________________
ઉપર પણ ૩૧,૬૨૩ યોજન તથા શિખર પ્રદેશમાં કંઈક અધિક ૩૧૬૨ યોજન છે. આ પર્વત મૂળમાં વિસ્તીર્ણ, મધ્યભાગમાં સંક્ષિપ્ત તથા શિખર ઉપર ગોપુચ્છ આકારનાં છે. બધા પર્વતો સ્વચ્છ અને રત્નમય છે.
આ પર્વતોનાં રમણીય ભૂમિ ભાગનાં ઠીક મધ્યભાગમાં સિદ્ધાયતન છે. પ્રત્યેક સિદ્ધાયતન ૧૦૦ યોજન લાંબા, ૫૦ યોજન પહોળા તથા ૭૨ યોજન ઊંચા અને સેંકડો સ્તંભો ઉપર સ્થિત છે. તેની ચારે દિશાઓમાં ચાર-ચાર દ્વાર છે. પૂર્વમાં દેવદ્વાર, દક્ષિણમાં અસુરદ્વાર, પશ્ચિમમાં નાગદ્વાર તથા ઉત્તરમાં સુવર્ણદ્વાર. આ દ્વા૨ોમાં આ નામવાળા ચાર મહર્ધિક દેવો રહે છે. આ દ્વાર ૧૬ યોજન ઊંચા અને ૮ યોજન પહોળા છે. કનકમય સ્તુપિકા (થાંભલીઓ) થી સુશોભિત છે. દારોની ચારે દિશાઓમાં ચાર મુખ મંડપ છે. જે ૧૦૦ યોજન લાંબા, ૫૦ યોજન પહોળા તથા કંઈક અધિક ૧૬ યોજન ઊંચા છે. ત્યાં ૧૬ યોજન ઊંચા, ૮ યોજન પહોળા તથા એટાલજ યોજન પ્રવેશ ભાગવાલા ચાર દ્વારો છે. ત્યાં પ્રેક્ષાગૃહ મંડપ, અખાડા તથા અર્ધયોજન પ્રમાણની મણિપીઠિકા છે. ચારે દિશામાં ચારરૂપો તથા ચૈત્યવૃક્ષો છે. તેનાં પર ૬૪ યોજન ઊંચી, એક યોજન જમીનમાં ઊંડી તથા એક યોજન પહોળી મહેન્દ્ર ધ્વજાઓ છે. ઈક્ષુરસ સમાન પાણીથી ભરપૂર ૧૦૦ યોજન લાંબી, ૫૦ યોજન પહોળી, ૫૦ યોજન ઊંડી નંદા પુષ્કરણિયાં વાવડીઓ છે. તેમાં પીઠિકાઓ તથા શૈય્યાઓ ૪૮૦૦૦ છે. મણિપીઠિકાઓ ઉ૫૨ ૧૬ યોજન લાંબા અને પહોળા તેમજ કંઈક અધિક સોળ યોજન ઊંચા દેવસ્કંદક છે. બધા રત્નમય છે. પૂર્વદિશામાં અંજનક પર્વત ઉપર ચારે દિશાઓમાં એક-એક લાખ યોજન લાંબી અને પહોળી, ૧૦,૦૦૦ યોજન ઊંડી નંદોત્તરા, નંદા, આનંદા નંદિવર્ધના નામની ચાર નંદા પુષ્કરણીઓ છે. તે પદ્મવરવેદિકા અને વનખંડથી વીંટળાયેલ છે.
આ પુષ્કરણીઓમાં ૬૪૦૦૦ ઊંચા, ૧૦૦૦ યોજન જમીનમાં ઊંડા, ૧૦ યોજન પહોળા, ૩૧,૬૨૩ યોજનની પરિધિથી યુક્ત, પર્યંકાકારનાં એક સમાન રૂપવાળા રત્નમય દુધિમુખ નામના પર્વતો છે.
દક્ષિણ દિશાનાં અજનક પર્વત ઉપર ચારે દિશામાં ભદ્રા, વિશાલા, કુમુદા અને પુંડરીકિણી નામની ચાર નંદાઓ પુષ્કરણીઓ છે.
પશ્ચિમ દિશાનાં અંજનક પર્વત ઉપર ચાર દિશામાં નંદિસેણા, અમોઘા, ગૌસ્તુપા અને સુદર્શના નામની ચાર નંદા પુષ્કરણીઓ છે.
ઉત્તરિદશાનાં અંજનક પર્વતો ઉપર વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા નામની ચાર નંદા પુષ્કરણીઓ છે.
આ પર્વતો ઉ૫૨ ભવનપતિ વગેરે ચાર પ્રકારનાં દેવો ચૌમાસી, સંવત્સરી પર્વોમાં તથા ભગવાનનાં જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન, નિર્વાણ વગેરે પ્રસંગો પર સમૂહમાં ભેગા મળીને આમોદ-પ્રમોદ પૂર્વક રહે છે. ત્યાં મહર્ષિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા કૈલાસ અને હિરવાહન નામના બે દેવો રહે છે. નંદીશ્વરદ્વીપ આ નામ શાશ્વત યાવત્ નિત્ય છે.
નંદીશ્વર દ્વીપનાં વલયાકાર વિધ્યુંભનાં મધ્યભાગમાં ચાર વિદિશા ખૂણામાં ચાર રતિકર પર્વતો છે. તે ૧૦૦૦ યોજન ઊંચા, ૧૦૦૦ ગાઉ ભૂમિમાં ઊંડા, ૧૦,૦૦૦ યોજન પહોળા તથા ૩૧,૬૨૩ યોજનની પરિધિવાળા તેમજ ઝાલર આકારનાં છે.
ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમનાં બે રતિકર પર્વતોની ચારે દિશાઓમાં ઈશાનેન્દ્રની આઠ અગ્રમહિષીઓની ૮ રાજધાનીઓ છે. દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમનાં ચાર રતિકર પર્વતોની ૪ ચાર દિશાઓમાં શકેન્દ્રની ૮ અગ્રમહિષીઓની ૮ રાજધાનીઓ છે. આ રાજધાનીઓ જંબુદ્રીપની રાજધાનીઓ જેટલા પ્રમાણવાળી છે.
Jain Education International
100
For Private Personal Use Only
www.jainellbrary.org