________________
VIA
એના તળિયાનો ભાગ મધ્યલોકથી ચાર રજ્જુ નીચે આવેલો છે. પાંચમી પૃથ્વીથી અસંખ્યાત હજાર યોજન નીચે જવાથી છઠ્ઠી તમઃ પ્રભા, પૃથ્વી આવે છે. એની જાડાઈ એક લાખ સોલ હજાર યોજન છે. એના તળિયાનો ભાગ મધ્યલોકથી પાંચ રજ્જુ (જેટલો) નીચો છે. છઠ્ઠી પૃથ્વીથી અસંખ્યાત હજાર યોજન નીચે જવાથી સાતમી પૃથ્વી મહાતમઃ પ્રભા પૃથ્વી આવે છે. એની જાડાઈ એક લાખ સાઈઠ હજાર યોજન છે. એના તળિયાનો ભાગ મધ્યલોકથી છ રજ્જુ (જેટલો ) નીચો છે.
૧
રત્નપ્રભા પૃથ્વીના એક લાખ એસી હજાર યોજન પ્રમાણ ક્ષેત્રમાંથી ઉપર અને નીચેનો એક-એક હજા૨ ભાગ છોડીને મધ્યવર્તી ક્ષેત્રમાં ઉપર ભવનવાસીઓના સાત કરોડ બોત્તેર લાખ ભવન(આવેલા)છે. તથા નીચેનારકીઓના ત્રીસ લાખ નરકાવાસ (આવેલા) છે. પરંતુ ત્રિલોકપ્રજ્ઞપ્તિ, તત્વાર્થ-વાર્તિક વગેરે દિગમ્બર ગ્રન્થોમાં આનાથી કંઈક જુદો જ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
૩
૪
બીજી પૃથ્વીની ઉપર નીચે એક-એક હજા૨ યોજન ભૂમિ ભાગને છોડીને મધ્યવત્તી ભાગમાં નારકોના ૨૫ લાખ નારકાવાસ છે. એ પ્રમાણે ત્રીજીથી સાતમી પૃથ્વી સુધી એની જાડાઈના ઉપર નીચેના એક-એક હજાર ભાગને છોડી મધ્યવત્તી ભાગના ક્રમશઃ ૧૫ લાખ, ૧૦ લાખ, ૩ લાખ, પાંચ ઓછા ૧ લાખ અને ૫ નરકાવાસ છે. એ નરકાવાસ પટલ કે પાથડોમાં વિભક્ત છે. પહેલી વગેરે પૃથ્વીમાં ક્રમશઃ ૧૩, ૧૧, ૯, ૭, ૫, ૩ અને ૧ પટલ છે. આ પ્રમાણે સાતેય પૃથ્વીઓના નરકાવાસોમાં ૪૯ પટલો છે. આ ૪૯ પટલોમાં વિભક્ત સાતેય પૃથ્વીઓના નરકાવાસોનું પ્રમાણ ૮૪ લાખ છે. જેમાં અસંખ્યાત નારકી જીવ સદાકાલ અનેક પ્રકારના ક્ષેત્ર જ પરસ્પરોદીરિત, શારીરિક, માનસિક દુઃખનો ભોગ કરે છે. આ નરકોમાં ક્રૂર કર્મ કરનારા પાપી મનુષ્યો અને પશુ-પક્ષીઓ તિર્યંચ ઉત્પન્ન થાય છે. તે પહેલી પૃથ્વીમાં ઓછામાં ઓછા ૧૦ હજાર વર્ષનું આયુષ્યથી આરંભીને સાતમી પૃથ્વીમાં ૩૩ સાગરોપમ કાલ પર્યંત વિવિધ પ્રકારના દુઃખનો અનુભવ કરતા હોય છે. એમનું અકાલ મૃત્યુ થતું નથી. એમના શરીર વૈક્રિયિક અને ઔપપાતિક હોય છે. જન્મ લીધા પછી અન્તર્મુહૂર્તમાં જ એમના શરીરનું પૂર્ણ પણે નિર્માણ થઈ જાય છે અને તેઓ ઉત્પન્ન થતા જ ઉપર તરફ પગ અને અધોમુખ થઈને નીચે નરક ભૂમિમાં ગબડે છે.
સાતમી પૃથ્વીની નીચે એક રજ્જુ-પ્રમાણ જાડા અને સાત રજ્જુ-વિસ્તૃત ક્ષેત્રમાં કેવળ અકેન્દ્રિય જીવ રહે છે.
મધ્યલોક
મધ્યલોકનો આકાર ઝાલરી કે ચૂડી જેવો છે. એના સૌથી મધ્યભાગમાં એક લાખ યોજન વિસ્તૃત જંબુદ્વીપ (આવેલો ) છે. એને બધી બાજુથી ઘેરાયેલો એવો બે લાખ યોજન વિસ્તૃત લવણસમુદ્ર છે. એને બધી બાજુથી ઘેરાયેલ ચાર લાખ યોજન વિસ્તૃત ધાતકીખંડદ્વીપ (આવેલો) છે અને બધી બાજુથી ઘેરાયેલો એવો આઠ લાખ યોજન વિસ્તૃત કાલોદ સમુદ્ર છે. એને બધી બાજુથી ઘેરાયેલો એવો સોળ લાખ યોજન વિસ્તૃત પુષ્કરદ્વીપ (આવેલો) છે.
આ પુષ્કરદ્વીપના બરોબર મધ્યભાગમાં ગોળ આકારવાળો માનુષોત્તર પર્વત છે. એના પરવર્તી પુષ્કરાર્ધદ્વીપમાં તથા તેની આગળના અસંખ્યાતદ્વીપ સમુદ્રોમાં વૈક્રિય લબ્ધિ સંપન્ન અથવા ચારણમુનિ સિવાય અન્ય મનુષ્યોનું આવાગમન થઈ શકતું નથી. એવી શ્વેતાંબર સંપ્રદાયની માન્યતા છે. પરંતુ દિગંબર-સંપ્રદાયની માન્યતા અનુસાર ઋધ્ધિ-સમ્પન્ન મનુષ્ય પણ આવી જઈ નહીં શકે છે. પુષ્કરદ્વીપને ઘેરનાર એનાથી બે ગણો વિસ્તારવાળો પુષ્કરોદ સમુદ્ર છે. વળી એને ઘેરનાર ઉત્તરોત્તર બે-બે ગણા વિસ્તારવાળા વરુણવરદ્વીપ – વરૂણવર સમુદ્ર, ક્ષીરવરદ્વીપ ક્ષીરવર સમુદ્ર, કૃતવર દ્વીપ - ધૃતવર સમુદ્ર, ક્ષોદવર દ્વીપ - ક્ષોદવર સમુદ્ર, નન્દીશ્વરદ્વીપ - નન્દીશ્વર સમુદ્ર વગેરે નામવાળા અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર(આવેલા)છે. બધાથી અંતમાં અસંખ્યાત યોજન વિસ્તૃત સ્વયંભૂરમણ સમુદ્ર આવેલો છે.
આ અસંખ્યાત દ્વીપ-સમુદ્રોવાળા મધ્યલોકની બરોબર મધ્યમાં એક લાખ યોજન વિસ્તૃત જંબૂઠ્ઠીપ આવેલો છે. એના પણ મધ્યભાગમાં મૂળમાં દસ હજાર યોજન વિસ્તારવાળો અને એકલાખ યોજન ઊંચો મેરૂ પર્વત આવેલ છે.
૧.
૨.
3.
૪.
દિગમ્બર પરંપરામાં શર્કરા વગેરે પૃથ્વીઓની જાડાઈ ક્રમશઃ ૮૦,૦૦૦, ૩૨,૦૦૦, ૨૮,૦૦૦, ૨૪,૦૦૦, ૨૦,૦૦૦, ૧૬,૦૦૦ અને ૮,૦૦૦ યોજન માનવામાં આવી છે. તિલોયપણત્તિમાં પાઠાન્તર તરીકે ઉપર્યુક્ત જાડાઈ અંગેનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
જુઓ પ્રસ્તુત ગ્રંથનું સૂત્ર ૧૬૪
જુઓ પ્રસ્તુત ગ્રંથનું સૂત્ર ૧૩૪
દિગંબર પરંપરા અનુસાર રત્નપ્રભા પૃથ્વીના ત્રણ ભાગમાંથી પ્રથમ ભાગના એક-એક હજાર યોજન ક્ષેત્ર છોડી દીધા પછી બાકી રહેલા મધ્યવર્તી ૧૪ હજાર યોજન ક્ષેત્રમાં કિન્નર આદિ સાત વ્યન્તર દેવોના તથા નાગકુમા૨ વગેરે નવ ભુવનવાસી દેવોના આવાસ છે તથા રત્નપ્રભાના બીજા ભાગમાં અસુરકુમાર ભવનપતિ અને રાક્ષસ વ્યન્તરપતિના આવાસ છે. રત્નપ્રભાના ત્રીજા ભાગમાં નારકોના આવાસ છે. (જુઓ- તિલોયપણતિ અ.૩, ગા.૭. તત્વાર્થ વાર્તિક અ.૩,સુ.૧.)
24
25 2
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org