SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ , રાજાના કામ કરતા ડી છે પાકિ નંદીશ્વરદ્વીપની પહેલાં જંબુદ્વીપ-ધાતકીખંડદ્વીપ, પુષ્કરવરદ્વીપ, વણવરદ્વીપ, ક્ષીરવરદ્વીપ તથા ક્ષોદવરદ્વીપ આ સાત દ્વીપો છે તથા લવણસમુદ્ર, કાલોદ સમુદ્ર, પુષ્કરોદ સમુદ્ર, વરુણોદ સમુદ્ર, ક્ષીરોદસમુદ્ર, ધૃતોદસમુદ્ર તથા ક્ષાંદોદ સમુદ્ર આ સાત સમુદ્રા છે. નંદીશ્વર દ્વીપ આઠમાં દ્વીપ છે. નંદીવરોદ સમદ્ર : નંદીશ્વરદ્વીપની ચારે દિશાઓમાં ગોળાકાર સંસ્થાને રહેલો નંદીશ્વરોદ સમુદ્ર સંખ્યાત લાખ યોજનની પહોળાઈ, પરિધિ યુક્ત છે. અહીં પલ્યોપમની આયુ:સ્થિતિવાળા સુમન અને સોમનસ ભદ્ર નામના બે મહર્દિક દેવો રહે છે. નંદીશ્વરોદ સમુદ્ર આ નામ શાશ્વતું યાવત્ નિત્ય છે. અરુણાદિદ્વીપ સમુ-અધ્યયન : સૂત્ર ૧ થી ૨૬ પૃ. ૪૨-૪૬૫ | અરુણદ્વીપ : નંદીશ્વરોદ સમુદ્રને વીંટળાઈને રહેલ અરુણદ્વીપ વૃત્ત વલયાકાર અને સમચક્રાકાર સંસ્થાનવાળો છે. સંખ્યાત લાખ યોજનનો ચક્રવાલ વિષ્કન્મ અને પરિધિ છે. પદ્મવર વેદિકા, વનખંડ, દ્વારો, દ્વારોનું અંતર પૂર્વવત્ છે. એની વાપિકા-વાવડી ઈશુરસથી ભરેલી છે. ઉત્પાત પર્વત વજૂમય છે. અહીં અશક તથા વીતશોક નામના બે દેવો રહે છે. અરુણોદ સમુદ્ર - અણદ્વીપની ચારેબાજુથી વીંટળાયેલ છે. વૃત્ત વલયાકાર સંસ્થાનથી યુક્ત છે. એનો ઈક્ષરસ જેવો જળ છે. અહીં સુમન અને સુમનભદ્ર નામના બે દેવ રહે છે. અણવરદ્વીપ : આ દ્વીપ અરુણોદ સમુદ્રની ચારેબાજુથી વીંટળાઈને રહેલ છે. સમચક્રવાલ સંસ્થાન યુક્ત છે. એનો ચક્રવાલ-વિધ્વંભ, પરિધિ, દ્વારો, દ્વારોનું અંતર વગેરે સંખ્યાત લાખ યોજનાનો છે. પદ્મવરવેદિકા, વનખંડ વગેરેનું વર્ણન પૂર્વવતુ છે. અણવર દ્વીપ તથા નંદીશ્વરોદ સમુદ્રના પ્રદેશો પરસ્પર સ્પર્શલા છે. તથા અરુણદ્વીપનાં જીવો અને અરુણોદ સમુદ્રનાં જીવ એક બીજે ઉત્પન્ન થાય છે. આ દ્વીપમાં અનેક નાની વાવડીઓ તથા બિલ-પંક્તિઓ છે. તે મધુર સ્વરથી ગુંજતી ઈક્ષરસ જેવું જલથી ભરેલી છે. અનેક ઉત્પાત પર્વતો છે. તે વજૂમય છે. અહીં અણવરભદ્ર તથા અરુણવર મહાભદ્ર નામના બે દેવો રહે છે. અણવરોદ સમુદ્ર : અરુણવરદ્વીપને ચાર બાજુથી વીંટળાઈને અણવરોદ સમુદ્ર રહેલ છે તે વૃત્ત વલયાકાર છે. અહીં અણવર તથા અણવર મહાવર નામના બે દેવ રહે છે. અણવરાવભાસદ્વીપ : અણવરોદ સમુદ્રને ચારેબાજુથી વીંટળાઈને રહેલ છે. તે વૃત્ત-વલાયાકાર છે. અહીં અરુણહરાવભાસભદ્ર તથા અરુણહરાવભાસમહાભદ્ર નામના બે દેવ રહે છે. અણવરાવભાસ સમુદ્ર : આ સમુદ્ર ગોળાકાર છે તથા અરુણહરાવભાસ દ્વીપને ચારેબાજુથી વીંટળાઈને રહેલ છે. અહીં અણવરાવભાસ તથા અરુણવરાવભાસમહાવર નામના બે દેવ રહે છે. આ બધા દેવ મહર્ધિક યાવતુ પલ્યોપમની આયુ:સ્થિતિ યુક્ત છે. કુંડલાદિ દ્વીપ-સમુદ્ર અદયયન : સૂત્ર ૯૨૦ થી ૨૨ પૃ. ૪૫-૪૬૦ કુંડલીપ : અહીં મહર્દિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા કુંડલભદ્ર તથા કંડલમહાભદ્ર નામના બે દેવો રહે છે. કુંડલોદ સમુદ્ર : અહીં ચક્ષુ તથા શુભચક્ષુકાન્ત નામના બે દેવો રહે છે. a orrow Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy