SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ સાર્દસ્તોત્રમાંમાં આવતો શ્લોક રેવોને (પૃ. ૨૭૮ શ્લો. ૨૨)માં પાપપ્રવીપનિનો એવા પાઠ મળે છે. (પાપ રૂપી દીવાને માટે પવન સમા) અર્થની દૃષ્ટિએ આ પાઠ વધુ સંગત જણાય છે. કથારતાકરમાં આવતી કથાઓનું સામ્ય અન્ય ગ્રંથોમાં જોવામાં આવ્યું છે ત્યાં ત્યાં ટિપ્પણમાં તુલના આપી છે. જુઓ પૃ. ૪ ટિ. ૨, પૃ. ૫ ટિ. ૨, (સંપાદનોપયુક્તગ્રંથસૂચિ) પૂર્વ સંસ્કરણમાં કેટલાક શ્ર્લોકો છુટી ગયા છે કે છોડી દેવામાં આવ્યા છે. આમાંના ઘણા ખરા અપભ્રંશ કે જુની ગુજરાતીના હોવાથી અર્થ ન સમજાવાના કારણે છોડી દીધા છે. શ્લોક ક્રમાંક જોતા પણ વચ્ચે શ્લોક છુટી ગયાનો ખ્યાલ આવે છે. છુટી ગયેલા શ્લોકો આ સંસ્કારણમાં લઇ લેવામાં આવ્યા છે. તેના ક્રમાંક આ પ્રમાણે છે. કથા ૧૮૭ શ્લો. ૪ ૧૯૨/૫-૬, ૨૦૦/૫,૭ ૨૦૨/૧,૪ ૨૧૧/૧,૨ ૨૧૩/૩, ૨૧૭/૨, ૨૧૮/૨, ૨૧૯૪, ૨૨૦૬, ૨૨૧૧, ૨૨૪૧, ૨૪૮/૨, ૨૫૩૫. પરિશિષ્ટો કથારતાકરમાં આવતાં તમામ પદ્યોની અકારાદિ સૂચિ પરિશિષ્ટ...માં આપવામાં આવી છે. કથારતાકરમાં આવતાં તમામ વિશેષનામોની અકારાદિ સૂચિ પરિશિષ્ટ...માં અપાઇ છે. કથારતાકરમાં આવતાં ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ વિશિષ્ટતા ધરાવતાં શબ્દો અને ધાતુઓનું પરિશિષ્ટ અંગ્રેજી પર્યાય આદિ સાથે શ્રી હરિવલ્લભભાઇ ભાયાણીએ બનાવી આપ્યું છે તે પરિશિષ્ટ...માં આપ્યું છે. ણસ્વીકાર-આભાર-ધન્યવાદ પરમ ઉપકારી યુગમહર્ષિ આ.ભ. શ્રીમદ્વિજય ભદ્રસૂરીશ્વરજી મહારાજા, સંઘ એકતાશિલ્પિ પૂ. આ. ભ. શ્રીમદ્વિજય ૐકારસૂરીશ્વરજી મહારાજા આદિના દિવ્યઆશીષ અને પૂ. વર્ધમાન તપોનિધિ આ. ભ. શ્રીમદ્વિજય ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજા, પૂ. આ. ભ. શ્રીમદ્વિજય અરવિંદસૂરીશ્વરજી મહારાજા, પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યશોવિજયસૂરીશ્વરજી મહારાજા, પૂ. પ્ર. શ્રી શ્રુતસ્થવિર મુનિરાજશ્રી જંબૂવિજયજી મ. સા. અને પૂ. ગુરુદેવ મુનિરાજશ્રી જિનચંદ્રવિજયજી મ. સા. આદિના શુભ-આશીષના બળે આ સંપાદન-કાર્ય થઇ શક્યું છે. પૂજ્યોના ચરણોમાં અનેકશઃ વંદના. સુહૃર્ય આ. વિજય રાજશેખરસૂરિ મ. અને મુનિરાજશ્રી રાજપદ્મવિ.મ. વગેરે એ (કલિકુંડતીર્થોદ્ધારક પૂ.આ.ભ.શ્રીવિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યો) પાઠભેદો નોંધવામાં સહાય કરી છે. વિદ્વર્ય મુનિરાજશ્રી હર્ષતિલક વિ.મ. પ.પૂ. તપસ્વી સમ્રાટ્ આ.ભ.શ્રીવિજય રાજતિલકસૂરિ મ.સા.ના શિષ્યરત) એ પ્રુફો જોવામાં સહાય કરી છે. ભિન્ન ભિન્ન સમુદાયના સાધ્વીજીભ. ઓએ પણ પ્રુફો જોઇ આપ્યા છે. પ્રો. શ્રી હરિવલ્લભ ભાયાણીએ ગ્રંથમાં આવતાં તમામ પ્રાકૃત-અપભ્રંશ કે જુનીગુજરાતીના પદ્યોને તપાસી આપ્યા છે. છંદો અંગે માર્ગદર્શન આપ્યું છે. ગ્રંથમાં આવતાં ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ અગત્ય ધરવાતા શબ્દો ધાતુઓનું અંગ્રેજીમાં વિવેચન સાથે પરિશિષ્ટ તૈયાર કરી આપ્યું છે. અને અંગ્રેજીમાં વિદ્વદ્ભોગ્ય પ્રસ્તાવના લખી આપી છે. ડૉ. પ્રવેશ ભારદ્વાજએ હિંદીમાં પ્રસ્તાવના લખી આપી છે. વિવિધ જ્ઞાનભંડારના સંચાલકોએ હસ્તલિખિત પ્રત કે એની ઝેરોક્ષ નકલ સંશોધન માટે આપી છે. Jain Education International 12 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001835
Book TitleKatharatnakar
Original Sutra AuthorHemhans Gani
AuthorMunisundarsuri
PublisherOmkar Sahityanidhi Banaskantha
Publication Year1997
Total Pages380
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Story, & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy