SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન અને કાન્તદૅષ્ટિથી આ રીતે કરેલું છે- "આ લોક દ્રવ્ય અને ક્ષેત્ર ની અપેક્ષાએ સાન્ત છે, કાળૐ અને ભાવની અપેક્ષાએ અનન્ત છે. ભાવ-લોક : ભાવ પાંચ પ્રકારના છે ૧. ઔપમિકપ, ૨. ક્ષાયોપશમિક, ૩. ક્ષાયિક, ૪. ઔદયિક', ૫. પારિણામિક . આ પાંચે ભાવો જીવના સ્વરૂપ છે. આ પાંચમાં એક ઔયિકભાવ વૈભાવિક છે. બાકીના ચાર સ્વાભાવિક છે. ઔપશમિક વગેરે ત્રણભાવ ઉત્તરોત્તર આત્મશુદ્ધિનાં છે. ૧૦ મુક્ત જીવોમાં બે ભાવ છે- ૧. ક્ષાયિક અને ૨. પારિણામિક, સંસારી જીવોમાં કોઈને ત્રણભાવ, કોઈને ચાર ભાવ અને કોઈને પાંચ ભાવ છે. કોઈપણ સંસારી જીવને બે કે એકભાવ હોતો નધી. આ લોક અનંતજીવોથી વ્યાપ્ત છે. અને તે અનન્તજીવ આ પાંચે ભાવો યુક્ત છે, એટલે આ ભાવલોક પણ છે. ઉદાર યોગદાન : ગણિતાનુયોગના પ્રસ્તુત સંસ્કરણના સંપાદનમાં દરેક પ્રકારે સેવાકાર્ય કરતાં કરતાં સંશોધન વગેરે અનેક મહત્ત્વપૂર્ણ કાર્ય શ્રી વિનયમુનિજી "વાગીશે” વિવેકપૂર્ણ રીતે સંપન્ન કર્યું છે. સંપાદન સંબંધિત અનેક વિષમ સમસ્યાઓનાં સમાધાન સમયે ન્યાય-સાહિત્ય વ્યાકરણાચાર્યશ્રી મહેન્દ્રૠષિજીએ વિચારવિમર્શ દ્વારા યોગદાન આપેલું છે. શુદ્ધ સુંદર લેખન વગેરે શ્રમસાધ્ય કાર્યોમાં ઉદાર યોગદાન શ્રમણી પ્રવરાશ્રી મુક્તિપ્રભાજી અને શ્રી દિવ્યપ્રભાજી તથા તેમની શિષ્યાઓનું રહેલું છે. આ બધા ચારિત્ર આત્માઓના ઉદાર યોગદાન વડે જ આ સંસ્કરણ સંપન્ન થયું, તેથી તેઓ પ્રત્યે હું કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરુ છું. - મુનિ કનૈયાલાલ 'કમલ' જયાં સુધી આ લોક છે ત્યાં સુધી જ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે. જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય પણ લોકાન્ત સુધી જ છે. તેથી આ લોક દ્રવ્યાપેક્ષયા સાન્ત છે. ક્ષેત્રથી આ લોક અસંખ્ય કોટા-કોટી યોજન પર્યંત છે, આગળ અલોક છે, તેથી આ લોક ક્ષેત્રાપેક્ષયા પણ સાન્ત છે. કાળ બે પ્રકારના છે- નૈયિક કાળ અને વ્યાવહારિક કાળ, નૈયિક કાળ અનંત છે તેથી એની અપેક્ષાએ આ લોક પણ અનંત છે અને આ કાળ લોક વ્યાપ્ત છે. તેથી આ ધર્માસ્તિકાયની સમજ લોક- અલોકના વિભાજક પણ છે. સમય, આલિકા-યાવ- કાલચક્ર પર્યંત વ્યાવહારિક કાળ છે. ચન્દ્ર, સૂર્ય, વગેરે ગ્રહોનાં ગમન અને ઉદય-અસ્તના નિમિત્ત દ્વારા માનવ જ વ્યવહારિક કાળના વિભાગ સ્થિર કરે છે, નિશ્ચિત કરે છે. એટલે જ મનુષ્ય-ક્ષેત્રને સમયક્ષેત્ર કહેવાય છે. આ મનુષ્યક્ષેત્ર અઢીદ્વીપ સુધીનું છે. જીવદ્રવ્ય કાળની અપેક્ષાએ અનંત છે, તેથી જીવસમુદાયના ઔપશમકાદિ ભાવ પણ કાળની અપેક્ષાએ અનન્ત છે. અને આ ઔપશમિકાદિ ભાવોની અપેક્ષાએ આ લોક પણ અનંત છે. ૧. ર. 3. .. ૫. 9. ૭. ૮. ઔપશમિક ભાવ બે પ્રકારે છે- ૧. સમ્યક્ત્વ, ૨. ચારિત્ર ક્ષાયિકભાવનવપ્રકારેછે. ૧. જ્ઞાન, ૨. દર્શન, ૩. દાન, ૪. લાભ, ૫. ભોગ, ૬. ઉપભોગ, ૭. વીર્ય, ૮. સમ્યક્ત્વ, ૯. ચારિત્ર. ક્ષાયોપશમિક ભાવ અઢાર પ્રકારે છે : ૧. ચાર જ્ઞાન, ૨. ત્રણ અજ્ઞાન, ૩. ત્રણ દર્શન, ૪. પાંચ દાનાદિ લબ્ધિઓ, ૫. સમ્યકત્વ, ૬. ચારિત્ર-સર્વવિરતિ અને ૭. સંયમાસંયમ દેશિવરતિ. ઔદિયકભાવ એકવીસ છે - ૧. ચારગતિઓ, ૨. ચાર કષાય, ૩. ત્રણ લિંગ-ભેદ, ૪. એક મિથ્યાદર્શન, ૫. એક અજ્ઞાન, ૬. અસંયમ, ૭. એક અસિદ્ધ ભાવ, ૮. છ લેશ્યાઓ. ૯. પારિણમિકભાવ અનેક પ્રકારે છે- જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ ત્રણ તથા બીજાપણ પારિણામિક ભાવ છે. ૧૦. સ્થાનાંગ - સ્થા. ૩, ઉં. ૨, સૂત્ર ૧૫૩માં જ્ઞાન, દર્શન, ચારિત્રને જ ભાવલોક કહેવાય છે. કેવલજ્ઞાન, કેવલદર્શન અને યથાખ્યાત ચારિત્ર ક્ષાયિકભાવ છે. બાકીના ચાર ચારિત્ર ક્ષાયોપશમિક ભાવ અને ઔપશમિક ભાવ છે. આત્મશુદ્ધિની અપેક્ષાએ ઔપશમિકાદિ ત્રણ ભાવલોક છે. Jain Education International 23 A For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy