________________
પાદકીય
આગમોમાં અનુયોગ બે રૂપે પ્રાપ્ત થાય છે. (૧) અનુયોગ - વ્યાખ્યા
(૨) અનુયોગ - વર્ગીકરણ (૧) અનુયોગ વ્યાખ્યા - આગમોના વિશિષ્ટ સૂત્રોની વ્યાખ્યા કરવા માટેની એક પદ્ધતિ છે.
જેવી રીતે નગરની ચારે દિશાઓમાં ચાર દ્વારા આવેલા હોય તો તેમાં પ્રવેશ કરવો સર્વ વ્યક્તિ માટે સરળ બને છે, તેવી રીતે ૧. ઉપક્રમ, ૨. નિક્ષેપ, ૩. અનુગમ અને ૪. નય- આ ચાર અનુયોગદ્વારોથી આગમરૂપ નગરમાં પ્રવેશ કરવો સર્વવ્યક્તિ માટે સરળ બને છે. અર્થાત્ આ ચાર અનુયોગ દ્વારોનો આધાર લઈ જે આગમની વ્યાખ્યા કરે છે, તે બધાને માટે આગમજ્ઞાન પ્રાપ્ત કરવું અતિ સરળ રૂપ બની જાય છે.
જૈનાગમોની આ અનુયોગ-વ્યાખ્યા પદ્ધતિ અતિ પ્રાચીનકાળથી ઉપયોગી બની રહી છે. જેનાગમોની ઉપલબ્ધ ટીકાઓના ટીકાકારોએ પણ આજ અનુયોગ વ્યાખ્યા પદ્ધતિનો પોતાની ટીકાઓમાં પ્રયોગ કરેલો છે.'
નન્દી-સૂત્ર નિર્દિષ્ટ શ્રુતજ્ઞાનના વિવરણમાં અંગપ્રવિષ્ટ, અંગ-બાહ્ય, કાલિક અને ઉત્કાલિક વગેરે બધા આગમોની વ્યાખ્યા કરવાને માટે આ ચાર અનુયોગ દ્વારોનો પ્રયોગ કરવાની સૂચના આપવામાં આવી છે અને એને આધારિત અંગબાહ્ય, ઉત્કાલિક, આવશ્યકની વિસ્તૃત વ્યાખ્યા અનુયોગદ્વાર-સૂત્રમાં આ ચાર અનુયોગદ્વારો દ્વારા જ કરવામાં આવેલી છે. (૨) અનુયોગ- વર્ગીકરણ
ચાર અનુયોગોના નામ - ૧. ચરણાનુયોગ, ૨. ધર્મકથાનુયોગ, ૩. ગણિતાનુયોગ, ૪. દ્રવ્યાનુયોગ. ઉપલબ્ધ અંગ-ઉપાંગ વગેરે આગમોમાં આ ચાર અનુયોગોનાં નામ ક્રમશઃ ક્યાંય મળતાં નથી.
૧. દ્રવ્યાનુયોગનું નામ-સ્થાનાંગના દશમા સ્થાનમાં મળે છે. અને પ્રજ્ઞાપના, ભગવતી વગેરે આગમોના આધાર પર એનું નામકરણ કરવામાં આવેલું છે.
अनुयोगद्वाराणि वाच्यानि, तथाहि- प्रस्तुताध्ययनस्य महापुरस्येव चत्वारि अनुयोगद्वाराणि भवन्ति- १. उपक्रमो, २. निक्षेपो, ३. अनुगमो, ४. नयश्च । तत्र अनुयोजनमनुयोगः - सूत्रस्यर्थेन सह सम्बन्धनम् । अथवा - अनुरूपोऽनुकूलो वा योगो - व्यापार : सूत्रस्यार्थ प्रतिपादन रूपोऽनुयोगः । आह च - अणु जोजणमणुओगो, सुअस्स णियएण जमभिहेएण। वावारो वा जोगो, जो अणुरूवोऽणुकूलो वा ॥ यद्वा अथपिक्षया अणोः - लघो पश्चाज्जात तया वाऽनुशब्द वाच्यस्य योऽभिधेयो योगो- व्यापारस्तत् सम्बन्धो वाऽणुयोगोऽनुयोगो वेति। બાદ ૫ - अहवा जमत्थओ, थोवपच्छभावेहिं सुअमणुं तस्स । अभिधेये वावारो, जोगो तेण व सम्बन्धो ॥ तस्य द्वाराणीव द्वाराणि प्रवेशमुखानि, अम्य अध्ययनपुरस्यार्थाधिगमापाया इत्यर्थः पुर- दृष्टान्तश्चात्र यथाहि - अकृतद्वारकं पुरमपुरमेव कृतेक द्वारमयि दुरधिगम कार्यातिपत्तये च स्यात् चतुर्मूलद्वारं तु प्रतिद्वारानुगतं सुखाधिगमे कार्यानतिपत्तये च ।
'. - નખ્વ. વૃત્તિ ૨. (ક) કરણાનુયોગનું નામ- દ્રવ્યાનુયોગના દસ ભેદોમાં એક ભેદરૂપે મળે છે. જુઓ - સ્થાનાંગ, સ્થાન ૧૦, સૂત્ર ૭૨૬.
(ખ) દિગમ્બર ગ્રંથોમાં કરણાનુયોગને ગણિતાનુયોગનો પર્યાયવાચી માનવામાં આવ્યો છે.
(ગ) સ્થાનાંગ, સ્થા. ૧૦, સૂત્ર ૭૨૬માં દ્રવ્યાનુયોગ દસ પ્રકારે વર્ણવવામાં આવ્યો છે. LLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLA MA 17 MM LLMLM
Jain Education International
For Private & Personal Use Only
www.ainelibrary.org