SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૩, જ્યોતિક લોક જંબૂઢીપના સમતલ ભાગથી ૭૯૭ યોજનની ઊંચાઈથી આરંભી ૯00 યોજનની ઊંચાઈ સુધી જ્યોતિષ્કલોક છે, જ્યાં આગળ સુર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચ જાતિના જ્યોતિષી દેવોના વિમાન છે. એ બધા વિમાન કાંતો જ્યોતિર્માન અથવા પ્રકાશ-સ્વભાવી છે, એટલે એને જ્યોતિષ્ક-લોક કહે છે અને એમાં રહેનારા જ્યોતિક દેવોના નિવાસને કારણે ઉક્ત ક્ષેત્ર જ્યોતિષ્કલોક કહેવાય છે. ત્રાસા રૂપે જ્યોતિષ્કલોક સ્વયંભૂરમણ સમુદ્ર સુધી ફેલાયેલો છે. એમાં ૭૯૦ યોજનની ઊંચાઈ પર સર્વપ્રથમ તારાઓના વિમાન છે. એનાથી ૧૦યોજનની ઊંચાઈ પર સૂર્યનું વિમાન છે. સૂર્યથી ૮૦ યોજન ઉપર ચંદ્રનું વિમાન છે. ચન્દ્ર થી ૪ યોજન ઉપર નક્ષત્ર છે અને નક્ષત્રોથી ૪ યોજન ઉપર બુધનું વિમાન છે. બુધથી ત્રણ યોજન પર શુક્રનું વિમાન છે. શુક્રથી ૩ યોજન પર ગુરૂનું વિમાન છે, ગુરૂથી ત્રણ યોજન પર મંગળનું વિમાન છે. અને મંગળથી ૩ યોજન પર શનૈશ્ચરનું વિમાન છે. આ પ્રમાણે સર્વ જ્યોતિષ્ક વિમાન સમુદાય એકસો દસ યોજનાની અંદર મળી આવે છે. મધ્ય-લોકવર્તી ત્રીજા પુષ્કર-દ્વીપની મધ્યમાં જે માનુષોત્તર પર્વત છે, ત્યાં સુધીનું ક્ષેત્ર મનુષ્ય લોક કહેવાય છે. આ મનુષ્યલોકની ભીતરમાં સર્વ જ્યોતિષ્ક વિમાન મેરૂની પ્રદક્ષિણા કરતા એવા નિરંતર ધૂમતા રહે છે. અહીં સૂર્યના ઉદય અને અસ્તથી જ દિવસ-રાત્રિનો વ્યવહાર થાય છે. મનુષ્યલોકના બહારના ભાગથી આરંભી સ્વયમ્ભરમણ સમુદ્ર સુધીના અસંખ્યાત યોજન વિસ્તૃત ક્ષેત્રમાં જે અસંખ્ય જ્યોતિષ્ક વિમાન છે તે ઘૂમતા નથી. પરંતુ સદા સ્થિર રહે છે. જંબુદ્વીપના મેરુ પર્વતની ચારે તરફ ૧૧૨૧ યોજન સુધી જ્યોતિક મંડળ નથી. લોકાન્તમાં પણ એટલા યોજન છોડીને જ્યોતિષ્ક મંડળ આવેલા છે. એના મધ્યવર્તી ભાગમાં યથાસંભવ અન્તરાલની સાથે સર્વત્ર તે ફેલાયેલા છે. જૈન માન્યતા અનુસાર જંબુદ્વીપમાં ૨ સૂર્ય અને ૨ ચંદ્ર છે. એક સૂર્ય મેરુ પર્વતની પૂરેપૂરી પ્રદક્ષિણા બે દિવસ-રાત્રિમાં કરે છે. એનું પરિભ્રમણ-ક્ષેત્ર જંબુદ્વીપની ભીતર ૧૮૦યોજન અને લવણ-સમુદ્રની ભીતર ૩૩૦૧, યોજન છે. સૂર્યના ઘૂમવાના મંડલ ૧૮૩ છે. એક મંડલથી બીજા મંડલ સુધીનું અંતર બે યોજનાનું છે. આ પ્રમાણે પ્રથમ મંડલથી અંતિમ મંડલ સુધી પરિભ્રમણ કરવામાં સૂર્યને ૩૬૪ દિવસ લાગે છે. સૌર માસની અનુસાર એક વર્ષમાં એટલા જ દિવસો હોય છે. ચંદ્ર પરિભ્રમણના કેવલ ૧૫ મંડલ હોય છે. ચંદ્રને પણ મેરુ પર્વતની એક પ્રદક્ષિણા કરવામાં બે દિવસ-રાત્રિથી કંઈક વધુ સમય લાગે છે, કેમકે એની ગતિ સૂર્યથી મંદ છે. એ કારણે ચંદ્રના ઉદયમાં સૂર્યની અપેક્ષાએ આગળ-પાછળ (નો સમય)દેખાય છે. એક ચંદ્ર પોતાના ૧૫ મંડલમાં ચંદ્રમાસમાં ૧૪ , + ૧. મંડલ જ ચાલે છે. એટલે ચંદ્રમાસ અનુસાર વર્ષમાં ૩૫૫ અથવા ૩૫૬ જ દિવસ હોય છે. જૈન માન્યતાનુસાર લવણ-સમુદ્રમાં ૪ સૂર્ય અને ૪ ચંદ્ર છે. ધાતકીખંડમાં ૧૨ સૂર્ય અને ૧૨ ચંદ્ર છે. કાલોદ સમુદ્રમાં ૪૨ સૂર્ય અને ૪૨ ચંદ્ર છે. પુષ્કરાદ્વીપમાં ૭૨ સૂર્ય અને ૭૨ ચંદ્ર છે. પુષ્કરાઈને પરવર્તી અર્ધભાગમાં ૭૨-૭૨ જ સૂર્ય-ચંદ્ર છે. એનાથી સ્વયંભૂમણ-સમુદ્ર પર્યન્ત સૂર્ય અને ચંદ્રની સંખ્યા ઉત્તરોત્તર બેગણી છે. એક ચંદ્રના પરિવારમાં એક સૂર્ય, અઠ્યાવીસ નક્ષત્ર, અઠ્યાસી ગ્રહ અને ૬૬૯૭૫ કોડાકોડી તારા હોય છે. જંબૂદ્વીપમાં બે ચંદ્ર હોવાથી નક્ષત્રાદિની સંખ્યા બે ગણી જાણવી જોઈએ. આ પ્રમાણે સર્વ જ્યોતિર્લોકમાં અસંખ્ય સૂર્ય, ચંદ્ર છે. એનાથી અઠ્યાવીસ ગણા નક્ષત્ર અને અઠ્યાવીસ ગણા ગ્રહ છે. તથા સૂર્યથી ૬૬૯૭પ કોડાકોડી ગણા તારા છે. મનુષ્યલોકવર્તી જ્યોતિષ્ક-વિમાન યદ્યપિસ્વયં ગમનસ્વભાવી છે. તથાપિ આભિયોગ્ય જાતિના દેવ, સૂર્ય ચંદ્રાદિ વિમાનોને ગતિશીલ બનાવી રાખવામાં નિમિત્તસ્વરૂપ છે. એ દેવ સિંહ, ગજ, બળદ અને અશ્વનો આકાર ધારણ કરીને અને ક્રમશઃ પૂર્વાદિ ચારેય દિશાઓમાં સંલગ્ન રહીને સૂર્યાદિને ગતિશીલ બનાવી રાખે છે. ઊર્ધ્વ લોક મેરુ પર્વતને ત્રણ લોકનો વિભાજક માનવામાં આવે છે. મેરુના નીચલા ભાગને અધોલોક અને મેરુના ઉપરના ભાગને ઉદ્ગલોક કહે છે. ઉર્ધ્વલોકમાં શ્વેતાંબરીય માન્યતાનુસાર સ્વર્ગોની સંખ્યા બાર છે અને દિગંબરીય માન્યતાનુસાર સોળ છે. આ સ્વર્ગોમાં કલ્પવાસી દેવ અને દેવીઓ રહે છે. એની ઉપર નવ રૈવેયક, એની ઉપર દિગંબરીય માન્યતાનુસાર નવ અનુદિશ અને એની ઉપર પાંચ અનુત્તર વિમાન છે. આ વિમાનોમાં રહેનાર દેવ કલ્પાતીત કહેવાય છે. કેમકે- એમાં ઈન્દ્ર, સામાનિક વગેરેની કલ્પના નથી. એનાથી પર છે. આ વિમાનોમાં રહેનાર દેવ સમાન વૈભવવાળા છે અને બધા પોત-પોતાને ઈન્દ્ર-સ્વરૂપથી અનુભૂત કરે છે એટલે તેઓ (ગઢ + રુદ્ર:) ‘મિન્દ્ર' કહેવાય છે. સ્વર્ગમાં જે કલ્પવાસી દેવ રહે છે, એમાં ઈન્દ્ર, સામાનિક, ત્રાયાસ્ત્રિશ, પારિષદ, આત્મરક્ષક, લોકપાલ, અનીક, પ્રકીર્ણક, આભિયોગ્ય અને કિલ્વિપિક નામની દસ જાતિઓ છે. જે સામાનિક આદિ અન્ય દેવોના સ્વામી હોય છે એને ઈન્દ્ર કહે છે. એની આજ્ઞા બધા દેવ શિરોધાર્ય કરે છે અને એનો વૈભવ, ઐશ્વર્ય અન્ય સર્વ દેવોથી ઘણો વધુ હોય છે. જેઓ આજ્ઞા અને ઐશ્વર્ય સિવાય LLLLLLLS LLM 27 M TITLE Jain Education International For Tvatt resonal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy