SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. ચરણાનુયોગનું નામકરણ-આચારાંગ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન જેવા આગમોના આધાર પર કરવામાં આવેલું છે. ૩. ધર્મકથાનુયોગનું નામકરણ – જ્ઞાતાધર્મકથા વગેરે આગમોના આધાર પર કરવામાં આવેલું છે. ૪. ગણિતાનુયોગનું નામકરણ- ચન્દ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ વગેરેના ગણિતના આધાર પર કરવામાં આવેલું છે. આગમોત્તર કાલીન ગ્રંથોમાં તથા જૈનાગમોની ઉપલબ્ધ ટીકા, નિર્યુક્તિ તથા ભાષ્ય વગેરેમાં ચારે અનુયોગોના નામ અને અનુયોગોને અનુસાર આગમોનું વિભાજન મળી આવે છે.' અનુયોગ વર્ગીકરણના ઐતિહાસિક તથ્યોનું અન્વેષણ : ભગવાન મહાવીરથી માંડીને શ્રી આર્યવજૂ પર્યત જૈનાગમોમાં વર્ણવેલ વિવિધ વિષયો આ ચાર અનુયોગોમાં વિભક્ત થયેલ ન હતાં. કારણકે- પ્રત્યેક પદમાં ચારે અનુયોગોનું તથા સાતે નયોનું ચિંતન કરવામાં આવતું હતું, એટલે વિભાજનની કોઈ ઉપાદેયતા જ હતી નહીં, પરંતુ હાસકાળના પ્રભાવથી જયારે મહાન મેધાવીઓને પણ એકપદમાં ચારે અનુયોગો તથા સાતે નયોનું ચિંતન મુશ્કેલ લાગવા માંડ્યું ત્યારે શ્રી આર્યરક્ષિતે આગમોમાં પ્રતિપાદિત સમસ્ત વિષયો (પદો)ને ચાર અનુયોગમાં વિભક્ત કરી નાખ્યાં હતાં. આ અનુયોગ વિભાજનની રૂપરેખા શું હતી ? વિષય સંકલન ક્યા ક્રમથી કરવામાં આવ્યું હતું ? આ અનુયોગ વિભાજનની પરંપરા ક્યારે વિનષ્ટ થઈ ? વગેરે ઐતિહાસિક તથ્યોના અન્વેષણનો ઉપક્રમ હજી સુધી કોઈએ કરેલ છે કે નહીં ? તે જાણવામાં આવ્યું નથી. નન્દી-સુત્રની સ્થવિરાવલીમાં અનેક અનુયોગધર આચાર્યોનો ઉલ્લેખ થયેલો છે. એ આચાર્ય ચાર અનુયોગ-દ્વારવાળી અનુયોગ-વ્યાખ્યા પદ્ધતિના ધારક હતા કે- દ્રવ્યાનુયોગ વગેરે ચાર અનુયોગોના વર્ગીકરણના ધારક હતા ? તે સંબંધિત ઐતિહાસિક તથ્યોનું અન્વેષણ થવું અત્યંત આવશ્યક છે. અનુયોગ વર્ગીકરણનું ઉદ્દેશ્ય : વિગત બે-ચાર દશકાઓથી પ્રાચ્યવિદ્યા પ્રેમીઓને પ્રાકૃત ભાષાનું મહત્ત્વ સમજાયું છે અને કેટલાક વિશ્વવિદ્યાલયોમાં પ્રાકૃત અધ્યયન કેન્દ્રની સ્થાપના પણ કરવામાં આવેલી છે. પ્રાકૃત ટેક્ષ સોસાયટીએ મહત્ત્વપૂર્ણ પ્રાચીન ગ્રન્થો આધુનિક શૈલીથી સંપાદિત કરી પ્રકાશિત કર્યા છે. કેટલીક પ્રકાશન સંસ્થાઓ શોધપૂર્ણ અને સમીક્ષાત્મક જૈનાગમોનું પ્રકાશન કરી રહી છે. પરંતુ શોધનિબંધના આધુનિક લેખકો વિષય પ્રતિપાદનાર્થે સંદર્ભગ્રંથોરૂપે જો સમસ્ત જૈનગમોને જોવા ઈચ્છે તો તેઓને આગમોનાં એવા સંસ્કરણ જોઈ નિરાશા જ સાંપડવાની, કારણ કે- આધુનિક શૈલીથી સંપાદિત સર્વ આગમોનું મુદ્રણ હજી સુધી ક્યાંયથી પણ થયેલું નથી. જૈન પુસ્તકાલયોની વ્યવસ્થા પણ સર્વત્ર યોગ્ય રીતે ન હોવાથી શોધ-નિબંધ લેખકો પણ પોતાની ઈચ્છા મુજબ તેનો લાભ લઈ શકતાં નથી. જો કોઈ સાહસિક શોધનિબંધ લેખક કોઈ રીતે બધા જૈનાગમોનો સંગ્રહ કરી પણ લે તો પણ એમાંથી મનોવાંચ્છિત વિષયની પૂર્ણતયા શોધ કરી શકવી એ તેમને માટે કેટલી મુશ્કેલ બની જાય છે તેનો અનુભવ તો શોધનિબંધ લેખકોને જ થઈ શકે છે. એક વિષયના પાઠોને એકત્રિત કરવામાં કેટલો સમય અને શ્રમની અપેક્ષા હોય છે, એ પણ એક અસાધારણ તથ્ય છે. જૈનાગમ સમ્બન્ધિત શોધ-નિબંધના લેખકને પ્રૌઢ આગમ-અભ્યાસી નિર્દેશક મળવો એટલો જ મુશ્કેલ છે. જેટલો આધુનિક શૈલીથી સંપાદિત સમસ્ત આગમોનો મળવો. આવી બધી સમસ્યાઓમાં ફસાવાથી કેટલાક શોધનિબંધ લેખકો વિષય પરિવર્તન નો સંકલ્પ કરી બેસે છે. અથવા વિષયને યથેષ્ટ-યોગ્ય રીતે પ્રતિપાદન નથી કરી શકતા જેથી તેઓનું શોધકર્મ અધૂરું રહી જાય છે. વગેરે કેટલીક અનુપેક્ષણીય તથ્યોથી પ્રેરિત થઈ મેં જૈનાગમોના સમસ્ત વિષયોનું વર્ગીકરણ કરી એમને ચાર અનુયોગોમાં વિભક્ત કરવાનો સંકલ્પ કર્યો છે. યદ્યપિ અનુયોગ વર્ગીકરણનું કાર્ય સમૂહ-સાધ્ય અને શ્રમ-સાધ્ય છે, સાથોસાથ અદ્યાવધિ ઉપલબ્ધ સમસ્ત આગમોના પ્રકાશન તથા અનેક સંદર્ભગ્રંથોનો સંગ્રહ પણ અપેક્ષિત છે. છતાં પણ ઉપલબ્ધ સાધનો અને ઉદાર સહયોગીઓના સહયોગથી જેટલું પણ કરી શક્યું અથવા કરી રહ્યો છું એને ક્રમશઃ પ્રસ્તુત કરતા રહેવાનો સંકલ્પ છે. અનુયોગ વગી કરણ નો લાભ : આ અનુયોગ-વિભાગોના સ્વાધ્યાયનું સુફળ આ રીતે થશે કે – પ્રાચીન ચિંતનનો ક્રમિક વિકાસ કેવી રીતે થયેલો છે? આગમ સંકલનકાલ પછી કયો પાઠ પરિવર્ધિત થયેલો છે. અથવા પ્રક્ષિપ્ત કરવામાં આવેલો છે ? अनुयोगः प्रारभ्यते - स च चतुर्की१. धर्मकथानुयोगः उत्तराध्ययनादिकः २. गणितानुयोगः सूर्यप्रज्ञप्त्यादिकः ३. द्रव्यानुयोगः पूर्वाणि सम्मत्यादिकश्च ૪. રપ-રાનુયો/ગ્ન બાવાર રિલા : - નતૂપ, વૃત્તિપત્ર ૧, ૨ | 18 TAL B % www.jainelibrary.org Jain Education International For Privale & Personal Use Only
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy