________________
,
ગ્રંથ-વાંચનનું પ્રયોજન બતાવતાં અને સાગર જોડે ગ્રંથની સરખામણી કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે- “જો તમારી ઈચ્છા વૈરાગ્યના રંગે રંગાવાની હોય, અથવા જો તમારી ભાવના સુભાષિતો રૂપી મોતીને ગોતી લેવાની હોય, કે પછી તમારી લાગણી વૃંગાર-મુરારી સાથે સંગમ કરવાની હોય, કે તમારે ચાતુરીની વાતો જાણવી હોય, આશ્ચર્ય જનક કથાઓ માણવી હોય, કે તમારી વકતૃત્વ શક્તિ ખીલવવી હોય તો આ કથારસાકરનું યત પૂર્વક સેવન કરો.” (મંગળાચરણ શ્લો.૧૮)
સંપાદનમાં ઉપયુક્ત હસ્તલિખિતપ્રતિઓ : H અથવા P : હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર (પાટણ) સ્થિત શ્રી સંઘનો જૈન જ્ઞાનભંડાર'ની ડા. ૭પ ક્રમાંક ૧૭૭૪ની આ પ્રતિમાં ૨૦૩ પત્રો છે. પત્ર ૧૧, ૧૨ નથી. પત્ર ૧૭૬ અંકના બે પત્રો છે. લેખન સંવત્ અનુમાનતઃ ૧૭મો સૈકો
પત્રની બન્ને બાજુ ૧૩, ૧૩ પંક્તિઓ છે. દરેક પંક્તિમાં લગભગ ૪૫ અક્ષરો છે. આકાર ૨૫ સે.મી.x૧૦ સે.મી.
प्रतम छटो. स्व-गुरुबन्धुरचितं पुस्तकमेतच्चित्कोशे सत्यविजयगणिना मुक्तमस्ति, पत्तननगरे ॥ આ પ્રમાણે લખાણ છે.
આ પ્રત ક્યારેક | ક્યારેક ને અને ક્યારેક HP સંજ્ઞાથી દર્શાવી છે.
A સૂરત સ્થિત “શ્રી જૈનાનંદ પુસ્તકાલય'ની આ પ્રતિમાં ૨૩૩ પત્રો છે. પત્ર ૧૮૫મું નથી. પત્રની બન્ને બાજુ ૧૩, ૧૩ પંક્તિઓ અને દરેક પંક્તિમાં લગભગ ૪૦ અક્ષરો છે.
લેખન સંવત્ અનુમાનતઃ અઢરમો સૈકો.
R જોધપુર સ્થિત “રાજસ્થાન પુરાતત્ત્વપ્રતિષ્ઠાન'ના બિકાનેર કલેક્શનની આ પ્રત અચલગચ્છીય મુનિરાજશ્રી કમલપ્રભસાગરજીના પ્રયાસથી મળી છે. આ પ્રતમાં માત્ર ૭૮ કથાઓ જ છે.
પત્ર સંખ્યા ૬૨, પત્રની બન્ને બાજુ પંક્તિઓ ૧૫, ૧૫, દરેક પંક્તિમાં અક્ષરો લગભગ ૪૩. આકાર ૨૫ સેં.મી.x૧૦ સે.મી. પ્રતના છેડે આ પ્રમાણે લખાણ છે.
इति कथाकोशः सम्पूर्णः, लिखितं संवद् द्वि-बाण-मुनि-चन्द (१६५२) नभसिमासे कृष्णपक्षे कुहौकर्मवाद्यं गुरुदिनान्विते सम्पूर्ण पुस्तकं कृतम् । वा० श्रीविनयविजयगणि व श्रीनयविजयगणि मु.सत्यविजय मुनि चतुरविजयकेनाशु कथाकोशं लिपीकृतं श्रीमणउंदनगरे चातुर्मासिकस्थितः ॥ श्रीधर्मजिनप्रासादात् । पुस्तकयत्नं कार्यं ॥
શ્રી હેમવિજયજીએ વિ.સં. ૧૬૫૭માં કથારત્નાકર પૂર્ણ કર્યો છે પણ એનો પ્રારંભ પાંચ-સાત વર્ષ પૂર્વે કર્યો હશે. એટલે વિ.સ. ૧૬૫રમાં રચાયેલી ૭૮ કથાઓના સંગ્રહને કથાકોશ નામ આપી એમના શિષ્યોએ એની નકલ કરી હોય એમ જણાય છે.
D જુનાડીસા સ્થિત મુનિશ્રી ધુરંધરવિજયજી મ.સા.ના હસ્તલિખિત સંગ્રહની આ પ્રત મુનિરાજશ્રીના સૌજન્યથી મળી છે. મુનિશ્રી તરફથી સંશોધનમાં પણ મદદ મળી છે.
પત્ર સંખ્યા ૧૮૪, પત્રની બન્ને બાજુ ૧૪, ૧૪ પંક્તિઓ. દરેક પંક્તિમાં લગભગ ૪૪ અક્ષરો. આકાર ૨૫ સે.મી.x૧૦ સે.મી. લેખન સંવત્ અનુમાનતઃ સત્તરનો સેકો.
પ્રાંતે આ પ્રમાણે લખાણ છે. श्रीस्थंभतीर्थे मुनिगुणविजयेन लिपिकृतं ॥
10
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org