________________
સંયોજકીય
ગણિતાનુયોગ ભાગ-૧નો પ્રકાશન પૂરો થતા ઘણો જ આનંદ થઈ રહ્યો છે.
પૂજ્ય ગુરૂદેવની હાજરીમાં એમનાં આશીર્વાદથી તેમજ ડૉ. મહાસતીજીશ્રી મુક્તિપ્રભાજી, ડૉ. દિવ્યપ્રભાજી, ડૉ. અનુ૫માજીની પ્રેરણાથી આ અનુયોગ હાથમાં લીધું.
ગણિતાનુયોગના બે સંસ્કરણો પ્રકાશિત થયા ત્યારે સંપૂર્ણ અનુયોગનો કાર્ય થયો નથી. જ્યારે સંપૂર્ણ થયો ત્યારે આગમ બત્રીસીનો સૂક્ષ્મ રીતે દોહન કર્યો ત્યારે થોડા પાઠો ફરી નિકલ્યા, જેમને યથાસ્થળે વ્યવસ્થિત કરીને ગુજરાતી સંસ્કરણ માટે વ્યવસ્થિત કરવા માટે ૫. દેવકુમારજી જૈન ને આપ્યા. પછી મૂળ અનુવાદની ગોઠવણી કરીને ડૉ. કનુભાઈ શેઠને ભાષાંતર માટે દીધું. તેમને પણ સારી જહેમત ઉઠાવી. બે-ત્રણ વાર લખાણ કરવો પડ્યો. પછી ડૉ. મહાસતીજી શ્રી મુક્તિપ્રભાજીએ સારી રીતે ભાષાંતરને જોયો. થોડો સંશોધન પણ કર્યો. એમાં તેમની સુશિષ્યાઓ પણ સહકાર આપ્યો. ફરી મૂળ અનુવાદને જોઈને પ્રેસમાં આપ્યો. બે-ત્રણ પ્રફ પણ જોયા. માંગીલાલ શર્માએ પણ પ્રફ વગેરે જોવામાં સહકાર આપ્યો.
દ્રવ્યાનુયોગમાં જેવી રીતે અધ્યયનની પ્રારંભમાં આમુખ આપ્યા છે. તેવી જ રીતે આમાં આપવાની ભાવના હતી. પરંતુ પ્રેસવાળાને સગવડ ન હોવાના કારણે ગ્રંથનાં પ્રારંભમાં જ સારાંશરૂપે એકી સાથે આપી દીધું છે. આ મારો પહેલો પ્રયાસ છે. આમાં પણ દેવકુમારજીનો અને રાયચૂર નિવાસી ધર્મનિષ્ઠ સ્વાધ્યાયી શ્રાવક ચમનલાલભાઈ મૂળાનો સહકાર મળ્યો.
શ્રી બળદેવભાઈ ડોસાભાઈ, શ્રી હિંમતભાઈને તો ભુલાય જ નહીં સકાય કે જેમને ટ્રસ્ટની સ્થાપના કરી અને પૂરો કાર્ય કરાવવા માટે સતત પ્રેરણા આપી.
વર્તમાન પ્રમુખશ્રી નવનીતભાઈ અને મંત્રીશ્રી જયંતિભાઈ સંઘવી, ટ્રસ્ટીગણ વગેરે પણ કાર્ય પૂરો કરાવવા માટે સારી જહેમત ઉઠાવે છે. એમની લાગણીથી જ આ કાર્ય થઈ રહ્યો છે.
મધુર વ્યાખ્યાની શ્રી ગૌતમ મુનિજી મ. નો અને સંજયમુનિનો તેમજ ડૉ. દિવ્યપ્રભાજી વગેરે સાધ્વીઓનો પણ સહકાર ભૂલી ન શકાય. એનો બીજો ભાગ અને દ્રવ્યાનુયોગનું કાર્ય પણ શીઘ થાય એવી આશા રાખું છું.
ગુરૂદેવનો સ્વાચ્ય અનુકૂળ ન રહેવાના કારણે તેમજ સમય ઓછો મળવાના કારણે મેં બરાબર તપાસી નહીં સક્યો જેથી આમાં થોડી ત્રુટિઓ પણ રહી ગઈ હોય તો પાઠક જણાવશો જેથી ભવિષ્યમાં સંશોધન કરી શકાય.
વિનયમુનિ
શ્રી વર્ધમાન મહાવીર કેન્દ્ર આબુ પર્વત
T 16
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org