SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ B પુનાસ્થિત ભાંડારકર ઇસ્ટીટ્યુટની ક્રમાંક ૧૨૬૭૦ની આ પ્રતિ ૨૨૦ પત્રની છે. પત્રની બન્ને બાજુ ૧૩, ૧૩ પંક્તિઓ, દરેક પંક્તિમાં ૪૮ લગભગ અક્ષરો. લેખન સંવત્ અનુમાનતઃ સત્તરમો સૈકો. આકાર ૨૫ સે.મી.x૧૦ સે.મી. શાહ નવીનચંદ્ર ફોજાલાલ જુનાડીસાવાળાના પ્રયત્નોથી આ પ્રત મળી છે. c ડભાઇસ્થિત શ્રીરંગવિજય શાસ્ત્રસંગ્રહની આ પ્રત પૂ. આ. વિજય શ્રી શીલચન્દ્રસૂરીશ્વરજી મ.સા. ના પ્રયાસથી પ્રાપ્ત થઈ છે. પત્ર સંખ્યા ૧૯૮, પત્રની બન્ને બાજુ ૧૩, ૧૩ પંક્તિઓ, દરેક પંક્તિમાં લગભગ ૫૦ અક્ષરો. લેખન સંવત્ અનુમાનતઃ અઢારમો સૈકો. આકાર ૨૫ સેં.મી.x૧૦ સે.મી. મુ. હીરાલાલ હંસરાજ પ્રકાશિત મુદિત કથારનાકરના પાઠભેદ મુ. સંજ્ઞાથી બતાવ્યા છે. s આ પ્રત પણ પૂ. આ. ભ. શ્રીમદ્વિજય શીલચંદ્રસૂરિ મ.સા. પાસેથી મળી છે અને ઘણું કરીને ખંભાતના જ્ઞાનભંડારની છે. આનો અમે ક્વચિત જ ઉપયોગ કર્યો છે. પ્રસ્તુત-સંપાદન ૧. કથારનાકરના પ્રથમ સંસ્કરણનું સંપાદન પં. હીરાલાલ હંસરાજે કર્યું છે. પં. હીરાલાલભાઇએ જૈન-સાહિત્યના ઘણા ગ્રંથો છપાવ્યા છે. પંડિતજીએ સંપાદનમાં વાચકોની સરળતાને ધ્યાનમાં લઇને મૂળ-પાઠમાં યથેષ્ટ સેંકડો સુધારા-વધારા કર્યા છે. કઠીન શબ્દના સ્થળે સરળ શબ્દ મુક્યા છે. જુઓ પૃ. ૪૮ ટિ. ૧ જુઓ પૃ. ૭ ટિ. ૧ પૃ. ૧૪૫ ટિ. ૧ અમે હસ્તલિખિત-પ્રતને અનુસર્યા છીએ. પંડિતજીના સુધારાઓનો થોડાક અપવાદ સિવાય ટિપ્પણમાં પણ ઉલ્લેખ કર્યો નથી. ૨. હ. લિ. પ્રતોમાં જો જુદા જુદા પાઠભેદો મળતાં હોય ત્યારે અમે સ્વીકારેલ પાઠ જે પ્રતનો હોય તેની સંજ્ઞા ટિપ્પણમાં પ્રારંભમાં મુકી પછી અન્ય પાઠભેદ અને તે જે પ્રતિના હોય તે પ્રતની સંજ્ઞા મુકી છે. અને પૂર્વ સંસ્કરણનો પાઠભેદ મુ. સંજ્ઞાથી બનાવ્યો છે. ઉદાહરણ તરીકે- પૃ. ૧ ટિ. ૨ -પાઠ RHAS પ્રતોમાં છે. ગુખધુ-પાઠ મુ. એટલે હી.હં. દ્વારા મુદ્રિત કથારનાકરમાં પાઠ છે. ૩. ક્યાંક મુ. નો પાઠ રાખ્યો છે ત્યાં હ. પ્ર.ના પાઠ ટિપ્પણમાં આવ્યા છે. જુઓ પૃ. ૧૦ ટિ. ૧ ૪. કથાઓ અતિ સંક્ષિપ્ત શૈલિમાં લખાયેલી હોવાથી પં. હીરાલાલે ઘણા સ્થળે ઉમેરા કર્યા છે. વાચકની સુગમના માટે અમને જે રાખવા જેવા લાગ્યા છે તેને [ ] ચૌરસ કૌસમાં આપ્યા છે. જુઓ પૃ. ૨૧ ૫. ૪, ૨૧ પૃ. ૬૪ ૫ ૬-૭ પૃ. ૭૦, ૭૭ ૫. હસ્તલિખિત પ્રતના પાઠ કરતાં ભિન્નપાઠ આપવો જરૂરી જણાયો ત્યાં () આવા ગોળ કસમાં મુક્યો છે. પૃ. ૯૮ પ્રાકૃત-અપભ્રંશ-અને ગુજરાતી સુભાષિત આદિ પદ્યોને બોલ્ડ-ટાઇપમાં મુદ્રિત કરવામાં આવ્યા છે. અહીં અપાયેલા પદ્યો જોડે ગ્રંથાતરમાં પાઠ ભેદ મળતો હોય તો તે પણ ટિપ્પણમાં બતાવ્યો છે. પૃ. ૪ ટિ, ૨, પૃ. ૫ ટિ. ૨ ૧, યક્ષના અર્થમાં અહીં વટવાસન ચોધવાસિન જેવા શબ્દો અનેકવાર આવે છે. પં. હીરાલાલે આવા સ્થળે સેવ જેવા શબ્દો ઉમેર્યા છે. જુઓ પૃ. ૨૨૯-૨૩૦ ટિપ્પણ. ૩પરેશાત્કાર (પ્ર. યશોવિજયજી ગ્રંથમાળા ની પ્રસ્તાવના પણ જોવી.) 11 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001835
Book TitleKatharatnakar
Original Sutra AuthorHemhans Gani
AuthorMunisundarsuri
PublisherOmkar Sahityanidhi Banaskantha
Publication Year1997
Total Pages380
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Story, & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy