________________
પોતાના સેંકડો શિષ્ય-પ્રશિષ્યોમાંથી જે થોડાકને ચૂંટીને સાથે લીધા તેમા એ. હેમવિજયજીનું નામ છે તે. આનો બોલતો પૂરાવો છે.
એક વિદ્વાન તરીકે પણ તેઓએ સમુદાયમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. અને એટલે જગદ્ગુરુ કે આ. સેનસૂરીશ્વરજી ના વરદહસ્તે થયેલ પ્રતિષ્ઠા પ્રસંગની પ્રશસ્તિઓ રચવાનું અને જગદ્ગુરુ અને ઉપા. ધર્મસાગરજીના ગ્રંથોની પ્રશસ્તિ રચવાનું કામ પણ એમને સોંપવામાં આવેલું.
આ
કથારત્નાકર પ્રસ્તુત કથારનાકરની રચના વિ.સં. ૧૬૫૭માં અમદાવાદમાં પૂર્ણ થઇ છે. જો કે, આ ગ્રંથરચનાનો પ્રારંભ એમણે પાંચ-સાત વર્ષ પૂર્વે કરી દીધો હશે. અને આ ગ્રંથ વ્યાખ્યાકાર-મુનિઓને ઘણો ઉપયોગી હોઈ એની નકલો પણ ચાલુ થઈ ગઈ હશે. એટલે ૭૮ કથાઓની વિ.સં. ૧૬પરમાં લખેલી પ્રત પણ મળે છે. વિશેષ માટે R સંજ્ઞક હસ્તલિખિત પ્રતનું વિવેચન જુઓ. પૃ.)
કથારસાકર નામ અને તરંગાત્મક વિભાગો બનાવવાની પ્રેરણા મલધારીગચ્છના આ. નરચંદ્રસૂરિએ વિ.સં. ૧૩૧૯ પૂર્વે રચેલ કથારનાકર કે કથારતસાગર નામના ગ્રંથમાંથી મળી હોય એ બનવા જોગ છે. આ. નરચંદ્રસૂરિની કૃતિ ૧૫ તરંગોમાં વહેંચાયેલી છે. અને એમાં દાન-શીલ-તપ-ભાવ આદિ વિષયોની કથાઓ છે. શ્રી ઉત્તમર્ષિએ રચેલ ૨૦૯ કથાઓને પાંચ હજાર શ્લોકપ્રમાણ ગ્રંથાગ્રવાળો કથારનાકર' ગ્રંથ પણ મળે છે. એની રચના ક્યારે થઇ તે જાણવા મળ્યું નથી.
રત્નાકર એટલે સાગર. સાગરમાં તરંગો હોય તેમ આ કથારવાકરમાં દસ તરંગો છે. એક એક તરંગ લગભગ ૨૫-૨૫ કથા-જલથી ભરેલ છે. બધું મળીને ૨૫૮ કથાઓનો ૭૪૦૦ શ્લોકપ્રમાણ ગ્રંથાગ્રમાં સમાવેશ કરાયો છે.
મંગલાચરણમાં (શ્લો.) ગ્રંથકારશ્રીએ જાતે જ કહ્યું છે કે- આ ગ્રંથ-રચનાના હેતુ વ્યાખ્યાતાઓને વિવિધ વિષયો ઉપર કથાઓ અને ઉપદેશક પદ્યો આપવાનો અને પોતાની સ્મૃતિ જાળવવાનો છે.
પ્રશસ્તિમાં ગ્રંથકારે અભિલાષા વ્યક્ત કરતાં કહ્યું છે કે- પર્ષદાના ચિત્ત-કમળને ખીલવવા માટે સૂર્ય જેવા આ ગ્રંથ-સાગરમાંથી વાદળ જેવા કથાકારો ક્ષિતિસમા શ્રોતાઓ ઉપર કથા-જલ વર્ષાવે.
આ ગ્રન્થ-શેલી : વિદ્વાનવક્તાઓને ઉપયોગી બનાવવાનો ઉદેશ હોવાથી ઓછા શબ્દોમાં કથાની વધુમાં વધુ ઘટનાઓનું આલેખન કર્યું છે. આ માટે સબંધક ભૂતકૃદંતનો પ્રચૂર પણે ઉપગ કર્યો છે.
ઉદાહરણ તરીકે
અને આ કારણે ૭૪૦૦ શ્લોક-પ્રમાણ ગ્રંથમાં ૨૫૮ કથાઓની ગૂંથણી કરી શક્યા છે. સરેરાસ ૨૫ શ્લોક પ્રમાણ ગદ્યમાં એક કથા પૂરી થઈ જાય છે.
સાથે સાથે વ્યાખ્યાતાઓને તે તે વિષયના સુભાષિતો, ઉપદેશકાદ્યો, કહેવતો વગેરે આપવાનો જુઓ હિંી નૈનસાહિત્ય વૃદ તિહાર વંદે ૨ પૃ. ૧૭૭. અને જૈન સં. સા.નો ઇતિ. ભા-૨ પૃ. ૧૨૮. શ્રી ગુણવિજયજી પણ “વિજયપ્રશસ્તિ'માં લખે છે કે
चक्रे वक्रेतरो येन, कथारत्नाकरः स्फुरन् ।
व्याख्या-पीयूष-लुब्धानां, विबुधानां मनो हरन् । ૩. શ્રી હેમવિજયજીના કથારતાકરના આધારે કોઇકે “કથા છત્રીસી' નામે ગ્રંથ રચ્યો છે. એનું મુનિ વાત્સલ્યદીપ દ્વારા
સંપાદન અને વાત્સલ્યદીપ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશન ઈ.સ. ૧૯૯૪માં થયું છે.
8
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org