________________
૭૬ લોક-પ્રજ્ઞપ્તિ
અધોલોક
સૂત્ર ૧૫૪
ત્રીજા પ્રસ્તટમાં ૨૬૯ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે. ચોથા પ્રસ્તટમાં ૨૬૧ આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ છે. પાંચમાં પ્રસ્તટમાં ૨૫૩ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે. છઠ્ઠા પ્રસ્તટમાં ૨૪૫ આવલિકાપ્રવિષ્ટ નરકાવાસ છે. સાતમાં પ્રસ્તટમાં ૨૩૭ આવલિકાપ્રવિષ્ટ નારકાવાસ છે. આઠમાં પ્રસ્તટમાં ૨૨૯ આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ છે. નવમા પ્રસ્તટમાં ૨૨૧ આવલિકાપ્રવિષ્ટ નારકાવાસ છે. દશમાં પ્રસ્તટમાં ૨૧૩ આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ છે. અગિયારમાં પ્રસ્તટમાં ૨૦૫ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે. આ પ્રમાણે ૧૧ પ્રસ્તટોમાં આવલિકા પ્રવિષ્ટનરકાવાસ ૨૬૯૫છે અને આવલિકા બાહ્ય (પ્રકીર્ણક)નરકાવાસ ચોવીસ લાખ સત્તાનä હજાર ત્રણસો પાંચ (૨૪,૯૭, ૩૦૫) છે. આવલિકાપ્રવિષ્ટ અને આવલિકાબાહ્ય નરકાવાસોની સંયુક્ત સંખ્યા પચીસ લાખ (૨૫,00,000) છે. गाहा- सत्ताणउइ सहस्सा, चउवीसं लक्ख तिसय पंचऽहिया ।
बीयाए सेढिगया, छब्बीससया उ पणनउया ॥ (૩) વાલુકાપ્રભામાં ૯ પ્રસ્તટ છે
પ્રથમ પ્રસ્તટની પૂર્વાદિ ચારેય દિશાઓમાંની પ્રત્યેક દિશામાં ૨૫, ૨૫ આવલિકા,વિષ્ટ નરકાવાસ છે અને પ્રત્યેક વિદિશામાં ૨૪, ૨૪ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે. મધ્યમાં એક નરકેન્દ્રક (પ્રમુખ) નરકાવાસ છે. આ પ્રમાણે પહેલા પ્રસ્તટમાં પ્રવિષ્ટ નરકાવાસ ૧૯૭ છે. બાકીના આઠ પ્રસ્તટોની પ્રત્યેક દિશા-વિદિશામાં એક-એક નરકાવાસ ઓછો હોવાને કારણે પ્રત્યેક પ્રસ્તટમાં આઠ-આઠ નરકાવાસ ઓછા થઈ જાય છે. પહેલા પ્રસ્તટમાં ૧૯૭ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે. બીજા પ્રતટમાં ૧૮૯ આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ છે. ત્રીજા પ્રસ્તટમાં ૧૮૨ આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ છે. ચોથા પ્રસ્તટમાં ૧૭૩ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે. પાંચમાં પ્રસ્તટમાં ૧૬૫ આવલિકાપ્રવિષ્ટ નારકાવાસ છે. છઠ્ઠા પ્રસ્તટમાં ૧૫૭ આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ છે. સાતમા પ્રસ્તટમાં ૧૪૯ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે. આઠમાં પ્રસ્તમાં ૧૪૧ આવલિકાપ્રવિષ્ટ નરકાવાસ છે. નવમા પ્રતટમાં ૧૩૩ આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ છે. આ પ્રમાણે ૯ પ્રસ્તોમાં આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ ૧૪૮૫છે. અને આવલિકા બાહ્ય નરકાવાસ ચૌદ લાખ અઠ્ઠાણું હજાર પાંચસો પંદર (૧૪,૯૮,૫૧પ) છે. આવલિકા પ્રવિષ્ટ અને આવલિકાબાહ્ય નરકાવાસોની સંયુક્ત સંખ્યા પંદર લાખ (૧૫,૦૦,૦૦૦) છે. गाहा- पंचसया पन्नारा, अडनवइ सहस्स लक्ख चोद्दस य ।
तइयाए सेढिगया, पणसीया चोद्दससया उ ॥ (૪) પંકપ્રભામાં સાત પ્રસ્તટ છે -
પ્રથમ પ્રસ્તટની પૂર્વાદિ ચારેય દિશાઓમાંની પ્રત્યેક દિશામાં ૧૬, ૧૬ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ છે અને પ્રત્યેક વિદિશામાં ૧૫, ૧૫ આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ છે. મધ્યમાં એક-નરકેન્દ્રક પ્રમુખ નરકાવાસ છે. આ પ્રમાણે પ્રથમ પ્રસ્તટમાં આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ ૧૨૫ છે. બાકીના પ્રસ્તટોમાંના પ્રત્યેક પ્રસ્તટની પ્રત્યેક દિશા-વિદિશાઓમાં એક-એક નરકાવાસ ઓછા હોવાને કારણે પ્રત્યેક પ્રસ્તટમાં આઠ-આઠ નરકાવાસ ઓછો થઈ જાય છે. પ્રથમ પ્રસ્તટમાં ૧૨૫ આવલિકપ્રવિદ નરકાવાસ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org