SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Trainor ronour કરી છે. રાજા ; ; ; ધડકડી એવી... કુંડલવર દ્વીપ : અહીં કુંડલવરભદ્ર તથા કુંડલવરમહાભદ્ર નામના બે દેવ રહે છે. અહીં કુંડલવર પર્વત પણ દર્શાવેલ છે. તેની જમીનમાં ઊંડાઈ ૧૦00 યોજન છે અને મૂલભાગની પહોળાઈ ૧૦,000 યોજન છે અને શિખર ઉપરની પહોળાઈ ૧000 યોજન છે. કંડલવરોદસમુદ્ર : અહીં કંડલવર અને કંડલવર મહાવર નામના બે દેવો રહે છે. કંડલવરાવભાસ દ્વીપ : અહીં કંડલવરાવભાસભદ્ર તથા કંડલવરાવભાસમહાભદ્ર નામના બે દેવો રહે છે. કંડલવરાવભાસોદ સમદ્ર : અહીં કંડલવરભાસવર અને કંડલવરભાસમહાવર નામના બે દેવો રહે છે. આ બધા દેવ મહર્ધિક યાવત્ પલ્યોપમની આયુ:સ્થિતિવાળા છે. રુચકાદિ દ્વીપ-સમુદ્ર અધ્યયન : સૂત્ર ૯૩૩ થી ૪૧ પૃ. ૪-૪૬૭ | ચકદીપ : આ દ્વીપ કંડલવરભાસદ સમુદ્રની ચારેબાજુથી વીંટળાઈને રહેલ છે. તે સમચક્રવાલ સંસ્થાન યુક્ત છે. તેનું ચક્રવાલ વિખંભ તથા પરિધિ સંખ્યાત લાખ યોજન છે. તેના દ્વારો તથા દ્વારોનું અંતર વગેરેનું પ્રમાણ સંખ્યાત લાખ યોજન છે. અહીં મહદ્ધિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા સર્વાર્થ અને મનોરમ નામનાં બે દેવો રહે છે. ચકોઇ સમુદ્ર : આ સમુદ્ર ક્ષોતોદ સમુદ્રની સમાન છે. અહીં સુમન અને સોમનસ નામના બે દેવો રહે છે. ચકવરદ્વીપ : આ દ્વીપ વૃત્ત વલયાકારનાં સંસ્થાનથી યુક્ત છે. ચકવરોદ સમુદ્રને વીંટળાઈને રહેલ છે. તેની લંબાઈ-પહોળાઈ આદિ અસંખ્યાત યોજનની છે. અહીં ચકવરભદ્ર તથા રુચકવરમહાભદ્ર નામના બે દેવો રહે છે. આ દેવ આ સમુદ્રની પરિક્રમા કરવામાં સમર્થ નથી. તે દેવો એનાથી આગળ તો જઈ શકે છે પરંતુ શીધ્ર પરિક્રમા કરીને આવવામાં સમર્થ નથી. અહીં ચકવર પર્વત પણ દર્શાવેલા છે. તેની જમીનમાં ઊંડાઈ ૧૦૦૦ યોજન છે તથા મૂલભાગની પહોળાઈ ૧૦,000 યોજન તથા શિખર ભાગની ૧OOO યોજન છે. ચકવરાવભાસ દ્વીપ : અહીં રુચકવરાવભાસભદ્ર તથા ચકવરાવભાસમહાભદ્ર નામના બે દેવો રહે છે. ચકવરાવભાસ સમુદ્ર : અહીં સુચકવરાવભાવર તથા રુચકવરાવભાસમહાભદ્ર નામના બે દેવો રહે છે. આ બધા દેવો મહદ્ધિક યાવત્ પલ્યોપમની આયુ:સ્થિતિવાળા છે. હારાદિ હીપ-સમુદ્ર અધ્યયન : સુત્ર ૯૪૨ થી ૯૪૮ પૃ. ૪૬૦-૪૬૮ | હારદ્વીપ : અહીં હારભદ્ર અને હારમહાભદ્ર નામના બે દેવો રહે છે. હારસમુદ્ર : હારવર તથા હારવરમહાવર નામના બે દેવો વસે છે. હારવર દ્વીપ : અહીં હારવરભદ્ર તથા હારવરમહાભદ્ર નામના બે દેવો રહે છે. હારવરોદ સમુદ્ર : અહીં હારવરભદ્ર તથા હારવરમહાભદ્ર નામના બે દેવો વસે છે. હારવરાવભાસ દ્વીપ : અહીં હારવરાવભાસભદ્ર તથા હાવરાવભાસમહાભદ્ર નામના બે દેવો વસે છે. હારવરાવભાસોદ સમુદ્ર : અહીં હારવરાવભાસવર તથા હારવરાવભાસમહાવર નામના બે દેવો વસે છે. વાતો 102 SિS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy