SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ( પતાવના : (ક) જૈન માન્યતાનુસાર લોક-વર્ણન - પં. હીરાલાલ શાસ્ત્રી અનંત આકાશની વચોવચ આ આપણો લોક આવેલો છે, જે નીચે (ના ભાગમાં) પલંગ જેવો, મધ્યમાં વજૂ જેવો અને ઉપર (ના ભાગમાં) ઉભા મૃદંગ જેવો છે. આ લોક નીચે પહોળો, મધ્યમાં સાંકડો અને ઉર્ધ્વમુખ મૃદંગ જેવો છે. આ બધું મળીને લોકનો આકાર પુરૂષના આકાર જેવો થઈ જાય છે. જેમકે કોઈ પુરુષ પોતાના બે પગ પહોળા કરીને અને બે હાથ કેડ પર રાખીને ઊભો હોય જેવો આકાર થાય, એવો જ આકાર લોકનો છે. અથવા અડધા મૃદંગ પર આખુ મૃદંગ મૂકવાથી જે આકાર થાય, એવો જ આકાર લોકનો સમજવો જોઈએ. કેડની નીચેના ભાગને અધોલોક, ઉપરના ભાગને ઉર્ધ્વલોક અને કેડના મધ્ય ભાગને મધ્યલોક કહે છે. આ ત્રણ વિભાગવાળા લોકને લોકાકાશ કહેવામાં આવે છે. જેમકે- એની અંદર જ જીવ-૫ગલાદિ બધા ચેતન અને અચેતન દ્રવ્ય પ્રાપ્ત થાય છે. આ લોકાકાશની સર્વ બાજુએ પ્રાપ્ત થનાર અનંત આકાશને અલોકાકાશ કહેવામાં આવે છે. જેમકે એમાં કેવલ આકાશ સિવાય અન્ય કોઈ ચેતન કે અચેતન દ્રવ્ય પ્રાપ્ત થતું નથી. ૧. સામાન્ય લોક-સ્વરૂપ 'લોકાકાશની ઊંચાઈ ૧૪ રાજુછે. એ અધોલોકમાં બધાથી નીચે (ના ભાગમાં) સાત રાજુ વિસ્તૃત છે. વળી ક્રમાનુસાર ઘટતાઘટતા કેડના મધ્ય ભાગમાં એક રાજુ જેટલો વિસ્તૃત છે. એનાથી ઉપરના ભાગમાં વધતા-વધતા બન્ને હાથની કોહણીના સ્થાન પર પાંચ રાજુ વિસ્તૃત છે. ફરીથી ઘટતા મસ્તકના ભાગના અગ્રભાગ પર એક રાજુ વિસ્તૃત છે. આ સમસ્ત લોક સર્વ તરફથી ઘનોદધિ, ધનવાત અને તનુવાત એ ત્રણ વલયથી વેષ્ટિત છે. અર્થાતુ એના આધાર પર આવેલ છે. પ્રથમ વલય અધિક સઘન છે. એટલે એને ઘનોદધિ કહેવામાં આવે છે. બીજુ વલય ત્રીજા વલયની અપેક્ષાએ સઘન છે. એટલે એને ઘનવાત કહેવામાં આવે છે. ત્રીજુ વલય ઉકત બન્નેની અપેક્ષાએ અત્યંત સૂક્ષ્મ કે પાતળ છે. એટલે એને તનુવાત કહેવામાં આવે છે.' ૨, અધોલોક કેડ-સ્થાનીય ઝલ્લરી જેવા આકારવાળા મધ્યલોકની નીચે સાત પૃથ્વીઓ છે- ઘમ્મા, વંશા, સેલા, અંજના, અરિષ્ટા, મઘા અને માધવતી. તેમજ રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ:પ્રભા અને મહામતઃપ્રભા –એ એના ગોત્ર કહેવામાં આવ્યા છે. એમાંથી પહેલી રત્નપ્રભાના ત્રણ ભાગ છે. ખરભાગ, પંભાગ અને અબ્બહુલભાગ, એમાંનો ખરભાગ સોલ હજાર યોજન જાડો છે. પંકભાગ ચોર્યાસી હજાર યોજન અને અબ્બહુલભાગ એસી હજાર યોજન જાડો છે. એવી રીતે રત્નપ્રભા પૃથ્વીની જાડાઈ એક લાખ એસી હજાર યોજન છે. આ ત્રણ વિભાગવાળી રત્નપ્રભા પૃથ્વીની નીચે અસંખ્યાત હજાર યોજનના અન્તરાલ પછી બીજી શર્કરા (નામની) પૃથ્વી આવેલી છે. એ એક લાખ બત્રીસ હજાર યોજન જાડી છે. એની નીચે ફરી અસંખ્યાત હજાર યોજન નીચે જવાને સ્થાને વાલુકા નામની પૃથ્વી આવેલી છે. એની જાડાઈ એક લાખ અઠ્યાવીસ હજાર યોજન છે. આ ત્રીજી પૃથ્વીનો તળિયાનો ભાગ મધ્યલોકથી બે રન્નુ પ્રમાણ જેટલો નીચો છે. ત્રીજી પૃથ્વીથી અસંખ્યાત હજાર યોજન નીચે જવાથી ચોથી પંકપ્રભા પૃથ્વી આવે છે. એની જાડાઈ એક લાખ ચોવીસ હજાર યોજન છે. આ પૃથ્વીના તળિયાનો ભાગ મધ્યલોકથી ત્રણ રજુ નીચો છે. અનાથી અસંખ્યાત યોજન નીચે જવાથી પાંચમી પૃથ્વી ધૂમપ્રભા પૃથ્વી આવે છે. એની જાડાઈ એક લાખ વીસહજાર યોજન છે. ૧. જુઓ પ્રસ્તુત ગ્રંથનું સૂત્ર ૨૮, તિલોયપણણતી. અ.૧, ગા.૧૩૭-૩૮. ૩મય ઢવમુવમંચય સfouTદો ા (ત્રિલોકસાર ગા.૬) દમ નૂદ્ર ત્રી (ત્રિલોકસાર ગા. ૬) નાઢિસત્તમ રબ્બ ! (ત્રિલોકસાર ગા. ૭) વડસર નૂ નામો વુદ્ધિ હાં માર|gયT (કર્મગ્રંથ ૫-૯૩) સમુપરિમંતા નવતા નાવ રજૂમારૂ (પ્રવચનસારો. ૧૪૩, ૩૧). રાજનું પ્રમાણ જગચ્છેણીના સાતમાં ભાગ બરાબર છે જો કે- સ્વયંભૂરમણ દ્વીપના પૂર્વ ભાગને લઈને પશ્ચિમભાગ સુધીનું પ્રમાણ છે. એક રાજુમાં અસંખ્યાત યોજન હોય છે. દિગમ્બર શાસ્ત્રોમાં ઘનોદધિવાતનું વર્ણ ગોમુત્ર-સમ, ઘનવાતનું મગ સમાન અને તનુવાતનું અવ્યક્ત વર્ણ કહેવામાં આવ્યો છે. MLA 24 MLA LLLLL Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy