છે. (વિશેષ માટે પ્રસ્તુત ગ્રંથનો તવિષયક પ્રસંગ જુઓ) ૨. સિદ્ધલોક ઉદ્ગલોકના છેવટના અંત ભાગમાં સર્વાર્થસિદ્ધ વિમાનના અગ્રભાગમાં બાર યોજન ઉપર ઈષતુપ્રામ્ભારા નામની પૃથ્વી છે. તે પીસ્તાલીસ લાખ યોજન વિસ્તૃત ગોળ-આકારવાળી છે. એ વચમાં આઠ લાખ યોજન જાડી છે. પછીથી ક્રમશઃ ઘટતી એવી છેવટના. અંતિમ પ્રદેશોમાં માંખીની પાંખથી પણ પાતળી થઈ ગઈ છે. દિગંબર મતાનુસાર ઈષત્નાભારા પૃથ્વી લોકાન્ત સુધી વિસ્તૃત હોવાથી એક રજ્જુ પહોળી અને સાત રજુ લાંબી છે. એના બરોબર મધ્ય ભાગમાં પીસ્તાલીસ લાખ યોજન લાંબા-પહોળો ગોળ આકારવાળુ સિદ્ધક્ષેત્ર છે. એનો આકાર રૂપ્યમય છત્રાકાર છે. આ સિદ્ધક્ષેત્ર અથવા સિદ્ધલોકમાં કર્મનો ક્ષય કરીને સંસાર ચક્રથી. છૂટનાર મુક્ત જીવ નિવાસ કરે છે અને અનંતકાલ સુધી પોતાના આત્મિક અવ્યાબાધ નિરૂપમ સુખ ભોગવતા રહે છે. ૩, ક્ષેત્ર-માપ જૈન પરંપરામાં ક્ષેત્ર-માપ આ પ્રમાણે દર્શાવવામાં આવ્યું છેપરમાણુ પુદ્ગલનો સૌથી નાનો અવિભાગી અંશ. અનેત્તપરમાણુ = ૧ ઉસ્સહસણિયા (ઉસંજ્ઞસંક્ષિકા) ૮ ઉસ્સહસહિયા ૧ સહસહિયા (સંજ્ઞાસંજ્ઞિકા) ૮ સહસહિયા ૧ ઊર્ધ્વરેણ ૮ ઉર્ધ્વરણ ૧ ત્રસરેણુ ૮ ત્રસરેણું ૧ રથરેણ ૮ રથરેણુ ૧ દેવકરના મનુષ્યનો બાલાઝા ૮ દેવકુરૂ મનુષ્યનો બાલાઝ ૧ હરિવર્ષના મનુષ્યનો બાલાગ્ર ૮ હરિવર્ષ મનુષ્યનો બાલાઝ ૧ હૈમવતના મનુષ્યનો બાલાઝા ૮ હૈમવત મનુષ્યનો બાલાગ્ર ૧ વિદેહ ક્ષેત્રજ મનુષ્યનો બાલાઝ ૮ વિદેહક્ષેત્રજ મનુષ્યનો બાલાઝ = ૧ ભરતક્ષેત્રજ મનુષ્યનો બાલારા ૮ ભરતક્ષેત્રજ મનુષ્યનો બાલાગ્ર = ૧ લિક્ષા (લીખ) ૮ શિક્ષા = ૧ યૂકા (જૂ) US ELA 28 MA LEM Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy