SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તોત્ર-ચમત્કાર 'સોળ કમળબંધવાળું ચતુર્વિંશતિ-જિનસ્તોત્ર શ્લોક ૧૨૦. આ અશુકવિ પં. હેમવિજયગણિવરની ચમત્કારી રચના છે, જેમાં ચોવીસ તીર્થંકરોની સ્તુતિઓ છે. દરેક સ્તુતિમાં પ્રથમ ચાર ચાર શ્લોક અને સોળ સોળ ચરણો છે અને છેલ્લો પાંચમો શ્લોક આ પ્રકારે છે : इति मुदितमनस्को मूर्धगाऽऽचार्यनामाઽક્ષર-મત્ત-નિવધૈવğ: સંસ્તુતો ય:। कमलविजय संख्यावद्विने याणुरे णौ, સ ભવતુ નય તેવો વત્તદષ્ટિ: સતુષ્ટિ: " '' જૈન પરંપરાનો ઇતિહાસ ભા ૩. ગ્રંથકારશ્રી મહાકવિ તરીકે વિખ્યાત હતા. કવિ ઋષભદાસે પોતાના સમકાલીન કવિઓના નામ લખતાં શ્રીહેમવિજયજીને પણ યાદ કર્યા છે. ગ્રંથકારશ્રીના અંતિમ અપૂર્ણ ગ્રંથને પૂર્ણકરનાર એમના ગુરુભાઇ વિદ્યાવિજયના શિષ્ય શ્રીગુણવિજયજી શ્રીહેમવિજયજીનો પરિચય આ પ્રમાણે આપે છે : ' श्री हेमसुकवेस्तस्य, हेमसूरेरिवाऽभवत् वाग्लालित्यं तथा देवे, गुरौ भक्तिश्च भूयसी ॥ यदिया कविता कान्ता, न केषां कौतुकावाहा । विनाऽपि हि रजो यस्मिन् यशः सूतमसूत या ॥ કવિશ્રી હેમવિજયજીની વાણીમાં કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિજી જેવું લાલિત્ય હતું. દેવ-ગુરુ પ્રત્યેની ભક્તિ પણ અતિસુંદર હતી. એમની કવિતાને કાન્તાની ઉપમા આપીએ તો એ કવિતા-કાંતાએ ભારે કૌતુક સર્જ્યું છે. આ કવિતા-કાંતા રજ-વિનાની હોવા છતાં ‘યશ' રૂપી પુત્રને જન્મ આપનારી બની છે. ગ્રન્થકારશ્રીએ બાલ્યવયમાં દીક્ષા લીધી છે અને ઉંડુ અધ્યયન કર્યું છે. બાળવયમાં જ વિ.સં. ૧૬૩૨માં પાર્શ્વનાથચરિત્રની રચના કરી ને ગ્રંથ સર્જનનો આરંભ કર્યો છે અને ગુજરાતી, હિન્દી અને સંસ્કૃતમાં ગદ્ય, પદ્ય, ખંડકાવ્ય, મહાકાવ્ય, રાસ, સરૈયા, ચંદ્રાઉલા, ગ્રંથપ્રશસ્તિ, પ્રતિષ્ઠા-પ્રશસ્તિ, ચિત્રકાવ્ય એમ વિવિધ વિષયો ઉપર એમની કલમ અટકયા વિના જીવનના અંત સુધી ચાલી છે. વડીલો પ્રત્યે એમની ભક્તિ ઘણી હતી. પોતાના ગુરુ મ.ની સાથે જ વર્ષો સુધી વિચર્યા હશે. ગુર મ.ના અંતિમ ચોમાસામાં મહેસાણામાં પણ તેઓ સાથે જ હતા. અને પખવાડીયામાં એમણે ‘કમલવિજયરાસ’ પણ રચ્યો. જગદ્ગુરુ હીરવિજયસૂરીશ્વરજીના પણ તેઓ પ્રીતિપાત્ર રહ્યા છે. બાદશાહ અકબરને મળવા ૧. આ ઉપરાંત પણ પં. હેમવિજયજીના અન્ય-ગ્રંથોના ઉલ્લેખ મળે છે : ‘વિ.સં. ૧૬૫૫ આસપાસમાં હેમવિજયે ‘નેમિજિનચન્દ્રાઉલા’ ૪૪ કડીમાં રચેલ છે.' જૈન સા.સં. ઇતિહાસ પેરા ૯૫૯, જૈન ગૂર્જરકવિઓ ભ. ૩ પૃ. ૨. અને કલ્યાણમંદિર સ્તોત્ર ઉપર ટીકા રચ્યાનો નિર્દેશ હીરાલાલ ૨. કાપાડિયાએ જૈન સં.સા.નો ઇતિ. ભા. ૨ પૃ. ૯૭માં કર્યો છે. વિજય-પ્રશસ્તિ અને પાર્શ્વનાથચરિત્રની પ્રસ્તાવન માં એના સંપાદકોએ ‘વિજયસ્તુતિ’ અને ‘વિજયપ્રકાશ’ની રચના કર્યાનો ઉલ્લેખ કર્યો છે. જૈનગૂર્જર કવિઓ ભા. ૩ પૃ. ૩૯૫ અનુસાર ‘તેઓએ હિંદીમાં પણ કવિતાઓ રચી છે.’ હીરવિજયસૂરિ અષ્ટક પણ રચ્યું છે. મુનિશ્રી મહાબોધિવિજયજી દ્વારા સંપાદિત હીરસ્વાધ્યાયમાં આ અષ્ટકનું પ્રકાશન ટુંકમાં થનાર છે. 7 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001835
Book TitleKatharatnakar
Original Sutra AuthorHemhans Gani
AuthorMunisundarsuri
PublisherOmkar Sahityanidhi Banaskantha
Publication Year1997
Total Pages380
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Story, & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy