________________
સૂત્ર ૧૫૪
અધોલોક
ગણિતાનુયોગ ૭૭
બીજા પ્રસ્તટમાં ૧૧૭ આવલિકા પ્રવિણ નરકાવાસ છે. ત્રીજા પ્રસ્તટમાં ૧૦૯ આવલિકા પ્રવિણ નારકાવાસ છે. ચોથા પ્રસ્તટમાં ૧૦૧ આવલિકાપ્રવિષ્ટ નરકાવાસ છે. પાંચમા પ્રસ્તટમાં ૯૩ આવલિકાપ્રવિષ્ટ નરકાવાસ છે. છઠ્ઠા પ્રસ્તટમાં ૮૫ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે. સાતમા પ્રસ્તટમાં ૭૭ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે. આ પ્રમાણે સાત પ્રસ્તોમાં આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ ૭૦૭ છે અને આવલિકાબાહ્ય નરકાવાસ નવલાખ નવાણું હજાર બસો ત્રાણું (૯, ૯૯, ૨૯૩) છે. આવલિકા પ્રવિષ્ટ અને આવલિકા બાહ્ય નરકાવાસોની સંયુક્ત સંખ્યા દસ લાખ (૧૦,૦૦,૦૦૦) છે. गाहा - तेणउया दोण्णिसया, नवनउइसहस्स नव य लक्खा य ।
पंकाए सेढिगया, सत्तसया हुंति सत्तहिया ॥ (પ) ધૂમપ્રભામાં પાંચ પ્રસ્તટ છે
પહેલા પ્રસ્તટની પૂર્વાદિ ચારેય દિશાઓમાંની પ્રત્યેક દિશામાં ૯, ૯ આવલિકાપ્રવિર નરકાવાસ છે અને પ્રત્યેક વિદિશામાં ૮,૮ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે. મધ્યમાં એક નરકેન્દ્ર (પ્રમુખ) નરકાવાસ છે. આ પ્રમાણે પ્રથમ પ્રસ્તટમાં ૬૯ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે. બાકીના ચાર પ્રસ્તટોમાં પ્રત્યેક પ્રસ્તટની પ્રત્યેક દિશા-વિદિશામાં એક-એક નરકાવાસ ઓછો હોવાને કારણે પ્રત્યેક પ્રસ્તટમાં ૮,૮ નરકાવાસ ઓછા થઈ જાય છે. પહેલા પ્રસ્તટમાં ૬૯ આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ છે. બીજા પ્રસ્તટમાં ૬૧ આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ છે. ત્રીજા પ્રતટમાં ૫૩ આવલિકા પ્રવિણ નરકાવાસ છે. ચોથા પ્રસ્તટમાં ૪૫ આવલિકાપ્રવિણ નારકાવાસ છે. પાંચમાં પ્રસ્તટમાં ૩૭ આવલિકાપ્રવિષ્ટ નારકાવાસ છે. આ પ્રમાણે પાંચ પ્રસ્તોમાં આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ ૨૬૫ છે અને આવલિકા બાહ્ય (પ્રકીર્ણક) નરકાવાસ બે લાખ નવાણું હજાર સાત સો પાંત્રીસ (૨,૯૯,૭૩૫) છે. આવલિકા પ્રવિષ્ટ અને આવલિકા બાહ્ય નરકાવાસોની સંયુક્ત સંખ્યા ૩,૦૦,૦૦૦ (ત્રણ લાખ) છે. गाहा - सत्तसया पणतीसा, नवनवइ सहस्स दो य लक्खा य ।
धूमाए सेढिगया, पणसट्ठा दो सया होति ॥ તમ:પ્રભામાં ત્રણ પ્રસ્તટ છેપ્રથમ પ્રતટની પૂર્વાદિ ચારેય દિશાઓમાંની પ્રત્યેક દિશામાં ૪,૪ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે અને પ્રત્યેક વિદિશામાં ૩, ૩ આવલિકા પ્રવિષ્ટ છે. મધ્યમાં એક નરકેન્દ્રક (પ્રમુખ) નરકાવાસ છે. આ પ્રમાણે પહેલા પ્રસ્તટમાં ૨૯ આવલિકાપ્રવિષ્ટ નરકાવાસ છે. બાકી બે પ્રસ્તટોમાંના પ્રત્યેક પ્રસ્તટની પ્રત્યેક દિશા-વિદિશાઓમાં એક-એક નરકાવાસ ઓછો હોવાને કારણે પ્રત્યેક પ્રસ્તટમાં ૮,૮ નરકાવાસ ઓછા થઈ જાય છે. પહેલા પ્રસ્તટમાં ૨૯ આવલિકા પ્રવિણ નરકાવાસ છે. બીજા પ્રસ્તટમાં ૨૧ આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ છે. ત્રીજા પ્રસ્તટમાં ૧૩ આવલિકા,વિષ્ટ નારકાવાસ છે. આ પ્રમાણે ત્રણ પ્રસ્તટોમાં ૬૩ નરકાવાસ આવલિકા પ્રવિષ્ટ છે અને નવાણું હજાર નવ સો બત્રીસ (૯૯,૯૩૨) નારકાવાસ આવલિકા બાહ્ય છે. આવલિકા પ્રવિષ્ટ અને આવલિકા બાહ્ય નરકાવાસોની સંયુક્ત સંખ્યા નવાણું હજાર નવ સો પંચાણું (૯૯,૯૯૫) છે. गाहा- नवनउई य सहस्सा, नव चेव सया हवंति बत्तीसा । पुढवीए छट्ठीए, पइण्णगाणेस मंखेवो । આ ટિપ્પણ આગોદય સમિતિ પ્રકાશિત જીવાભિગમ પ્રતિપત્તિ ૩, ઉદ્દેશક ૧, સૂત્ર ૭૦ની સંસ્કૃત ટીકાના આધારે આપવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org