________________
આગમોના લિપિબદ્ધ થયા પછી ક્યો આગમ વિચ્છિન્ન થયું અને ક્યો નવું અંગ આગમ સ્થાનાપન્ન થયું? ક્યાં આગમ પાઠની પૂર્તિ ક્યાં થયેલી છે? ક્યો આગમપાઠ પરમતની માન્યતાનો છે અને કયો સ્વમતની માન્યતાનો છે? ક્યો પરમતનો પાઠ ભ્રાન્તિથી સ્વમતનો માની લેવામાં આવ્યો છે? વગેરે જટિલ પ્રશ્નોની કેટલીક સમાધાનકારી ઉપલબ્ધિઓ શોધ-નિબંધ લેખકોને જ ઉપયોગી થશે તો આ શ્રમ સફળ થશે. અનુયોગ વર્ગીકરણનો પ્રારંભ અને પ્રગતિ :
ગણિતાનુયોગ વગેરે અનુયોગોનું વર્ગીકરણ કાર્ય સ્વર્ગીય ગુરુ દેવ શ્રીફતેહચંદજી મહારાજ અને પ્રતાપચન્દજી મહારાજના સાનિધ્યમાં પ્રારંભ કરવામાં આવ્યું હતું. તેમની હયાતીમાં એનો સંશોધન સંપાદનનો થોડો કાર્ય થયા પછી ક્રમથી બધા અનુયોગ હિન્દી અનુવાદ સાથે પ્રકાશિત પણ થયા ગુજરાતી ભાષાંતર સાથે ધર્મકથાનુંયોગ અને ચરણાનુયોગ પ્રકાશિત થઈ ચૂક્યો છે.
અસ્વસ્થ શરીર અને યથેષ્ઠ અનુકૂળતાઓના અભાવમાં પણ ગણિતાનુંયોગનું આ ગુજરાતી સંસ્કરણ સંપન્ન કરવામાં આવ્યું છે. આશા છે- સ્વાધ્યાયશીલ સજ્જનો આના સ્વાધ્યાયથી અવશ્ય લાભાન્વિત થશે.
દ્રવ્યાનુયોગનું ગુજરાતી ભાષાન્તર સંપાદન થઈ રહ્યું છે, પ્રકાશન પણ શીધ્ર થવાની સંભાવના છે.
સંકલન અને સંપાદનમાં સ્વાધ્યાયશીલ મહાન આત્માઓને જયાં ક્યાંય પણ સંશોધન આવશ્યક લાગે ત્યાં તે અવશ્ય સૂચન કરે.
તે બધા મહાન આત્માઓનો હું સદૈવ વિનમ્ર ભાવે આભાર માની સંશોધન કરવાને માટે પ્રયત્નશીલ રહીશ. ગણિતાનુયોગની સામાન્ય રૂપરેખા :
લોકાકાશ - અનંત પદાર્થ સદ્ભાવી - આકાશ. જે આકાશમાં લોક છે, તે લોકાકાશ છે. લોકને વ્યુત્પત્તિપરક અર્થ છે કે"જે દેખાય છે, તે લોક છે” લોકમાં જે ઈન્દ્રિય પ્રત્યક્ષ પદાર્થ છે તેના દ્રષ્ટા છમી અસર્વજ્ઞ છે અને જે લોકમાં અતીન્દ્રિય પદાર્થ છે. તેના દ્રષ્ટા સર્વજ્ઞ છે. આ રીતે લોક દશ્ય છે તેથી સર્વજ્ઞ અને અસર્વજ્ઞ દ્વારા તે જોઈ શકાય છે. લોકના અનેક પર્યાયવાચી શબ્દ છે. વિશ્વ, સંસાર વગેરે લોકની વ્યાખ્યા અનેક પ્રકારે કરવામાં આવેલી છે. (૧) પ્રાચીન વ્યાખ્યાપદ્ધતિ અનુયોગ પદ્ધતિ' ના નામથી પ્રસિદ્ધ છે. આ વ્યાખ્યાપદ્ધતિને સમજવા માટે પૂરા
અનુયોગદ્વારની રચના કરવામાં આવેલી છે. લોકની વ્યાખ્યા પણ આ અનુયોગ પદ્ધતિથી કરવામાં આવેલી છે. (ક) ૧. નામલોક, ૨. સ્થાપનાલોક, ૩. દ્રવ્યલોક, (ખ) ૧, દ્રવ્યલોક, ૨. ક્ષેત્રલોક, ૩. કાલલોક, ૪. ભાવલોક. (ગ) ૧. અધોલોક, ૨. તિર્યલોક, ૩. ઉર્ધ્વલોક.
(ઘ) ૧. જ્ઞાનલોક, ૨. દર્શનલોક, ૩. ચારિત્રલોક. (૧) નામલોક: (૨) સ્થાપનાલોક - લોકનો આકાર અર્થાત્ લોકનું સંસ્થાન.
અલોકાકાશની મધ્યમાં લોકાકાશ છે, પરંતુ સાન્તસસીમ છે. એનો આકાર ત્રિસરાવસપુટાકાર છે. એક શકોરું ઊછું, એના પર એક શકોરું સુસ્ (સીધુ) અને એક ઊછું રાખવાથી જે આકાર બને છે તેને "ત્રિસરાવ” સંપુટાકાર કહેવાય છે. શાસ્ત્રીય ભાષામાં એને સુપ્રતિષ્ઠક' આકાર કહેવામાં આવે છે. આ લોક નીચેથી વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપરથી પુનઃ વિસ્તૃત છે.
લોક-પુરુષ અને વિરાટ પુરુષ :
આગમોત્તરકાલીન જૈનગ્રંથોમાં સમસ્ત લોક (અધોલોક, મધ્યલોક, ઉર્ધ્વલોક) ને લોક-પુરુષ રૂપે ચિત્રિત કરવામાં આવ્યો છે. પરંતુ જૈનાગમોમાં ક્યાંય પણ લોકપુરુષનું વર્ણન નથી.
તેથી અહીયાં એ પ્રશ્ન વિચારણીય છે કે -જૈનાગમોમાં જે 'ચૈવેયક' દેવોના નામ ગણાવવામાં આવ્યાં છે, તેના નામકરણનો હેતુ શો છે? એમના વિમાન લોક-પુરુષની ગ્રીવાને સ્થાને છે, એટલે જ તો એને રૈવેયક દેવ કહેવામાં આવે છે. જો આ વ્યુત્પત્તિપરક
IIIIIIIIIIIIIIMLMLLLLLLLLLLA LA 19 LA LILLLLLLLLLLLLSLLLLL Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org