________________
[૪] ભાદ્રસુદિ પાંચમની ક્ષય વૃદ્ધિ એ ત્રીજની યકૃદ્ધિ કરવાની રીત.
નાં. ૬ આ પાનું વડસ્માના ભંડારમાનું છે. તે આ. વિજયસૂરિજી મહારાજ તરફથી મળેલ છે, તે શ્રી દીપવિજયજીનો પત્ર છે. સં. ૧૮૭૧ નું લખેલ છે.
શ્રીદેવસૂરગચ્છવાળા પહેલેથી જ પુનમની યદ્ધિએ તેરસની ક્ષય વૃદ્ધિ કરતાજ હતા. અને એ દેવસૂરગચ્છ અને આણસૂરગચ્છનો મતભેદ છે.
નાં ૭ આ લખાણ ૧૬ મી સદીનું છે. આ વિજયઉદયસૂરિજી મહારાજ. આ, વિજય નીતિસૂરિજી મહારાજ પં. લાભવિજયજી ગણુ આદિ પાસેની પ્રત ઉપરથી ઉતારેલ છે
પૂનમના ક્ષયે તેરસનો ક્ષય થાય, સંવત્સરીમહાપર્વ પાંચમના એક જ દિવસ પહેલાં થાય. ભાદરવા સુદિ ચતુથી વૃદ્ધિએ પહેલી ન લેવી, બીજીજ આરાધવી.
નાં. ૮ આ પ્રત ૧૫૭૭ માં તપાગચ્છીય દેવવાચકજીના શિષ્ય યશવિજયજીએ લખી છે તેના ઉપરથી મુનિશ્રી રૂપવિજયજી અને મુનિરામવિજયજીએ લખેલ છે.
જેવી રીતે પૂનમના ક્ષયે તેરસનો ક્ષય કરાય તેવી રીતે પૂનમની વૃદ્ધિએ તેરસને વૃદ્ધિ કરવી એવી પૂર્વાચાર્યની સામાચારીમાં કહ્યું છે
ગયે વર્ષે(૨૫૭૬)શ્રીઆણંદવિમલસૂરિ મહારાજે પણ શ્રાવણ સુદ પુનમની દૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરી હતી અને અમેને આજ્ઞા આપી હતી એમ તે પ્રતના લેખકનું કહેવું છે
નાં, ૯ આ સંવાદમાં પણ પતિથિના ક્ષયે પૂર્વતિથિને ક્ષય કરવાનું જણાવે છે. આ પ્રત મેરૂવિજયજીના સમયમાં લખાયેલી છે.
ના. ૧૦ આ લખાણમાં ચઉદશ વધે તે પહેલી ચઉદશની બીજી તેરસ કરવી અને બીજી ચઉદશે ચઉદશ ખડી રાખવી અને તેનું આરાધન કરવાનું જણાવ્યું છે. તેમજ પર્યુષણાની પાંચમ વધે ત્યારે બે ચોથ કરી બીજી એથે સંવછરીનું વિધાન છે. એવે ઠેકાણે સૂર્યોદયની જરૂર નથી એમ પણ જણાવ્યું છે.
- 23-~«
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org